વેસ્ટર્ન ટોઇલેટ કરતાં ઇંડિયન ટોઇલેટ આપણાં સ્વાસ્થ્ય માટે છે વધુ સારું, જાણો તેનું કારણ

0
818
views

લાંબા સમયથી ભારતીય લોકો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા છે. પશ્ચિમ સંસ્કૃતિ નો પહેરવેશ અને તેમની રહેણીકરણી ભારતીય લોકોને વધારે આકર્ષિત કરે છે. પરંતુ શું પશ્ચિમી સભ્યતા ને અપનાવવામાં ક્યાંક આપણે પોતાની પરંપરાઓ તો નથી ગુમાવી રહ્યા ને? આ એક મોટો પ્રશ્ન છે. કોઈપણ પ્રકારના નુકસાનની ચિંતા કર્યા વગર આપણે આપણી જીવનશૈલીમાં પશ્ચિમી રીતરિવાજો અપનાવતા જઈ રહ્યા છીએ. જેમાં વેસ્ટન ટોયલેટ નો ઉપયોગ પણ સામેલ છે.

આપણે ઇન્ડિયન ટોયલેટ નો ઉપયોગ ધીરે-ધીરે બંધ કરી રહ્યા છીએ. જોકે આ આપણી સૌથી મોટી ભૂલ માનું એક છે. આના પર હંમેશા વાદવિવાદ થાય છે કે ઇન્ડિયન ટોયલેટ અને વેસ્ટર્ન ટોયલેટ માં સૌથી વધારે સારુ ક્યું છે. આ શંકાનું સમાધાન કરવા માટે અમે આ આર્ટીકલમાં વૈજ્ઞાનિક તથ્યો વિશે જણાવીશું. ત્યારબાદ તમારે જાતે જ નક્કી કરવાનું છે કે તમારે શું કરવું જોઈએ.

ઇન્ડિયન ટોયલેટ વધારે સ્વચ્છ

તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ડિયન ટોયલેટ વેસ્ટર્ન ટોયલેટ ની તુલનામાં વધારે સ્વચ્છ હોય છે. ઇન્ડિયન ટોયલેટ માં સૌચાલય ની સીટ સાથે તમારા શરીરને કોઈ સીધો સંપર્ક નથી. આ પ્રકારે પેશાબના સંક્રમણનું કોઈ જોખમ રહેતું નથી. જોકે વેસ્ટન ટોયલેટમાં આપણી ત્વચા ટોઇલેટ સીટ ના સીધા સંપર્કમાં રહે છે. આ સિવાય વેસ્ટન ટોઇલેટનો ઉપયોગ કરતાં લોકો પોતાને સાફ કરવા માટે ટોયલેટ રોલ પસંદ કરે છે. બીજી તરફ ઇન્ડિયન ટોયલેટ માં પાણી નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે ઇન્ડિયન ટોયલેટ વધારે સ્વચ્છ અને સ્વસ્થ છે.

ટોઇલેટ ની સાથે એક્સરસાઇઝ પણ

ઇન્ડિયન ટોઇલેટનો ઉપયોગ કરવો એ એક પ્રકારનો વ્યાયામ છે. આ એક એવા પ્રકારનો વ્યાયામ છે જે આપણે દરરોજ સવારે કરીએ છીએ. આવી સ્થિતિમાં બેસવું એ આપણા પગને મજબૂત કરે છે અને તેમાં ગતિ લાવે છે. ઇન્ડિયન ટોયલેટ શરીરમાં રક્તનુ સંચારણ પણ સારું કરવા માટેનું કારણ બને છે. આ પ્રકારે આપણે કોઈપણ જીમમાં ગયા વગર વ્યાયામ કરી શકીએ છીએ. વેસ્ટર્ન ટોઇલેટ ની વાત કરવામાં આવે તો તે એક ખુરશીમાં બેસવા જેવું છે. જ્યાં તમે કોઈપણ એક્ટિવિટી નથી કરી રહ્યા હોઈએ.

પાચન ક્રિયાને મજબૂત કરે છે

ઇન્ડિયન ટોઇલેટનો ઉપયોગ કરવાથી પાચનની પ્રક્રિયા મજબૂત થાય છે. આ સ્થિતિમાં બેસવાથી ભોજનને સારી રીતે પચવામાં મદદ મળે છે. તે બાઉલ મુમેન્ટ ઉપર પણ દબાણ લાવે છે જેથી કરીને ટોયલેટ સારી રીતે નીકળી શકે. બીજી તરફ વેસ્ટન ટોયલેટમાં નીચલા શરીર પર કોઈ દબાણ નથી આવતું જે બાઉલ મુમેન્ટ ને પ્રોત્સાહિત નથી કરી શકતું.

ઇન્ડિયન ટોયલેટ કબજિયાતને રોકે છે

ઇન્ડિયન ટોયલેટ મા આપણા શરીરની સ્થિતિ શરીરના બધા જ કચરાને બહાર નીકળવામાં મદદ કરે છે. તે સારી માત્રામાં દબાણ લાવે છે અને આ પ્રકારથી પેટ પૂર્ણ રીતે સાફ થઈ જાય છે. ડોક્ટર દ્વારા કરવામાં આવેલા પ્રયોગ અને શોધ અનુસાર એક દિલચસ્પ તથ્ય જાણવા મળેલ છે. તેઓએ જાણ્યું કે ઇન્ડિયન ટોયલેટની તુલનામાં પેટ સંબંધિત સમસ્યાઓ નો ખતરો વધારે રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here