હેલ્મેટ અને લાઇસન્સ વગર ગાડી ચલાવવા પર હવે પહેલા કરતાં ઘણો વધારે ભરવો પડશે દંડ, જુઓ નવું લિસ્ટ

0
276
views

કેન્દ્રીય સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભા બાદ બુધવારના રોજ રાજ્યસભામાં મોટર વાહન વિધેયક મંજુર કરાવી લીધેલ છે. આ બીલના પક્ષમાં ૧૦૮ મતો પડેલ હતા તો વળી વિપક્ષમાં માત્ર ૧૮ મત પડેલ હતાં. આ બિલ દ્વારા નીતિન ગડકરીએ સડક સુરક્ષા અને પહેલાથી વધારે મજબુત બનાવવાનો દાવો કરેલ હતો. સાથોસાથ નીતિન ગડકરીએ ટ્રાફિકના નિયમો માં બદલાવ લાવીને આ બિલને બંને સદનમાં મંજુર કરાવેલ હતું. ત્યાર બાદ હવે નિયમ તોડવા વાળા પર ભારે ભરખમ દંડ લગાવવામાં આવશે અને તેના લીધે માર્ગ અકસ્માતોમાં પણ ઘટાડો થવાની આશા રાખવામાં આવી રહેલ છે.

નવા કાયદા અનુસાર ટ્રાફિક ના નિયમો ને પહેલા કરતાં વધારે સખત બનાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જેમાં લાયસન્સ થી લઈને હેલ્મેટ સુધીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ બીલ 16 મી લોકસભા દરમિયાન જ મંજૂર થઈ શકે તેમ હતું પરંતુ તે સમયે રાજ્ય સભા માં ખૂબ વિવાદ થયો. જેના લીધે તેને છોડી દેવામાં આવેલ હતું, પરંતુ આ વખતે આ બિલ મંજૂર થયેલ હતું. રાજ્યસભામાં બિલ પ્રસ્તુત કરતા નિતીન ગડકરીએ કહ્યું હતું કે તેઓને દુઃખ છે કે પાછલા પાંચ વર્ષોમાં માર્ગ અકસ્માતો થવાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ આ બીલને કારણે તેના પર રોક લગાવવામાં આવી શકે છે.

સંસદમાં બિલ રજૂ કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે સડક નિર્માણ માં થઇ રહેલ ભ્રષ્ટાચારને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેના લીધે હવે નવા બિલ અનુસાર સડક નિર્માણ કરતી કંપની અને એન્જિનિયરો એ જવાબ આપવાનો રહેશે. સાથોસાથ દોષી સાબિત થવા પર તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ બિલ અનુસાર હવે ચાર વર્ષથી મોટા બાળકોને પણ કારમાં સીટ લગાવી અનિવાર્ય થઈ ગયેલ છે, આવું ન કરવા પર કાર માલિક પર ભારે ભરખમ દંડ વસૂલવામાં આવી શકે છે.

નવા ટ્રાફિક નિયમો અનુસાર દંડ

નવા કાયદા અનુસાર દુર્ઘટનામાં પીડિત ઘાયલ થાય છે અથવા તો તેનું મૃત્યુ થાય છે તો આરોપી પર ક્રમશઃ 50,000 અને 2,00,000 સુધીનો દંડ લગાવવામાં આવશે, જે પહેલા 25 હજાર સુધી જ સીમિત હતો. એ સિવાય નવા કાયદા અનુસાર જો તમે લાયસન્સ વગર પકડાશે તો તમને 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે, જે પહેલા ફક્ત 500 હતો. ખતરનાક રીતે ગાડી ચલાવવા વાળા પર 5,000 રૂપિયાનો દંડ લાગશે કે જે પહેલા 500 હતો.

વધુમાં જણાવી દઈએ કે નવા કાયદા માં સેક્સન 110a અને 110b અનુસાર હવે કેન્દ્ર સરકાર પર્યાવરણના નિયમોનું પણ ઉલ્લંઘન કરનાર ગાડીઓને કરી શકે છે, જેના લીધે હવે લોકો વચ્ચે પર્યાવરણને લઈને જાગૃતતા વધશે. તમને જણાવી દઈએ કે ટુ વ્હીલર વાહનો ઉપર બેસેલા બાળકોને પણ હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત થઇ ગયેલ છે. જો કોઈ હેલ્મેટ વગર દેખાશે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે અને લાયસન્સ પણ જપ્ત કરી લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here