ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જેમાં પૈસાની અછત, દુર્ભાગ્ય, સફળતામાં વિઘ્ન અને સ્વાસ્થ્ય ખરાબ થવા જેવી ચીજો સામેલ છે. તેવામાં આજે અમે વાસ્તુદોષના કારણે મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર જે ખરાબ અસર પડે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. બહુ ઓછા લોકો જાણતા હશે કે તમે ઘરમાં કંઈક વિશેષ કામ કરો છો તો તેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. જે ઘરની મહિલાઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
આ વાસ્તુ દોષને કારણે મહિલાઓના જીવન પર નકારાત્મક અસર પડે છે. ફક્ત એટલું જ નહીં તેની અસર સુખી વૈવાહિક જીવનને કમજોર થવા પર પણ દેખાઈ આવે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તમને આ વાસ્તુ દોષથી બચવા માટે અને આ ભૂલો ન કરવા માટે ના ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
આ દિશામાં ન કરાવો બોરિંગ
જો તમારા ઘરમાં ભૂમિગત જળ સ્ત્રોત જેમ કે બોરિંગ દક્ષિણ દિશામાં કરવામાં આવેલ છે તો તે સમસ્યા કહેવાય. આ દિશામાં બોરિંગ રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જેના કારણે પરિવારની મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. એટલા માટે ક્યારેય પણ આ દિશામાં બોરિંગ ના કરાવો નહીંતર સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
આ દિશામાં ઊભા રહીને રસોઈ ના બનાવો
ઘરની મહિલાઓએ દક્ષિણ દિશામાં મુખ રાખીને ક્યારેય પણ રસોઈ બનાવી ના જોઈએ. આવું કરવાથી સર્વાઇકલ, હાડકામાં દુખાવો અને કમરનો દુખાવો જેવી ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ સિવાય ભોજન બનાવતા સમયે તમારી પીઠ પાછળ દરવાજો પણ ન હોવો જોઈએ, નહિતર તેના લીધે તમને કમર અને ખભામાં દુખાવાની ફરિયાદ થવા લાગશે.
શૌચાલયની ખોટી દિશા
ઘરના ઉત્તર પૂર્વ દિશામાં શૌચાલય હોવાથી મોટો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. તેનું કારણ છે કે ઉત્તર પૂર્વ દિશામાં દેવસ્થાન હોય છે. આ દિશામાં શૌચાલય જેવી અશુદ્ધ ચીજોનું નિર્માણ વાસ્તુદોષ લાવે છે. જે મહિલાઓને સંતાન સુખથી વંચિત રાખે છે. સાથોસાથ તેનાથી ઘરમાં લડાઈ-ઝઘડા પણ વધુ પ્રમાણમાં થાય છે.
બેડરૂમની દિશા
પતિ-પત્નીનો બેડરૂમ ઉત્તર-પૂર્વ દિશામાં ન હોવો જોઇએ. તેનાથી તેમને સંતાન થવામાં વિઘ્ન આવવા લાગે છે. સાથોસાથ સંબંધોમાં પણ મધુરતા રહેતી નથી. એટલા માટે આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન આપવું નહીં તમે સંતાનસુખથી વંચિત રહી શકો છો.
આ વાતનું પણ રાખવું ધ્યાન
વાસ્તુ અનુસાર ઘરનો દરવાજો દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ખુલ્લો ના હોવો જોઈએ. વળી ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશામાં બંધ ન થવો જોઈએ. આવું થવા પર બીમારી અને ખર્ચા બંને વધારે થવા લાગે છે.
તો મિત્રો આ હતી અમુક વાતો જેનું ધ્યાન તમારે ઘરમાં જરૂર રાખવું જોઈએ. જો તમે તેને નજર અંદાજ કરો છો તો તમારે વાસ્તુદોષ નો સામનો કરવો પડી શકે છે. જે તમારી પત્ની તથા ઘરની અન્ય મહિલાઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે આ વાતોને નજર અંદાજ ન કરવી અને તેનું સારી રીતે પાલન કરવું.