જે પરિવારમાં થાય છે આ ૫ કામ, ત્યાં બાળકો સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, માતા-પિતા જરૂર વાંચે

0
261
views

આપણે બધા ઇચ્છતા હોઈએ છીએ કે ઘર માં છોકરો કે છોકરી જીવનમાં વધું સફળતા મેળવે અને આગળ વધે નામ અને પૈસા બંને મેળવે છે. પરંતુ ઘણીવાર જાણતા-અજાણતા તેમની સફળતાના રસ્તામાં આપણે જાતે જ આ સમસ્યા ઉત્પન્ન કરતા હોઈએ છીએ. દરેક પરિવારમાં કંઈકને કંઈક એવા કામ થતાં હોય છે કે જેના લીધે છોકરાને ઘર પરિવાર નો ફૂલ સપોર્ટ નથી મળતો અને તે પોતાના કરિયરમાં આગળ નથી વધી શકતા.

જો તમારી સાથે પણ કોઈ આવી સ્થિતિ હોય તો કૃપા કરી નીચે જણાવેલા પોઇન્ટને ધ્યાનમાં રાખવા. તમે આ પાંચ ભૂલ ના કરો જેના લીધે તમારા બાળક ને સફળતા મળવાના બદલે તે ડાઉનમાં જઈ શકે છે.

  • જે પરિવારમાં છોકરા કે છોકરીને પોતાની પસંદનું કરિયર તેને પસંદ નથી કરવા દેતા ત્યાં તેની સફળતાના ચાન્સ ઓછા થઈ જાય છે. હંમેશા માતા-પિતા પોતાની પસંદનું જ કરિયર પોતાના બાળકોને આપે છે અને તેવામાં બાળક તે ચીજ ને મન લગાવીને નથી કરી શકતું અને તે ક્ષેત્રમાં વધુ આગળ પણ નથી વધી શકતો.
  • જે પરિવારમાં બાળકોને ઘરથી દૂર એટલે કે બીજા શહેરમાં નથી જવા દેવામાં આવતા ત્યાં જ તે બાળકની સફળતા રોકાઈ જાય છે અને તે દુનિયામાં ફરી ચીજોનો અનુભવ પણ નથી કરી શકતા. કૂવામાં દેડકાની જેવી તેમની જિંદગી અને તેમના વિચારો થઈ જાય છે. ખાસ કરી છોકરીઓને આ સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે. લગ્ન થઈ જાય ત્યારબાદ સાસરીમાં લોકો બીજા શહેરમાં જોબ કરવાની પરમિશન નથી આપતા અને તેમનો કરીઅરનો ગ્રોથ ત્યાં જ રોકાઈ જાય છે.

  • જે પરિવાર પોતાના લોકોને સપોર્ટ નથી કરતા ત્યાં પણ સફળતા સમસ્યા આવતી રહે છે. ઘણા લોકોની આદત હોય છે કે જ્યારે બાળક કંઈક નવું કરવા જઇ રહ્યું હોય તો તેને રોકટોક કરશે અને તે વિશેષ કામમાં પોતાનો સપોર્ટ આપવાના બદલે તેને સંભળાવવા લાગશે. તેનાથી બાળકના આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે અને તે માનસિક રૂપથી પણ આગળ નથી વધી શકતો.
  • પરિવારની જવાબદારી થી પણ ઘણીવાર બાળક જાતેજ કરિયરમાં સમજોતો કરી લે છે. તે વાસ્તવમાં જે કરવા માંગે છે તે પરિવારની જવાબદારી ના લીધે સંભવ નથી થઈ શકતું.

  • તો મિત્રો તમે પણ જાણીને જોયું હશે કે ઘણીવાર આપણે આપણાની સફળતામાં સમસ્યા ઉત્પન્ન કરવા લાગીએ છીએ. તેથી સારું તે જ થશે કે પોતાના બાળકને ઓછામાં ઓછો એક મોકો પોતાને સાબિત કરવા અવશ્ય આપો. તેને જેમાં રસ હોય તેને તેજ કરિયરમાં આગળ વધવા માટે સપોર્ટ કરો તમને થોડાક દિવસો પછી પણ તેનું રિઝલ્ટ મળી જશે. જો તમે તમારા બાળકને સપોર્ટ નહીં કરો તો તેની સફળતા ત્યાં જ રોકાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here