તમારે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ એ વાત અમારે તમને બતાવવી જરૂરી નથી. કારણ કે એ બાબત દરેક વ્યક્તિ લગભગ જાણતો જ હોય છે. તમે એ વાત સારી રીતે જાણતા હશો કે તેનાથી ખૂબ જ ફાયદાઓ થાય છે. કારણકે તમે જેટલું વધારે પાણી પીશો, તમારા શરીરની અંદર બીમારીઓ સાથે લડવાની ક્ષમતા એટલી જ વધતી જશે. પરંતુ શું તમે જાણો છો કે પાણીને યોગ્ય રીતે ન પીવામાં આવે તો તમે ઘણી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો.
જાણો શા માટે ઊભા રહીને પાણી ન પીવું જોઈએ. આયુર્વેદના નિયમ અનુસાર આપણે ક્યારેય પણ ઊભા રહીને પાણીના પીવું જોઈએ. તેનાથી આપણા શરીરની અંદર ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે. તો ચાલો અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી જણાવીએ કે ઊભા રહીને પાણી પીવાથી કયા કયા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
કિડનીની બીમારી
આપણે બધાએ વાતને જાણીએ છીએ કે કિડનીનું કામ, આપણા શરીરમાં પાણીને ગાળીને મોકલવાનું હોય છે. જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો તે પાણી યોગ્ય રીતે તમારે કિડનીમાં ગળાઈને શરીરમાં નથી જતું. જેના લીધે તમને કિડનીની બીમારી થઇ શકે છે અને મૂત્રાશય તથા લોહીમાં ગંદકી ધીરે ધીરે જમા થવા લાગે છે.
પેટની બીમારી
ઉભા રહીને પાણી પીવાથી પાણી અન્નનળીમાંથી પસાર થઈને ઝડપથી નીચે ચાલ્યું જાય છે. જેના લીધે પેટની અંદરની દીવાલો અને આસપાસના અંગોને પાણીના પ્રવાહથી નુકસાન પહોંચે છે. દરરોજ આવું થવાથી તમારી પાચન શક્તિ બગડી શકે છે અને હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે.
સંધિવા ની સમસ્યા
જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ ત્યારે તેનાથી સૌથી મોટી સમસ્યા સંધિવાની થાય છે. કારણ કે જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છે તો તે પાણી ઘૂંટણ માં રહેલ તરલ પદાર્થના સંતુલનને ખરાબ કરી દે છે. જેના લીધે ઘુંટણમાં દુખાવાનો સમસ્યા ઊભી થાય છે.
ઉપર આપવામાં આવેલ બીમારીઓ વિશે જાણકારી બાદ આશા છે કે તમે બધા પાણી ખૂબ જ માત્રામાં બેસો પરંતુ તેની સાથોસાથ યોગ્ય રીતે પીવું પણ ખૂબ જ જરૂરી છે. જેથી તમે આ બધી બીમારીઓને આમંત્રણ આપી શકો અને આ બધી બીમારીઓને પોતાના જીવનમાં સામેલ કરવાથી રોકી શકો.