દેવોના દેવ મહાદેવને બધા દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ માનવમાં આવેલ છે અને તેમની ભક્તિ કરવા વાળા લોકોની પણ દુનિયાભરમાં કમી નથી. મોટા ભાગના લોકો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો અજમાવે છે અને તેમની પૂજા અર્ચનામાં તલીન્ન રહે છે. દરેક ભક્ત એવું જ ઈચ્છે છે કે ભોલેનાથ તેમની ભક્તિથી જલ્દી પ્રસન્ન થાય અને તેમનો આશીર્વાદ હંમેશા તેમના પર રહે.
મોટા ભાગના લોકો તેમના જીવનની તકલીફોને દૂર કરવા માટે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરે છે. એવું કહેવામા આવે છે કે જે વ્યક્તિની ભક્તિથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય જાય છે તે વ્યક્તિના જીવનના બધા દુ:ખ-દર્દો દૂર થઈ જાય છે.
આ વર્ષે જુલાઇ મહિનો ખૂબ જ વિશેષ રહેવાનો છે, જુલાઇ મહિનામાં ભગવાન શિવની આરાધના વાળો ખાસ મહિનો શ્રાવણ માસ શરૂ થવાનો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું ખૂબ જ મહત્વ માનવમાં આવે છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવજીને અતિપ્રિય છે. આ મહિનામાં ભક્તો અલગ-અલગ ઉપાયો કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટેની કોશિશમાં લાગી રહે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે શ્રાવણ મહિનો ૧૭ જુલાઈ, ૨૦૧૯ ના રોજ આરંભ થઇ રહેલ છે.
શ્રાવણના પવિત્ર મહિનામાં જો થોડા ઉપાયો કરવામાં આવે તો તેનાથી મહાદેવ તમારી દરેક મનોકામના પૂરી કરે છે. આજે અમે તમને શ્રાવણ મહિનામાં થોડા એવા અચૂક ઉપાયો વિશે જાણકારી આપીશું જેને કરવાથી ભગવાન ભોલેનાથ તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી જ સમસ્યાઓથી તમને છુટકારો અપાવશે.
શ્રાવણ મહિનામાં કરો આ ઉપાય
- જો તમે ઇચ્છો છો કે તમારી અધુરી મનોકામનાઓ જલ્દી ભગવાન શિવજી પુરી કરે તો તેના માટે તમારે શ્રાવણ મહિનામાં દરરોજ નિયમિત રૂપથી ૨૧ બિલિપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પિત કરો.
- હંમેશા જોવામાં આવેલ છે કે ઘર પરિવારમાં કોઈને કોઈ પ્રકારથી પરેશાનીઓ ઉત્પન્ન થતી રહે છે, જો તમારા ઘરમાં પણ કોઈ પરેશાની ઉત્પન્ન થઈ રહી હોય તો આ સ્થિતિમાં તમે શ્રાવણ મહિનામાં દરરોજ સવારે પોતાના ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગૂગળ ની ધૂપ કરો. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થશે અને તમારા ઘર પરિવારમાં ખુશીઓ આવશે.
- જો કોઈના લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થઈ રહી હોય તો તેવામાં વિવાહમાં આવતી બાધાઓ દૂર કરવા માટે શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર પેસર મિક્સ કરેલું દૂધ અર્પિત કરો, તેનાથી ખૂબ જ જલદી વિવાહનો યોગ બને છે.
- જો તમે શ્રાવણ મહિનામાં દરરોજ નિયમિત રૂપથી નંદીને લીલો ચારો ખવડાવો છો તો તેનાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને સાથોસાથ માનસિક ચિંતા હોવાથી પણ છુટકારો મળશે. આ ઉપાયને કરવાથી તમારું મન પણ હંમેશા ખુશ રહેશે.
- જો તમે શ્રાવણ મહિનામાં દરરોજ નિયમિત રૂપથી નિર્ધન લોકોને ભોજન કરાવો છો તો તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ની કમી રહેતી નથી. આ સિવાય પિતૃઓના આત્માને પણ શાંતિ પ્રાપ્ત થાય છે.
- સાથોસાથ શ્રાવણ મહિનામાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવાથી ધનલાભ થવાના યોગ બને છે. જ્યારે તમે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો ત્યારે તમારા મનમાં ભગવાન શિવજીનું ધ્યાન જરૂર ધરવું.
- જો તમે શ્રાવણ મહિના માં દૂધમાં કાળા તલ ઉમેરીને ચાંદીના લોટાથી શિવલિંગ પર અર્પિત કરો છો તો તેનાથી તમારી બધી જ પ્રકારની બીમારીઓમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે.