હોઠ ફાટી ગયા હોય કે કાળા થઈ ગયા હોય તો કરો આ ઉપાય, ૨ દિવસમાં થઈ જશે ગુલાબની પાંખડી જેવા મુલાયમ

0
511
views

બધાને ગુલાબી હોઠની ઈચ્છા હોય છે અને હોઠને ગુલાબી કરવા માટે લોકો ઘણા પ્રયોગો પણ કરતા હોય છે. પરંતુ આટલું કરવા છતાં પણ તેમના હોઠ ગુલાબી નથી થતા. જો તમારા હોઠ પણ કાળા હોઈ અને તમે તેને ગુલાબી કરવા માંગતા હોય તો બજારમાં મળતા લિપ બામ અને સ્ક્રબનો પ્રયોગ કરવાની જગ્યા એ તમે નીચે બતાવેલ સ્ક્રબનો ઉપયોગ કરો. આ સ્ક્રબ તમે સહેલાઇ થી ઘરમાં બનાવી શકશો અને આને હોઠ પર લગાવાથી હોઠ એકદમ મુલાયમ અને ગુલાબી થઈ જશે.

બીટ

બીટને સ્વાસ્થ્ય માટે લાભ દાયક માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીરમાં લોહી ની ખપત નથી થતી. વળી બીટનો રંગ ગુલાબી હોઈ છે અને એને ખાવાથી હોઠ ને કુદરતી રીતે ગુલાબી કરી શકાય છે. બીટને સુકાવીને તેનું સ્ક્રબ તૈયાર કરી લો અને તેને રોજ હોઠ પર લગાવી લો. આ સ્ક્રબને હોઠ પર લગાવા થઇ હોઠ ગુલાબી થઈ જશે.

આ રીતે તૈયાર કરો સ્ક્રબ

એક બીટને કાપીને ધોઈ લ્યો અને થોડા દિવસો માટે તડકામાં મૂકી રાખો. જ્યારે તે સારી રીતે સુકાઈ જાય ત્યારે તેને પીસી લ્યો અને પાઉડર તૈયાર કરી લ્યો. પછી ખાંડને પીસીને તેમાં આ પાવડરમાં મેળવી દયો. આ સ્ક્રબને ડબ્બામાં બંધ કરી રાખી દયો. પછી જ્યારે તમે આ સ્ક્રબ વાપરો ત્યારે એમાં ગ્લિસરીન નાખીને હોઠ પર લગાવો અને પછી પાણી થઈ સાફ કરી લો. સાફ કર્યાની સાથેજ હોઠ પર ગુલાબી રંગ નિખારસે જે લાંબા સમય સુધી રહેશે.

ચોખા

ચોખાની મદદ થી પણ હોઠની કાળાશ દૂર કરી શકાય છે. થોડાક ચોખા લઈને એને સારી રીતે પીસી લો પછી એની અંદર વેસલીન ભેળવીને સ્ક્રબ તૈયાર કરી લો. આ સ્ક્રબ ને હોઠ પર ૩ મિનિટ સુધી ઘસો. આમ કરવાથી હોઠ ઉપર જામેલી કાળાશ દૂર થઈ જશે અને હોઠ ચમકવા લાગશે તથા મુલાયમ થઈ જશે.

ગુલાબ

તમે ગુલાબના થોડા ફૂલ લઈને એના પાંદડા તોડી લો. પછી આ પાંદડાને ધોઈને સુકવી દયો. જ્યારે આ પાંદડા સરખી રીતે સુકાઈ જાય તો એને પીસી લો. આ પછી તમારા મિક્સચરમાં થોડીક ખાંડને પણ પીસી લો અને એમાં આ પાઉડર ઉમેરો. આ મિશ્રણમાં થોડુંક મધ ઉમેરીને સ્ક્રબ તૈયાર કરી લો અને આને હળવા હાથે હોઠ પર ઘસો. આ સ્ક્રબ નો ઉપયોગ કરવાથી શરદીમાં હોઠ પણ નથી ફાટતા અને કાળાશ પણ ખતમ થઈ જાય છે.

આ બધી વસ્તુ કરવાની સાથે રોજ રાતના સુતા પહેલા તમારા હોઠ પર બદામનું તેલ પણ લગાવી શકાય. બદામના તેલમાં વિટામિન-ઈ હોઈ છે જે ત્વચાને ગોરી કરે છે અને ત્વચા મુલાયમ પણ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here