ISRO એ લેંડર વિક્રમ સાથે જોડાયેલ સારા સમાચાર આપ્યા

0
624
views

ઈસરોએ એક સારા સમાચાર આપ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં ઇસરોના અધિકારીએ કહ્યું કે, ચંદ્રયાન -2 લેન્ડર વિક્રમને કોઈ નુકસાન થયું  નથી. લેન્ડર સલામત છે અને ઇસરો ફરીથી તેના સંપર્કમાં આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. લેન્ડર એક ટુકડામાં છે, ટુકડાઓમાં તૂટેલું નથી.

અમે લેન્ડરના સંપર્કમાં આવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. ઇસરોની ટેલિમેટ્રી (ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) ટીમ તેમાં કામ કરી રહી છે. આશા છે કે જલ્દી જ વિક્રમનો સંપર્ક થઈ શકશે. આ અગાઉ 8 સપ્ટેમ્બરે, ઓર્બિટરે વિક્રમનું સ્થાન શોધી કાઢયું હતું. 8 મીએ ઇસરોના વડા કે શિવાન દ્વારા આ વાત જણાવવા માં આવી હતી. શિવનને કહ્યું હતું કે ચંદ્રની પરિક્રમા કરનાર ઓરબીટર એ વિક્રમની થર્મલ ઇમેજ લીધી  છે.

આગામી 12 દિવસ ઇસરો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ચંદ્રનો એક દિવસ પૃથ્વી પર 14 દિવસ જેટલો છે અને અત્યારે  2 દિવસ પસાર થયા છે. આવી સ્થિતિમાં, આગલા 12 દિવસ ચંદ્ર પર ઉજાસ રહેશે. આ પછી ચંદ્ર પર એક રાત હશે જે 14 દિવસની રહેશે. અંધારામાં વિક્રમનો સંપર્ક કરવામાં ઇસરોને મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિ માં, જો આવતા 12 દિવસમાં વિક્રમનો સંપર્ક ન થઈ શક્યો,  તો ઇસરોની રાહ લાંબી રહેશે.

ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાના  ભારતના પગલાને શનિવારે વહેલી તકે આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે ચંદ્રયાન-2 લેંડર વિક્રમનો સંપર્ક ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમીની ઉચાઇએ તૂટી  ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here