જેની પત્નીમાં હોય છે આ ૭ ગુણ, તે હોય છે દુનિયાનો સૌથી ભાગ્યશાળી પતિ

0
3809
views

ઘરની વહુ અથવા પત્નીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તો તમારા ઘરની સુખ શાંતિ તમારી પત્નીના વિચારો પર નિર્ભર કરે છે, પરંતુ જ્યારે ભાગ્યની વાત આવે છે તો અમુક બાબતો પણ મહત્વ રાખે છે. હકીકતમાં શાસ્ત્રોમાં નારીના અંગો અને ભાગ્યને જોડીને બતાવવામાં આવેલ છે. તેના અનુસાર જે નારીમાં ખાસ પ્રકારના અંગો હોય છે તેઓ જન્મથી જ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓનું ભાગ્ય એટલું પ્રબળ હોય છે કે જે ઘરમાં તેઓ રહે છે તેની પ્રગતિ થવું શરૂ થઈ જાય છે.

મતલબ કે જ્યારે તેઓ પોતાના પિયરમાં હોય છે ત્યારે તેના સારા નસીબનો લાભ માતાપિતાને મળે છે. પરંતુ જ્યારે તેઓ લગ્ન કરી લે છે તો તેનું ભાગ્ય તેના પતિના સમાવિત થઈ જાય છે. તેવામાં જો તમારી પત્ની માં આ ખાસ ગુણ છે તો સમજો કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી પતિ છો.

લાંબા વાળ

શાસ્ત્રો અનુસાર લાંબા વાળ વાળી મહિલાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેઓને દેવીનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બધી જ દેવીઓના વાળ લાંબા દર્શાવવામાં આવેલ છે. એવું કહેવામાં આવે છે કે મહિલાઓના આ લાંબા વાળ સારું ભાગ્ય લાવે છે.

લાંબુ ગળું

એવી માન્યતા છે કે જે મહિલાઓનું ઘણું લાંબુ હોય છે તેમના જીવનમાં ખૂબ જ સુખ અને ભોગવિલાસ લખેલ હોય છે. જેનો લાભ તેમના પતિદેવને પણ મળે છે.

લાંબા કાન

એવું કહેવામાં આવે છે કે લાંબા કાન વાળી મહિલાની ઉંમર પણ લાંબી હોય છે. તેની સાથે લગ્ન કરનાર પુરુષ પણ વધારે ઉંમર ભોગવે છે. તેમના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ખૂબ જ ઓછી હોય છે.

લાંબી આંગળીઓ

જે મહિલાઓના હાથ અને પગની આંગળીઓ લાંબી હોય છે તેઓને ભાગ્યને દેવી માનવામાં આવે છે. આ મહિલાઓ જે કોઈ ઘરમાં જાય છે ત્યાં ક્યારેય પણ ધનની અછત થતી નથી.

મોટું કપાળ

જે મહિલાઓનું કપાળ મોટું હોય છે તેમના ભાગ્ય સાથે કોઈ પણ મુકાબલો કરી શકતું નથી. આ મહિલાઓને પોતાના જીવનમાં એ બધી જ ચીજો મળે છે જેની તેઓ ઇચ્છા રાખે છે. તેમના આ ભાગ્ય નો લાભ તેમના પતિને પણ મળે છે.

આંગળી પર તલ

હાથની આંગળી ઉપર તલનું હોવું એ વાતનો સંકેત આપે છે કે તે મહિલા ભવિષ્યમાં ખૂબ જ સારા પૈસા મેળવશે. તેમની પાસે પૈસા ની આવક સારા પ્રમાણમાં રહેશે.

અણીદાર નાક

જે મહિલાઓનો નાક અણીદાર હોય છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ જે કોઈ પણ ઘરમાં જાય છે ત્યાં પોતાના બુદ્ધિના પ્રયોગથી ઘર ની કાયાપલટ કરી દે છે. તેઓની બુદ્ધિ ના લીધે તેમના પતિ નું ભવિષ્ય પણ સુધરી જાય છે.

આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે જો મહિલાઓ સવાર-સાંજ ઘરમાં પૂજા પાઠ કરે છે, સૂર્યોદય થતાં પહેલા પથારી છોડી દે છે, ઘરની સાફ-સફાઈ કરે છે, વડીલોનું સન્માન કરે છે તેઓ પણ ઘરમાં ખુશાલી અને ભાગ્યને લઈને આવે છે. તમને શું લાગે છે કે એક આદર્શ મહિલા ની નિશાની શું હોય છે? પોતાના જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here