હાર્ટ એટેકના લક્ષણ મહેસુસ થવા પર તુરંત કરો આ કામ, બચાવી શકાય છે જીવ

0
915
views

કોઈપણ વ્યક્તિની જિંદગી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને તેનાથી વિશેષ કંઈ હોતું નથી. વ્યક્તિ પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તેની આસપાસ શું ચાલી રહ્યું છે તેની તેને જાણ હોતી નથી. હાર્ટ એટેક નું નામ સાંભળીને લોકો ગભરાઈ જાય છે પરંતુ શરૂઆતના સમયમાં તમને યોગ્ય ડોક્ટર મળી જાય તો ઈલાજ પણ કરી શકાય છે. લોકો હાર્ટ એટેક ના નામથી ગભરાય છે તેનું મુખ્ય કારણ છે કે તેઓએ પોતાની આસપાસ ઘણા લોકોને આ કારણથી મૃત્યુ પામતાં જોયાં હોય છે. પરંતુ હાર્ટ એટેક ના લક્ષણ તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.

હાર્ટ એટેક ના લક્ષણો મહેસૂસ થતા કરો આ કામ

  • હાર્ટ એટેક આવતા પહેલા છાતીમાં દુખાવો થવા લાગે છે અને ઘણી વખત તો આ દુખાવો ખભા અને જડબા સુધી પહોંચી જાય છે. આ સિવાય પીઠમાં પણ વચ્ચેના હાડકા પર ખૂબ જ દુખાવો મહેસૂસ થવા લાગે છે અને અચાનક જ આંખ સામે અંધારા આવી જાય છે. સાથોસાથ વ્યક્તિના બેભાન થવાના પણ કિસ્સા બને છે.
  • વ્યક્તિ ચાલતા ચાલતા અથવા ઉભો હોવા છતાં પણ નીચે ઢળીને પડી શકે છે અને શરીરમાંથી પરસેવો ખૂબ જ આવવા લાગે છે.

  • લક્ષણ સમજ આવવા પર સૌથી પહેલા એમ્બ્યુલન્સને ફોન કરવો.
  • તમે જે પણ જગ્યાએ અને જે સ્થિતિમાં હોય ત્યાં બેસી જવું. જો તમારી આસપાસ ખુશી અથવા સીટ છે તો તેના પર બેસી જાઓ અને કંઈ પણ ના હોય તો જમીન પર બેસી જવું કારણ કે બેસવાથી રાહત મળે છે. જો તમારા કપડાં ટાઈટ પહેરેલા હોય તો તેને તુરંત જ ઢીલા કરી નાખવા. શર્ટ ના ઉપરના બટન ખોલી નાંખવા.
  • હાર્ટ એટેક મહેસૂસ થવા પર જોર જોરથી ઊંડો શ્વાસ લો અને શ્વાસ લેતા સમયે ગણતરી પણ કરવી. જેટલો ઊંડો અને જલ્દી જલ્દી શ્વાસ તમે લેશો, તમારા ફેફસામાં એટલો જલ્દી ઓક્સિજન મળશે.

  • 300 MG ની એસ્પ્રિન ટેબલેટ ને તુરંત જ લઈ લો. જો કોઈ વ્યક્તિને પહેલો હાર્ટ અટેક આવી ગયેલ હોય અથવા તો તે હાઇબ્લડપ્રેશરના દર્દી હોય તો તેમણે પોતાની સાથે બેથી ત્રણ એસ્પ્રિન ની ટેબલેટ જરૂર રાખવી જોઈએ. જો તમારી પાસે એસ્પ્રિન ટેબલેટ નથી તો પોતાની આસપાસના લોકો પાસેથી તુરંત મદદ માંગી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here