IPL Auction : આ છે ટોપ ૬ મોંઘા ખેલાડી, ઓક્શનમાં તેમના પર થયો પૈસાનો વરસાદ

0
297
views

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ માટે ગુરૂવારના IPL-2020 ના ઓકશનમાં ખૂબ જ પૈસા વરસ્યા. કમિન્સ માટે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ખૂબ જ ટક્કર ચાલી, જેમાં બાદમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ પણ સામેલ થયું અને ૧૫.૫૦ કરોડ રૂપિયામાં પોતાની સાથે લઈ ગયું. તેની સાથે જ કમિન્સ આઇપીએલ ઇતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા. આવું એક વખત નજર નાંખીએ આઇપીએલ ૨૦૨૦ ના ટોપ મોંઘા ખેલાડીઓ પર.

પેટ કમિન્સ (કોલકત્તા નાઈટ રાઈડર્સ) ૧૫.૫૦ કરોડ

કમિન્સ આઇપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા. તેઓએ બેન સ્ટ્રોકસને પાછળ કરી દીધા. સ્ટ્રોકસને ૧૪.૫૦ કરોડ રૂપિયામાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ દ્વારા ૨૦૧૭ની સિઝનમાં ખરીદવામાં આવેલ હતો. કમિન્સ બે કરોડની બેઝ પ્રાઈઝ સાથે આવ્યો હતો. કમિન્સની પાસે યુવરાજસિંહને પાછળ છોડીને આઈપીએલ ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી બનવાનો મોકો આવ્યો હતો પરંતુ તેઓ ચૂકી ગયાં. યુવરાજ સિંહને દિલ્હી ડેરડેવિલ્સે ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઇલેવન પંજાબ) ૧૦.૭૫ કરોડ

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલનું ખિસ્સું પણ ગરમ થયું હતું. કિંગ્સ ઇલેવન પંજાબે મેક્સવેલ માટે ખૂબ જ મહેનત કરી હતી. તેમાં દિલ્હી કેપિટલ્સ પણ સામેલ હતી. અંતમાં મેક્સવેલને તેમની જૂની ટીમ પંજાબે ૧૦.૭૫ કરોડ રૂપિયામાં પોતાના નામે કરી લીધો હતો. મેક્સવેલ બે કરોડની બેઝ પ્રાઈસ સાથે આવ્યો હતો.

ક્રિસ મોરિસ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) ૧૦ કરોડ

પાછલી સિઝનમાં દિલ્હી માટે રમનાર દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસ, આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમશે. બેંગલોરે તેમના માટે ૧૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેની બેઝ પ્રાઈસ ૧.૫૦ કરોડ હતી.

શેલ્ડન કોટરેલ (કિંગ્સ ઇલેવન પંજાબ) ૮.૫૦ કરોડ

પોતાના આર્મી સેલ્યુટ માટે પ્રખ્યાત વેસ્ટ ઈન્ડિઝના શેલ્ડન કોટરેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને સાથે પદાર્પણ કરશે. વેસ્ટ ઇન્ડીઝના આ બોલર માટે પંજાબે ઓક્શનમાં ૮.૫૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ પહેલા શેલ્ડન કોટરેલ ક્યારેય પણ આઇપીએલમાં રમ્યો નથી. ટી-૨૦ માં વિન્ડીઝ માટે તેઓએ સારું પ્રદર્શન કર્યું હતું જેનો ફાયદો તેમને મળ્યો. પંજાબ સિવાય દિલ્હી કેપિટલ્સ પણ તેમના માટે બોલી લગાવી રહી હતી, પરંતુ અંતમાં પંજાબ બાજી મારી ગઈ.

નાથન કુલ્ટર નાઇલ (મુંબઇ ઇન્ડિયન્સ) ૮ કરોડ

ઓસ્ટ્રેલિયાનો નાથન કુલ્ટર નાઇલ પણ પોતાના ખિસ્સામાં સારી એવી રકમ લઈ જવામાં સફળ રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે તેમના માટે બોલી લગાવવામાં આવી હતી. જેમાં હાલના વિજેતા મુંબઈએ ૮ કરોડ લઇને ઓસ્ટ્રેલિયાના આ બોલરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

શિમરોન હેટમેયર (દિલ્હી કેપિટલ્સ) ૭.૭૫ કરોડ

ચેન્નઈમાં રમાયેલ પહેલી વન-ડે માં વેસ્ટ ઈન્ડિઝ માટે ભારત વિરુદ્ધ શાનદાર સતક બનાવનાર બેટ્સમેન શિમરોન હેટમેયર આઈપીએલની આવતી સિઝનમાં દિલ્હી કેપિટલ્સની જર્સીમાં જોવા મળશે. ગયા વર્ષે તેઓ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર રમતા હતા, પરંતુ કોઈ કમાલ દેખાડી શક્યો ન હતો. તેમ છતાં પણ આ વખતે દિલ્હીએ તેમના માટે ૭.૭૫ કરોડ રૂપિયાની અંતિમ બોલી લગાવી હતી. તેમના માટે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી વચ્ચે લડાઈ ચાલી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here