IPCC ના રિપોર્ટમાં મોટો ખુલાસો, સમુદ્રનું જળસ્તર વધવાથી સુરત સહિત ભારતના આ ૪ શહેર ડુબી જશે

0
1632
views

કલકત્તા, મુંબઈ, ચેન્નઈ અને સુરતમાં સમુદ્રનું જળ સ્તર વધી રહ્યું છે. સમુદ્રમાં સતત જળસ્તરમાં વૃદ્ધિના લીધે ત્યાં પુર આવી શકે છે. તે સિવાય ઉત્તરભારતમાં અનેક જગ્યાએ હિમાલયના ગ્લેશિયરને પીગળવાના કારણે તીવ્ર જળસંકટનો સામનો કરવો પડે છે. તે વિશે સંયુક્ત રાષ્ટ્ર ના ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેન્ટ ચેન્જ (IPCC)  એ બુધવારે એક રિપોર્ટ જારી કર્યો અને દુનિયાને તેના વિશે ચેતવણી કરી છે.

IPCC ના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં વધતા તાપમાનના કારણે ગ્લેશિયર જે ગતિથી પીગળી રહેલ છે. તેનાથી વર્ષ 2100 માં સમુદ્રનો તળ એક મીટર સુધી વધી શકે છે. વૈશ્વિક સ્તર પર 1.4 મિલિયન થી અધિક વધુ લોકો પૂરી રીતે પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે હિમાલય અને એન્ટાર્ટિકા બરફ ખૂબ જ તેજીથી પીગળી રહ્યો છે. બરફના પીગળવાના કારણે પાણીમાં રહેતી માછલીઓ અને અન્ય જીવ પણ મરી રહ્યા છે.

ભારતીય સમુદ્રમાં આવી શકે છે પુર

રિપોર્ટમાં 45 એવા વૈશ્વિક દરિયા કિનારાના તટીય શહેર વિશે જણાવ્યું છે કે જેમાં 50 સેમી સુધી સમુદ્રમાં સ્તર વૃદ્ધિ આવી શકે છે. તેમાંથી ચાર ભારતીય બંદર શહેર પણ છે. જાણકારી પ્રમાણે સમુદ્રતટની ઘટના જે પહેલાં એક સદીમાં એક વખત થઈ હતી હવે તે દર વર્ષે અનેક ક્ષેત્રોમાં મધ્ય શતાબ્દી સુધી ઘટિત થશે.

IPCC ના રિપોર્ટના પ્રમુખ લેખક પ્રકાશનું માનવામાં આવે તો અંદમાન-નિકોબાર, માલદીવ જેવા વિસ્તારને ખાલી કરાવવા પડી શકે તેમ છે. સમુદ્રના જળસ્તરમાં વૃદ્ધિના લીધે તે જગ્યા પહેલા જેવી રહેવા લાયક નહીં રહે લોકોને ત્યાંથી નીકળવા પડશે. રિપોર્ટ અનુસાર તેનાથી બચવા માટે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ને ખૂબ જ તેજીથી ઓછો કરવું પડે અને તેની સાથે વૈશ્વિક તાપમાનની વૃદ્ધિને બે ડિગ્રી સેલ્સિયસ નીચે કરી દેવામાં આવે તો આ સ્તર સન 2100 સુધી 30 થી 60 સેન્ટીમીટર પહોંચી જશે.

કેમ પીગળી રહ્યા છે ગ્લેશિયર

IPCCની  લેન્ડમાર્ક રિપોર્ટ અનુસાર ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનનાં કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને ગ્લેશિયર ખુબ જ ઝડપથી પીગળી રહ્યા છે. બુધવારે રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર મહાસાગરો ગરમ થવાના લીધે અને સમુદ્રનું સ્તર ખૂબ જ તેજીથી વૃદ્ધિ થવાને લીધે સમુદ્રી જીવોના મૃત્યુ થઈ જશે. જેનાથી સમુદ્રી સંકટ ખૂબ જ તેજીથી વધશે. તે ઉપરાંત સમુદ્રનાં પાણીનું તાપમાન વધવાથી ભારતમાં ચક્રવાતી વાવાઝોડું જેવી સમસ્યા પણ વધશે.

પૂરનું જોખમ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવી જ રીતે બરફ કરતો રહ્યો હતો. 2050મા દુનિયા સમુદ્રતટ પર રહેતા 680 મિલિયન એટલે કે 68 કરોડ લોકોને પૂરનો સામનો કરવો પડશે અને તેનાં લીધે  તટીય દેશોમાં ઋતુમાં બદલાવ આવી જશે. આ દેશોને પૂર જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here