હાથની આંગળીમાં તાંબાની વીંટી પહેરવાથી થાય છે ચમત્કારિક લાભ, જાણો અને મેળવો સફળતાના નવા રસ્તા

0
821
views

તમે ઘણા લોકોને તાંબાની વીંટી પહેરતા જોયા હશે અને તે દેખવામાં પણ ખૂબ જ સારી લાગે છે અને તેને પહેરવી સૌંદર્યતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ વાતથી જ્યોતિષ પણ સહમત છે કે તાંબાની વીંટી પહેરવી લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી વ્યક્તિને નિશ્ચિત રૂપે સફળતા મળે છે. સોના-ચાંદી, તાંબા કે કોઈપણ પથ્થરની વીંટી પહેરવામાં આવતું ખૂબ જ ચલણ તમે જોયું હશે પરંતુ આ ચલણ કોઈક ને કોઈક કારણથી હોય છે, જેનો પ્રભાવ અલગ અલગ હોય છે. તેના વિષે જરૂરથી જાણવું જોઈએ. આંગળીમાં તાંબુ પહેરવાથી થાય છે ચમત્કારી લાભ અને તેના વિશે તમને જરૂરથી જાણ હોવી જોઈએ. ત્યારબાદ તમે પણ તાંબાની વીંટી પહેરવાનું ચાલુ કરી દેશો અને તે તમારી જિંદગીમાં બદલાવ લાવવામાં તમારી મદદ કરશે.

આંગળીમાં તાંબુ પહેરવાથી થાય છે આ ચમત્કારી લાભ

જેવી રીતે દરેક ધાતુનો અલગ-અલગ પ્રભાવ અને ચમત્કારી લાભ હોય છે. બિલકુલ તેવી જ રીતે ત્રાંબા ધાતુ જ્યોતિષના અનુસાર મંગળ અને સૂર્ય ગ્રહને શાંત કરવા માટે પહેરવામાં આવે છે. તેને પહેરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને તે ઉપરાંત મન શાંતિ પણ મળે છે તાંબા ની વીંટી પહેરવાથી અનેક પ્રકારના લાભ થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધાતુઓ અને ગ્રહનો સંબંધ ખૂબ જ જોડાયેલો છે. જો ગ્રહ તમારા પર વિપરીત હોય તો જીવન પર નકારાત્મક અસર થાય છે અને તેવી જ રીતે ગ્રહ જો તમારા તરફેણમાં હોય તો શુભ-અશુભ કામ થતાં રહે છે. તેવા ગ્રહોની શાંતિ અને તેને સંબંધિત દરેક સમસ્યાઓને શાંત રાખવા માટે તાંબાની વીંટી જરૂર પહેરવી જોઈએ.

એવું પણ કહેવામાં આવે છે કે ધાતુઓમાં તાંબુ શુદ્ધ અને શાંત ધાતુ માનવામાં આવે છે. વળી તેનો સંબંધ મંગળ અને સૂર્યથી પણ છે અને જો કોઈને સૂર્ય કે મંગળ નબળો હોય તો તેને તાંબાની વીંટી જરૂરથી પહેરવી જોઈએ, તેનાથી સારા લાભ થાય છે. તેને પહેરવાથી તેની અસર ખૂબ જ જલ્દી થાય છે.

એવું માનવામાં આવે છે કે ત્રાંબાનો સંબંધ સીધો સૂર્ય થી હોય છે અને સૂર્યને યશ અને સન્માનનું પ્રતિક સમજવામાં આવે છે. તાંબાની વીંટી પહેરવાથી વ્યક્તિને સમાજમાં પદ, પ્રતિષ્ઠા અને સન્માન પણ સારૂ મળે છે અને તેને ધારણ કરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ વધારવામાં પણ મદદ કરે છે.

જો કોઈ પણ કુંડળીમાં સૂર્ય દોષ હોય તો તાંબાની વીંટી ફીંગર રીંગમાં પહેરવી જોઈએ. તેની અસર ખૂબ જ થાય છે. આ વિશે જ્યોતિષશાસ્ત્રમાં પણ લખેલું છે કે આ ધાતુ શાંતિનું પ્રતીક હોય છે અને તે ગરમીને દૂર કરે છે ની વીંટી કઈ આંગળીમાં પહેરવાથી વ્યક્તિ ને શાંતિ મળે છે.

જો કોઈને માનસિક વિકાર હોય કે વધુ ગુસ્સો આવતો હોય તો તેને તાંબા ની વીંટી ધારણ કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના અનુસાર વાસ્તુદોષને પણ દૂર કરે છે અને તેનાથી બનેલા વાસણ આભૂષણ જો તમારા ઘરમાં હોય તો તે તમારા ઘરમાં શાંતિ પૂર્ણ માહોલ બનાવે છે અને નકારાત્મક ઉર્જા પણ તેનાથી દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here