જાણો તમારી ઉંમરના હિસાબે ઓછામાં ઓછી કેટલા કલાક ઊંઘ લેવી જરૂરી છે

0
6835
views

આપણી દૈનિક દિનચર્યામાં ઊંઘ એક પ્રાકૃતિક અને આવશ્યક ભાગ છે, તે આપણને ઉર્જા પ્રદાન કરે છે જે સ્વસ્થ જીવન માટે આવશ્યક છે. યોગ્ય માત્રામાં લેવામાં આવેલી ઊંઘ આપણા મન તથા શરીરને સંપૂર્ણ વિશ્રામ આપે છે જેનાથી આપણે તાજગી મહેસૂસ કરી શકીએ છીએ અને ઉર્જાવાન તથા પ્રસન્ન રહીએ છીએ. અધુરી ઊંઘ (આવશ્યકતા થી વધારે, ઓછી અથવા પરેશાની વાળી ઊંઘ) ને કારણે દુઃખ, દુર્બળતા, કમજોરી, સુસ્તી વગેરે જેવી પરેશાની ઉત્પન્ન થવા લાગે છે.

જીવનશૈલીમાં અનિયમિતતા, શરાબ, કોફીનું વધારે માત્રામાં સેવન, એનર્જી ડ્રિંક્સનું સેવન વગેરે એવા કારણો છે જે તમારી ઊંઘને પ્રભાવિત કરે છે. આ બધાની વચ્ચે તંદુરસ્ત રહેવા માટે તમારે કોઇપણ રીતે પૂરી ઊંઘ લેવાની કોશિશ કરવી જોઈએ.

શરીરના યોગ્ય સંચાલન માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, આ વાત તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે “પર્યાપ્ત” ની સીમ શું છે? મતલબ કે કેટલા કલાકની ઊંઘ શરીર માટે યોગ્ય કહી શકાય. મોટા ભાગના લોકોને આ વિશે કોઇ જાણકારી હોતી નથી કે કેટલા કલાકની ઊંઘ તેમના માટે જરૂરી છે. આ બાબત પર એક રિસર્ચ કરવામાં આવ્યું અને તેમાં જણાવવામાં આવ્યું કે વ્યક્તિએ કેટલા કલાકની ઊંઘ દરરોજ લેવી જોઈએ તે તેની ઉંમર નિર્ભર કરે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ ઉંમરના વ્યક્તિએ દિવસમાં કેટલા કલાક ઊંઘ લેવી જોઈએ.

નવજાત બાળક : નવજાત બાળકને અંદાજે ૧૪ થી ૧૭ કલાક ઉંઘ લેવી જોઈએ, પરંતુ તેમને ૧૯ કલાકથી વધારે ઊંઘવા દેવા જોઈએ નહીં.

૩-૫ વર્ષની ઉંમરના બાળકો માટે : વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આ ઉંમરના બાળકો માટે ૧૦ થી ૧૩ કલાકની ઊંઘ પર્યાપ્ત ઊંઘ કહી શકાય છે. આ સિવાય ૮ કલાકથી ઓછી અને ૧૪ કલાકથી વધારે ઊંઘ આ બાળકો માટે યોગ્ય માનવામાં નથી આવતી.

૬-૧૩ વર્ષની ઉંમરના બાળકો માટે : આ બાળકો માટે નૅશનલ સ્લીપ ફાઉન્ડેશન ૯ થી ૧૧ કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે. તેમના માટે ૭ કલાકથી ઓછી અને ૧૧ કલાકથી વધારે ઊંઘ લેવી યોગ્ય માનવામાં નથી આવતી.

કિશોર અવસ્થામાં : ૧૪ વર્ષથી ૧૭ વર્ષની ઉંમરના લોકો માટે ૮ થી ૧૦ કલાકની ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ૭ કલાકથી ઓછી અને ૧૧ કલાકથી વધારે ઊંઘ લેવી તેમના માટે યોગ્ય નથી.

વયસ્કો માટે : ૧૮ વર્ષથી ૬૪ વર્ષ સુધીની ઉંમરના લોકો માટે ઓછામાં ઓછી ૭ થી ૯ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. આ સિવાય તેઓએ ૬ કલાકથી ઓછું અને ૧૧ કલાકથી વધારે બિલકુલ ઊંઘવું જોઈએ નહીં.

વૃદ્ધ માટે : ૬૫ વર્ષથી વધારેની ઉંમરના લોકોએ ઓછામાં ઓછી સાત થી આઠ કલાક ઊંઘ કરવી જોઈએ. આવા લોકોએ ૫ કલાકથી ઓછી અને ૯ કલાકથી વધારે ઊંઘ લેવી જોઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here