મુંબઇની પ્રતીક્ષાની ઉંમર માત્ર 24 વર્ષની છે. પ્રતિક્ષા દાસ એકમાત્ર એવી મહિલા છે જે મુંબઇના ખાડાવાળા રસ્તા ઉપર BEST (Brihanmumbai Electricity Supply and Transport) બસ ચલાવવાનું શીખે છે. તેની પાસે બસ ચલાવવાનું લાઇસન્સ પણ છે. પ્રતીક્ષા તાજેતરમાં જ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. પ્રતીક્ષા કહે છે કે ભારે વાહનો ચલાવવાનો તેનો પ્રેમ નવો નથી. તેણે પહેલા બાઇક ચલાવવાની શરૂઆત કરી, પછી મોટી કાર અને હવે તે બસો અને ટ્રકો ચલાવી શકે છે. તેને આ કરવાનું ગમે છે.
પ્રતીક્ષા બસ ડેપોના અભ્યાસ માર્ગ પર પ્રેક્ટિસ કરી રહી છે. પ્રતીક્ષાએ કહ્યું, “કોણ કહે છે કે મહિલાઓ ડ્રાઇવરની સીટ પર ન હોઈ શકે? મેં તેનું સ્વપ્ન જોયું છે અને આજે હું અહીં છું. આ ખૂબ જ ખાસ છે અને હું ગયા વર્ષથી તેની રાહ જોઈ રહી હતી. હકીકતમાં, દરેક વ્યક્તિ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે, તેને ફક્ત તેની ધૂન હોવી જોઈએ.”
BEST ટ્રેનર પણ આશ્ચર્યચકિત
તેની ઉંમરની યુવતીઓ શોપિંગ જવાનું પસંદ કરે છે પરંતુ પ્રતીક્ષા બસ ચલાવવાનું પસંદ કરે છે. તે બેધડક થઈને બસ ચલાવે છે અને કહે છે કે તે એનજોય કરે છે. પ્રતીક્ષાએ કહ્યું, “મેં ગયા મહિને મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી અને મને આરટીઓ અધિકારી બનવાની ઇચ્છા પણ હતી. આ લક્ષ્ય માટે મને ભારે વાહનો માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર હતી. કારણ કે તે ફરજિયાત છે. હું બસ ડ્રાઇવિંગ શીખવા માંગતી હતી, તેથી આ ઠીક હતું. હકીકતમાં હું રસ્તા પર અલગ અલગ ગાડીઓ ચલાવવા માંગુ છું. જ્યારે હું આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં મારા મામાની બાઇક ચલાવવાની શરૂઆત કરી. મેં બે દિવસમાં ઘોડેસવારી પણ શીખી.”
પ્રતીક્ષાએ જણાવ્યું હતું કે જ્યારે તે બસમાં ચડી ત્યારે તેનો BEST ટ્રેનર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેમણે કહ્યું, “મને યાદ છે કે જ્યારે પહેલીવાર BEST બસના પ્રશિક્ષકોને કોઈ છોકરીને તાલીમ આપવાનું કહેવામાં આવ્યું હતું. તેઓ કહેવા લાગ્યા કે આ છોકરી ચલાવી શકશે કે નહીં?”
“અને મેં તે કરી બતાવ્યું”
પ્રતીક્ષામાં કહ્યું કે, બસ ચલાવવા માટે તમને ઘણી તાકાતની જરૂર છે, કારણ કે તેના પૈડાં ફેરવવા માટે ઘણી તાકાત લાગે છે. લોકોએ તેને કહ્યું તે ઘણી નાની છે, શું તે બસ દોડાવી શકશે? તેમણે કહ્યું, “લોકો મારી ૫.૪ ઇંચની ઉચાઈની વાતો કરતા રહ્યા અને મેં તે કરી બતાવ્યું.”