જે છોકરામાં હોય છે આ ૩ આદતો, છોકરી તેમનો સાથ ક્યારેય નથી છોડતી, જીવનભર સંબંધ નિભાવે છે

0
3259
views

છોકરા અને છોકરીઓ પોતાના જીવનમાં અનેક સંબંધો બનાવે છે અને તેમાંથી અમુક સંબંધો એવા હોય છે કે જે લાંબા સમય સુધી રહે છે. આજકાલ ની જનરેશનમાં એકબીજાથી જલદી કંટાળી જાય છે અને પછી છોકરીઓ પાસે તો ઘણા બધા ઓપ્શન હોય છે. છોકરાઓ તેમની સાથે સંબંધ બનાવવામાં લાઈનમાં રહે છે.

પરંતુ છોકરાઓ પાસે અમુક ખાસિયત જરૂર હોવી જોઈએ જેનાથી છોકરી તેની પર્મનેન્ટ પાર્ટનર બની રહે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે તમને એવી આદતો વિશે જણાવીશું કે જે છોકરાઓ માં હોય છે અને તેથી કોઈ છોકરી ક્યારેય નથી છોડતી અને તેની સાથે જીવન પર રહે છે.

છોકરીઓને ઇમ્પ્રેસ કરવું, તેની સંભાળ રાખવી અને તેને બહુ બધો પ્રેમ કરવો આ બધી વાતો થી કામ નથી થતું આ તો દરેક છોકરા કરતા હોય છે. તમારે એ બધાથી કંઈક અલગ કરવાનું છે જે છોકરીઓ ને ખૂબ જ પસંદ હોય. તો આજે તમને એવી આદતો વિશે જણાવીશું જે છોકરીઓને આકર્ષિત કરે.

ખૂબ જ ફરવું

છોકરીઓની એક જગ્યા પર બેસી રહેવું જરાય પસંદ નથી. તેમના જીવનમાં થોડુંક રોમાંચ જોઈએ તેમની ફરવાનો ખૂબ જ શોખ હોય છે. તેથી તેમને કોઈપણ પિકનિક પર લઈ જાઓ કોઈ રોડ ટ્રીપ પ્લાન કરો અને કંઈ જ ના થાય તો શોપિંગ કરાવો. માત્ર ફોન પર કલાકો સુધી વાતો કરવાથી કે રૂમમાં બેસીને રોમાન્સ કરવાથી વાત નથી બનતી. છોકરી થોડા ટાઈમ ખૂબ જ કંટાળી જશે અને તેથી વધુ ફરતા છોકરા સાથે વધુ સમય સુધી સંબંધ રહે છે. તેથી અઠવાડિયામાં એક વખત પોતાના પાર્ટનર સાથે ક્યાંય બહાર ફરવા જરૂર જવું.

વાતો કરવી અને ધ્યાનથી સાંભળવું

છોકરીઓ વાતોડિયો હોય છે આ વાત જગજાહેર છે. તેમની બોલવાનું ખૂબ જ શોખ હોય છે, આવામાં જો તેમને પોતાની સાથે વાતચીતમાં સાથ ના આપે તો તે કંટાળી જતી હોય છે અને તે સિવાય છોકરાઓ એક ભુલ એ પણ કરે છે કે તે છોકરીઓની વાતો માં ધ્યાન નથી આપતા. અને તેમની વાતો નથી સાંભળતા જે તેમને બતાવે છે તે છોકરાઓ ભૂલી જાય છે. તમારે એવું નથી કરવાનું. તમે માત્ર એમને સાંભળું નહીં પરંતુ તેમને સંબંધિત સવાલ કરો તેનાથી તેને લાગશે કે તમને તેની વાતમાં દિલચસ્પી છે. આ વાત કોઇ પણ ટોપિક પર થઇ શકે છે કોઈ દિવસ હસી-મજાક વાળી વાત તો કોઈ દિવસ ગંભીર કે રોમાન્ટિક વાત.

ઓપન માઇન્ડ વિચાર

અહીં ઓપન માઈન્ડ વિચાર નો મતલબ એ છે કે તમે છોકરીઓને કઈ પણ કરવાની આઝાદી આપો. કોઈ દિવસ તેની ઉપર પાબંધી ના કરવી. જો તમે તેની ઉપર પાબંધી લગાવશો તો એક દિવસ થી કંટાળી ને જતી રહેશે. જેટલી આઝાદી તમને મળી છે એટલી આઝાદી એની પણ આપો. તેની દરેક વાતમાં રોક-ટોક ના કરવી. તે કોઈ જોડે વાત કરે તો શંકા ના કરવી. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો તેને કંટ્રોલમાં રાખવાના પ્રયત્નો ના કરવા તેની ઈચ્છાઓ નું સન્માન કરવું.

જો તમારી અંદર આ ત્રણેય આદતો છે તો તે તમને છોડીને ક્યારેય નહીં જાય અને બીજા કોઈ છોકરાના વિશે વિચાર છે પણ નહીં અને તમારો સંબંધ લાંબો સમય સુધી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here