Jio GigaFiber ના નામ પર છેતરપિંડી થઈ રહી છે, જાણો અહિયાં પુરા સમાચાર જેથી તમારી સાથે આવું ના બને

0
145
views

રિલાયન્સ જીયોની નવી સર્વિસ જિઓ ગીગાફાઇબર અને જીયો DTH ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. પરંતુ કંપનીએ તેની તાજેતરની વાર્ષિક મિટિંગ દરમિયાન એવી માહિતી આપી છે કે આ સેવાઓ 5 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને એક પ્રકારની છેતરપિંડી કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર તે એક પ્રકારનું છેતરપિંડી કૌભાંડ છે, જેના દ્વારા લોકોને તેમના બેંક ખાતાની વિગતો પૂછવામાં આવે છે. કેટલાક છેતરપિંડી કરનારાઓ બનાવટી જીયો ની સાઈટ જેવી જ ફોટોગ્રાફ શેર કરે છે, જેમાં જીયો GigaFiber એક્ટિવેશન વિનંતી સ્વીકારી લેતી દેખાય છે. અહીં ક્લિક બટનને ટેપ કરવાથી યુઝર્સ સ્પામ સાઇટ તરફ જતો રહે છે. આ પછી યુઝર્સને તેમની બેંક વિગતો માટે પૂછવામાં આવે છે. જો તમારી પાસે પણ આવી શેયર કરેલી લિન્ક આવેલી હોય તો તે ને તરતજ ડીલીટ કરી નાખો, કારણ કે તે સંપૂર્ણપણે બનાવટી છે. કંપની દ્વારા આવી કોઈ પણ પ્રકારની બેંક વિગતો કોઈની પાસે થી માંગવામાં આવતી નથી.

જો તમે જિઓ ગીગાફાઇબર માટે નોંધણી કરાવવા માંગતા હોય તો તમારે jio.com પર જવું પડશે અને પછી ગીગા ફાઇબરના પેજ પર ક્લિક કરવું પડશે. જ્યાં gigafiber.jio.com/ ragister નામનું આખું પૅજ ખુલશે. આ સમય દરમિયાન તમને પૂછવામાં આવશે કે શું તમે તમારા ઘર અથવા ઓફિસમાં જિઓ ગીગાફાઇબરનું કનેક્શન જોઈએ છે. આ પછી તમને સંપૂર્ણ સરનામું, તમારું પૂરું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પૂછવામાં આવશે. આ કર્યા પછી, તમારા મોબાઇલ પર જીયો માંથી એક OTP મોકલવામાં આવશે. OTP ટાઈપ કરતાંની સાથે જ તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.

આ સમગ્ર પ્રક્રિયા પછી જિઓ દ્વારા તમને એક ઇ-મેઇલ અને મેસેજ મોકલવામાં આવશે. આ સિવાય જીયોના અધિકારીઓ પણ તમને કોલ કરશે અને જિઓ ગીગાફાઇબરનું કનેક્શન સક્રિય થશે. જીયો ગીગાફાઇબર લેતી વખતે તમારે પાસે, ૨૫૦૦ રૂપિયા સિક્યોરિટી ડિપોજિટ તરીકે જમા કરાવવા પડશે, જે કનેક્શન કાપ્યા પછી કંપની પરત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here