રિલાયન્સ જીયોએ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને મંગળવારના પોતાના 4G જીયો ફોનની કિંમત માં ૫૦% સુધીનો ઘટાડો કર્યો હતો. હવે આ ફોન 699 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કંપનીએ દાવો કર્યો છે કે જીયો ફોન રજૂ થયા બાદ થી અંદાજે ૭ કરોડ યુઝર્સ તેમાં જોડાઈ ગયા છે. હવે આ પ્રકારના ૩૫ કરોડ લોકોને જોડવાનો લક્ષ્ય રાખવામાં આવેલ છે.
મળશે શાનદાર ઓફર્સ
જીયો એ જણાવ્યું હતું કે, દશેરા અને દિવાળીની તહેવારની સિઝન દરમિયાન જીયો ફોન 699 રૂપિયાની વિશેષ કિંમત પર ઉપલબ્ધ થશે. જ્યારે તેની હાલની કિંમત 1500 રૂપિયા છે. તેવામાં ગ્રાહકોને સીધો 800 રૂપિયા નો ફાયદો થશે. જે કોઈપણ શરત વિના જેવી કે પોતાનો જૂનો ફોન એક્સચેન્જ કર્યા વગર હશે. ફોનની કિંમત ઘટાડવાની સાથે જીયો એ પહેલા સાત રીચાર્જ માટે 99 રૂપિયાના વધારે ડેટા આપવાની પણ ઘોષણા કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જીયો એ સુનિશ્ચિત કરશે કે કોઈપણ ભારતીય સસ્તુ ઇન્ટરનેટ અને ડિજિટલ ક્રાંતિ થી વંચિત ના રહી જાય. સૌથી નીચેના સ્તર પર રહેલા વ્યક્તિને ઇન્ટરનેટ વ્યવસ્થા સાથે જોડવા માટે દરેક નવા વ્યક્તિ પર “જીયો ફોન દિવાળી ઉપહાર” ના માધ્યમથી રોકાણ કરી રહ્યા છીએ. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનની સફળતા માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.