સામગ્રી
- બે વાટકી મેંદો,
- ૧ વાટકી દહીં,
- અડધી ચમચી ખાંડ
- મીઠું સ્વાદઅનુસાર
- બટર
- ચોખ્ખું ઘી બે ચમચી
- પાણી જરૂરિયાત મુજબ
- બેકિંગ પાઉડર અડધી ચમચી
- કોથમીર ગાર્નીશ કરવા માટે
બનાવવાની રીત
બટર નાન બનાવવા માટે સૌ પહેલા બે કપ મેંદો લેવો. હવે મેંદામાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ પાવડર, ખાંડ અને દહી નાખીને ખૂબ જ સારી રીતે મિક્સ કરવુ. હવે તમે રોટલીનો લોટ બાંધો છો તેવી રીતે નાન નો લોટ પણ ઢીલો જ બાંધવો. જો તમારે લોટમાં જલ્દીથી આથો લાવવો છે તો તમારે ખાટા દહીં નો જ ઉપયોગ કરવો. થોડું થોડું પાણી નાખતા જઈ સરખી રીતે ઢીલો લોટ બાંધવો.
લોટ બાંધી લીધા પછી તેની ઉપર સરખી રીતે ઘી લગાવીને તેને સારી રીતે ગુદવો. જો ઉનાળો હોય અને ગરમી હોય તો આ લોટને આથો આવવા માટે ત્રણથી ચાર કલાક માટે રાખી મૂકો અને જો શિયાળો હોય અને ઠંડીનું વાતાવરણ હોય તો સાત થી આઠ કલાક માટે લોટને આથો આવવા માટે મૂકી દેવો.
લોટને એક પેક ડબ્બામાં મૂકવો અને લોટ ની ફરતે બાજુ ઘી ચોપડવું જેથી લોટ સુકાઈ ન જાય. આ ગરમીમાં જો તમે બનાવો છો તો ત્રણથી ચાર કલાક પછી તમે જોશો કે સરસ આથો આવી ગયો હશે. પછી તે લોટને કાઢી લેવો અને તેના નાના નાના લુણા કરી નાખવા. હવે આ નાન ને તમે જે શેપમાં વણવી હોય તેવી રીતે વણો. લંબચોરસ રૂપમાં પણ વણી શકાય છે.
વણવા માટે તમે ઘઉંના લોટનો કે મેંદા ના લોટ નો ઉપયોગ કરી શકો છો. નાન વણાઈ જાય પછી તેની ઉપરની બાજુએ સારી રીતે પાણી લગાવો સારી રીતે. ખુબ વધારે પણ ન લગાવવું. હાથે થી જ પાણી લગાવવું. તમે આને તવી પર શેકી શકો છો. પરંતુ તવી ને ખૂબ જ સારી રીતે સાફ કરી લેવી અને તાવડી પર પણ શેકી શકો છો. જે બાજુ તમારો પાણીવાળો ભાગ છે તેને તાવડી ઉપર ચીપકાવી દો. તમે જેમ રોટલી મૂકો છો તે જ રીતે પાણીવાળા ભાગ તાવડી પર મૂકી દેવાનો તે આપોઆપ જ ચોટી જશે. મીડીયમ ફ્લેમ ઉપર ગેસને રાખવો.
હવે તમે જોશો કે નાન માં થોડી વાર પછી પરપોટા થવા લાગે એટલે તાવડીને ઉંધી કરીને જે આગલો ભાગ હોય તેને ગેસ ની ફલેમ ઉપર ડાયરેક્ટ જ શેકવો. તમે જોશો કે જે પાણી વાળો ભાગ હશે તે ચોંટેલો જ રહેશે. જેથી તમે આગળનો ભાગ ને શેકો ત્યારે તે પડી ન જાય અને સરખી રીતે શેકાય જાશે. ગેસની ફ્લેમ ફાસ ન રાખવી નહિતર નાન બળી જશે. હાથથી જ તાવડી પકડીને નાન ના આગલા ભાગ ને શેકવી.
નાન શેકાઈ જાય એટલે તાવેથા ના મદદથી પાણીવાળો ભાગ ને કાઢી લેવો. ધીમે-ધીમે નાન ને કાઢવી. હવે તેના ઉપર સરખી રીતે ગરમ ગરમ નાં સરખી રીતે બટર લગાવીને કોથમીર નાખી ગાર્નિશ કરીને તમે પંજાબી શાક સાથે સર્વ કરો.