ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તેમાં ક્યારેક ને ક્યારેક તો પંચર જરૂરથી પડે છે. એવામાં જો તમે ક્યારેય ફરવા માટે ગયા હોય અને ત્યારે કારમાં પંચર પડે તો મજા ખરાબ થઇ જાય છે. ખાસ કરીને ગરમીના વાતાવરણમાં પંચર થવું વધારે નુકસાનદાયક હોય છે. આવી પરિસ્થિતિમાં જો પંચર કરવાવાળો આસપાસ ના હોય તો પરેશાની માં વધારો થાય છે. પરંતુ માર્કેટમાં એક લીક્વીડ એવું પણ આવ્યું છે જેનો ઉપયોગ કર્યા બાદ તમારી ગાડીમાં ક્યારેય પંચર પડશે નહીં.
એન્ટી પંચર લિક્વિડ
માર્કેટમાં હવે ઘણી કંપનીઓના આવા લિક્વિડ મળી રહ્યા છે. જેને એન્ટી પંચર લિક્વિડ ના નામથી ઓળખવામાં આવે છે. આ લિક્વિડને ઓનલાઇન અને ઓફલાઇન પણ ખરીદી શકાય છે. આ પ્રકારના લિક્વિડ ની કિંમત 500 રૂપિયાથી શરૂ થઈને 1000 રૂપિયા સુધીની હોય છે. કિંમતની સાથે સાથે તેમનો જથ્થો પણ વધી જાય છે.
આવી રીતે કરે છે કામ
આ લિક્વિડને કાર, બાઇક અથવા સ્કૂટરના ટાયરમાંથી ભરવામાં આવે છે. આ લિક્વિડને ટાયરમાં ભરવા માટે ટાયરની થી તેને અંદર ભરવામાં આવે છે. ટાયર માં પહોચ્યા બાદ તે અંદરના સમગ્ર એરિયાને કવર કરી લે છે. જ્યારે ટાયરમાં પંચર પડે છે ત્યારે પંચર વાળી જગ્યાએ આ લીક્વીડ બહાર આવી જાય છે અને સુકાઈ જાય છે. એટલે કે ત્યાંથી હવા બહાર નથી નીકળી શકતી. આ લિક્વિડને વેચતી અને કંપનીઓ દસ હજાર કિલોમીટર સુધી કામ કરવાની ગેરંટી પણ આપી રહી છે.
લિક્વિડ થી થતા અન્ય ફાયદા
આ લીક્વીડ ને પંચર થી બચાવવા ની સાથે-સાથે તેને ઠંડુ પણ રાખે છે. આ લીક્વીડ માં નાઇટ્રોજન નો ઉપયોગ કરવામાં આવે છે જે ટાયર ને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ગરમીના વાતાવરણમાં આ ખૂબ જ અસરકારક હોય છે. ખાસ કરીને બાઈક અને સ્કૂટર માં આ લિક્વિડ નો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.