જમતા સમયે શા માટે ના બોલવું જોઈએ? જાણો તેનું સાચું કારણ

0
292
views

શું તમને ખબર છે જમતી વખતે કેમ બોલવું જોઈએ નહીં નથી ખબર તો આજે તમને તેના વિશે જણાવીશું. તમે હંમેશા મોટા ઉંમરલાયક માણસોથી સાંભળી હશે કે જમતી વખતે બોલવું જોઈએ નહીં. ઘણા માણસો આ વાત ઉપર ધ્યાન નથી આપતા અને જમતી વખતે વાત કરતા હોય છે. આજે તમને તેના વિશે જણાવીશું તે જાણકારીથી તમે ભોજન કરતી વખતે બોલવાની આદત પર કાબૂ મેળવી શકો છો. આજની એકદમ વ્યસ્ત જિંદગીમાં બધા જલ્દી જલ્દી કામ કરવા માંગતા હોય છે અને તેવામાં ઉતાવળથી ખોરાક લેવો તે પણ એક ખરાબ આદત છે.

તમને નાનપણથી જ ભોજન કરતી વખતે અમુક ખાસ વાતો શીખવાડવામાં આવે છે જેમ કે ભોજન કરતા પહેલા સાબુથી હાથ ધોવા જોઈએ,અને ખોરાક ચાવીને લેવો જોઈએ, જમ્યા પછી તુરંત પાણી ના પીવું જોઈએ, અને ભોજન સમયસર લેવું જોઈએ, ભોજન કરતાં સમયે બોલવું જોઈએ નહીં ઘણા માણસો આ નિયમને ફોલો કરે છે પરંતુ ભોજન કરતા સમયે બોલવાની આદત હજુ પણ ઘણા માણસો માં જોવા મળે છે.

ભોજન કરતાં સમયે કેમ બોલવું જોઈએ નહીં

જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે તેની સાથે લાર પણ બનતી હોય છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે પરંતુ જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે હવા આપણા પેટ ની અંદર જાય છે. જે પાચન ક્રિયામાં સમસ્યા ઉત્પન્ન કરે છે એટલે એવું પણ કહેવામાં આવે છે કે ખોરાકને મોઢું બંધ કરીને ખાવું જોઈએ જેનાથી હવા પેટમાંના જાય અને પાચન ક્રિયામાં કોઈ સમસ્યા ઉત્પન્ન ના થાય.

તે ઉપરાંત તમને ખબર જ હશે કે આપણા શરીરમાં શ્વાસ લેવા અને ભોજનને પેટ સુધી પહોંચાડવા માટે બે અલગ-અલગ નળી હોય છે. એક નડી શ્વસનતંત્રની હોય છે જેનાથી હવા સીધી ફેફસાં સુધી જાય છે. અને બીજી નળી પેટ સાથે સંકળાયેલી હોય છે જેનાથી તમારા દ્વારા ચાવીને લેવાયેલો ખોરાક પેટ સુધી પહોંચે છે.

જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે પેટ સાથે સંકળાયેલી નળી ખૂલી જાય છે અને જેના દ્વારા ખોરાક સીધો પેટ સુધી પહોંચી જાય છે. પરંતુ જ્યારે આપણે ખોરાકની સાથે વાતો કરીએ છીએ ત્યારે ખોરાકની નળી સાથે શ્વાસનળી પણ ખુલી જાય છે અને તેથી ભોજન  શ્વાસનળીમાં ફસાઈ જવાનો જોખમ રહે છે. જો ભૂલથી પણ ખોરાક નો ટુકડો શ્વાસનળીમાં ફસાઈ જાય છે તો માણસને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સ્થિતિ વધુ સમય સુધી રહે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે.

તો તમે જાણી ગયા હશો કે ખોરાક લેતા સમયે કેમ બોલવું જોઈએ નહીં. તમને જણાવી દઈએ તો અત્યાર સુધી ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમાં માણસને શ્વાસનળીમાં ખોરાક નો ટુકડો ફસાવાથી તે વ્યક્તિનો શ્વાસ રૂંધાઈ ગયો છે. જો તમને પણ ભોજન કરતાં સમયે બોલવાની આદત હોય તો તમારે એ આદત સુધારવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here