IPL – 2020 માટે બધી ટીમોએ પોતાની કમર કસી લીધી છે. બધી જ ટીમોએ પોતાના ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરી દીધા છે. દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ આઇપીએલ માટે આગલા મહિને ખેલાડીઓની હરાજી થશે. રિલીઝ કરવામાં આવેલ ખેલાડીઓની ફરીથી બોલી લગાવવામાં આવશે.
બધી ટીમોએ પોતાના પર્સમાં હરાજી માટે પૈસા બચાવ્યા છે, જેથી તેઓ ઓક્શન વાળા દિવસે સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી શકે. પરંતુ શું તમે જાણો છો કે પહેલી આઇપીએલ બાદ હરાજીમાં સામેલ નહીં થનાર ચેન્નઈ સુપર કિંગના કેપ્ટન એમએસ ધોનીને કેટલા પૈસા મળે છે. તો ચાલો તમને જણાવીએ કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને એમએસ ધોનીને તેમની ફ્રેન્ચાઇઝીએ દ્વારા કેટલા કરોડ આપવામાં આવે છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોનીને આઇપીએલમાં સૌથી વધારે પૈસા મળે છે. આ ત્રણેયની આસપાસ પણ કોઈ ખેલાડી નથી, જેમને આટલી રકમ આપવામાં આવતી હોય. વિરાટ કોહલીની આઇપીએલની સેલરી રોહિત શર્મા અને એમ એસ ધોની કરતાં થોડી વધારે છે. આ વાતની જાણકારી જાતે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા સાર્વજનિક કરવામાં આવી હતી.
કેપ્ટન તરીકે આઇપીએલ માં એક પણ ટ્રોફી નહીં જીતનાર વિરાટ કોહલીને લીગમાં સૌથી વધારે પૈસા મળે છે. વિરાટ કોહલીને આઇપીએલની એક સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ૧૭ કરોડ રૂપિયા આપવામાં આવે છે. વળી મુંબઈ ઈન્ડિયન્સને સૌથી વધારે ચાર વખત ટ્રોફી જીતાડનાર રોહિત શર્માને પોતાની ટીમના માલિકો ૧૫ કરોડ રૂપિયા જેવી રકમ એક સીઝન માટે આપે છે. આટલી જ રકમ ચેન્નઈ સુપર કિંગ ના કેપ્ટન એમએસ ધોનીને પણ મળે છે. ધોનીએ ચેન્નઇ સુપરકિંગને ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવેલ છે.
કેપ્ટન સિવાય સૌથી વધારે રકમ દિલ્હી કેપિટલ્સ ના વિકેટકીપર રિષભ પંતને મળે છે. પંતને દિલ્હી પાસેથી એક સીઝન માટે ૧૫ કરોડ રૂપિયા મળે છે. ત્યારબાદ ચાર ખેલાડી એવા છે જેઓ ને ૧૨ કરોડ રૂપિયા મળે છે. જેમાં સુનિલ નારાયણ, બેન સ્ટ્રોકસ, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરનું નામ સામેલ છે. તે સિવાય હાર્દિક પંડ્યા, સુરેશ રૈના, કેએલ રાહુલ, મનીષ પાંડે અને એબી ડિવિલિયર્સની ૧૧-૧૧ કરોડ રૂપિયા મળે છે.