હોટેલવાળા ગ્રાહકોથી છુપાવે છે આ ૧૦ બાબતો, છેલ્લું તો જરૂર વાંચી લેજો

0
655
views

જ્યારે પણ આપણે ઘરથી દૂર અન્ય શહેરમાં જઈએ છીએ ત્યારે રોકાવા માટે હોટલનો ઉપયોગ કરીએ છીએ. આ હોટેલનું ભાડું એક રાતનું ભાડું ૨-૩ હજાર રૂપિયાથી લઇને લાખો રૂપિયામાં હોઈ શકે છે. જ્યારે તમે આટલી મોટી રકમ આપી રહ્યા હોય ત્યારે શક્ય છે કે તમે હોટલમાં સારી સુવિધા પણ ઈચ્છતા હોય. ખાસ કરીને જ્યારે સાફ-સફાઈ અને અન્ય ચીજોની વાત આવે તો બધુ પરફેક્ટ હોવું જોઈએ. બહારથી જોવા પર તો તમને હોટલ ખૂબ જ સારી લાગશે અને તેમનો સ્ટાફ પણ ખૂબ જ વિનમ્ર લાગે છે. પરંતુ હકીકતમાં હોટલમાં ઘણી એવી જ હોય છે જે તમારાથી છૂપાવવામાં આવે છે. આજે એ બધી વાતો અમે તમારી સમક્ષ લાવવાના છીએ.

રૂમની સાફ-સફાઈની હકીકત

હોટલના રૂમમાં એક મહિનામાં ઘણા લોકો રોકાયેલા હોય છે. હવે આ લોકો રૂમમાં શું શું કરે છે તે કોઈને ખબર નથી હોતી. હોટલવાળા રૂમની બેડશીટ ભલે બદલી આપતા હોય પરંતુ રજાઈ અથવા બેડ કવર મહિનાઓ સુધી બદલતા નથી. ઘણી વખત તેમની સફાઈ પણ યોગ્ય રીતે કરવામાં આવી હતી નથી.

ગ્લાસને સાફ નહીં પરંતુ પોલિશ કરવામાં આવે છે

રૂમની જેમ ગ્લાસનો પણ આવો જ હાલ હોય છે. તેને કેમિકલ લગાવીને ચમકાવવામાં આવે છે. ઘણી વખત તેને પાણીથી પણ જોવામાં આવતા નથી. રૂમમાં રાખવામાં આવેલ ફર્નિચરને પણ કેમિકલથી ચમકાવવામાં આવે છે. અમુક વખત તો ગ્લાસને બાથરૂમના પાણીથી જ સાફ કરવામાં આવે છે.

માંકડ અને જીવજંતુઓ

હોટલવાળા ક્યારે પણ નહીં જણાવે કે તેમના રુમના બેડ પર માંકડ અથવા અન્ય જીવજંતુઓ મળી શકે છે. તે તમારી રાત ખરાબ કરી શકે છે. એટલા માટે રૂમ લેતા પહેલાં આ વાત ક્લિયર કરી દો અથવા જાતે ચેક કરી લો.

મૃત્યુ અથવા આત્મહત્યા

હોટલમાં ઘણી વખત એવું બને છે કે કોઈ કસ્ટમર મૃત્યુ પામે છે. ઘણી વખત કોઈ બિમાર દર્દીઓ પણ હોટલમાં રોકાયેલા હોય છે. તેવામાં તેમના કીટાણુઓ હોટલમાં પહેલાથી જ રહેલા હોય છે. આવી રીતે તમારા સ્વાસ્થ્ય માટે પણ એક પ્રકારનું રિસ્ક રહેલું હોય છે.

અકસ્માત

ઘણીવાર હોટલમાં બેદરકારી અથવા પર્યાવરણ સુરક્ષા ઉપકરણ ન હોવાને કારણે અકસ્માત પણ થાય છે. જેમ કે સીડી પરથી પડી જવું, હોટેલમાં કોઈ અણીદાર અથવા ખુલ્લી ચીજ ને લીધે હાથ પર ઘાવ થવો અથવા તો લિફ્ટની ગરબડના કારણે કોઈનો જીવ જવો અથવા ઘાયલ થવું વગેરે. એટલા માટે હોટલમાં ચેક ઈન કરતા પહેલા તેના બેક ગ્રાઉન્ડ પર રીસર્ચ જરૂર કરી લો અથવા ઓનલાઈન રીવ્યુ જોઈ લો.

આગ કાબુમાં કરવાની સુવિધા ન હોવી

કોઈપણ હોટલમાં આગ લાગવાનો ખતરો હંમેશા રહે છે. તેવામાં બની શકે છે કે હોટલમાં આવી પરિસ્થિતિને સંભાળી લેવા માટે પર્યાપ્ત ઉપકરણના હોય અથવા પહેલા પણ આવા પ્રકારનો કોઈ અકસ્માત બની ચૂક્યો હોય.

સેલિબ્રિટી

તમે જે હોટલમાં રોકાયેલા હોય ત્યાં કોઈ ફેમસ સેલિબ્રિટી પણ રોકાયેલ હોય. પરંતુ હોટલવાળા આ વાતને જાહેર કરતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે આ સેલિબ્રિટીની પ્રાઇવેટ લાઇફમાં કોઈ દખલઅંદાજી ના થાય.

વસ્તુઓનું ગાયબ થવું અથવા ખોવાઈ જવું

હોટલમાં હંમેશા લોકો પોતાનો સામાન ભૂલી જાય છે. તેવામાં તમે બાદમાં પોતાનો સામાન લેવા જાઓ તો જરૂરી નથી કે હોટલવાળા ઈમાનદારીથી તેને પરત આપી દે. હોટલમાં કામ કરી રહેલ કર્મચારીઓ તમારો ભુલાઈ ગયો સામાન ઉઠાવીને છુપાવી શકે છે. તેવામાં આ બાબતને લઈને હોટેલ વિશે રીવ્યુ કેવા છે તે જરૂર જાણી લેવું.

હોટેલવાળા પણ તમારા રૂમનો ઉપયોગ કરી શકે છે

જ્યારે તમે હોટલમાં પોતાનો રૂમ છોડીને ફરવા માટે જાઓ છો તો તે દરમિયાન હોટલવાળા તમારા રૂમનો ઉપયોગ કરી શકે છે. તેમની પાસે હોટલના રૂમની એક એકસ્ટ્રા ચાવી હોય છે.

વેશ્યાવૃતિ

ઘણા હોટેલ એવા પણ હોય છે જ્યાં વેશ્યાવૃત્તિનો ધંધો પણ ચાલતા હોય છે. તેવામાં આવું વાતાવરણ કદાચ તમારા ફેમિલી માટે યોગ્ય ના હોય, એટલા માટે આ બાબતની તપાસ પહેલાથી કરી લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here