શરીરની ગંભીરમાં ગંભીર બીમારીઓને પણ દુર કરી શકાય છે મુદ્રા વિજ્ઞાનથી, જાણો તેનું રહસ્ય

1
16542
views

માનવ શરીર અનંત રહસ્યોથી ભરેલું છે. શરીરની પોતાની એક મુદ્રામયી ભાષા છે. જેને કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું બનાવવામાં સહયોગ મળે છે. આ શરીર પંચતત્વોના યોગથી બને છે. આ પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ છે. હસ્ત મુદ્રા ચિકિત્સા અનુસાર હાથ તથા હાથની આંગળીઓ અને આંગળીઓમાંથી બનનાર મુદ્રાઓમાં આરોગ્યનું રહસ્ય છુપાયેલું છે. હાથની આંગળીઓમાં પંચતત્વ પ્રતિષ્ઠિત છે. ઋષિ-મુનિઓએ હજારો વર્ષ પહેલાં તેની ખોજ કરી હતી તથા તેને દરરોજ ઉપયોગમાં આવતા રહ્યા જેથી તે લોકો સ્વસ્થ રહેતાં હતાં. તે શરીરમાં ચૈતન્યને અભિવ્યક્તિ આપવાવાળી ચાવી છે.

આંગળીમાં પંચતત્વ

હાથની ૧૦ આંગળીઓમાંથી વિશેષ પ્રકારની આકૃતિઓ બનાવવી તેને હસ્તમુદ્રા કહેવામાં આવે છે. હાથની બધી આંગળીઓમાં પાંચ તત્વ રહેલા હોય છે, જેમકે અંગુઠામાં અગ્નિ તત્વ, તર્જની આંગળીમાં વાયુતત્ત્વ, મધ્યમા આંગળીમાં આકાશ તત્વ, અનામિકા આંગળીમાં પૃથ્વી તત્વ અને કનિષ્ઠિકા આંગળીમાં જળ તત્વ.

આંગળીઓના પાંચેય વર્ગમાંથી અલગ અલગ વિદ્યુત ધારા વહેતી રહે છે. એટલા માટે મુદ્રા વિજ્ઞાન માં જ્યારે આંગળીઓનું રોગ પરસ્પર સ્પષ્ટ થાય છે, ત્યારે રોકાયેલી અથવા અસંતુલિત વિદ્યુત વહીને શરીરમાં પુનઃ શક્તિ જાગૃત કરી દે છે અને આપણા શરીરને નિરોગી બનાવે છે. આ અદભુત મુદ્રાઓ કરતાની સાથે જ તેઓ પોતાની અસર દેખાડવાનું શરૂ કરે છે. કોઈપણ મુદ્રા કરતા સમયે જે આંગળીઓનું કોઈ કામ ન હોય તેને સીધી રાખો. સામાન્ય રીતે તો મુદ્રાઓ ઘણા પ્રકારની છે પરંતુ અમુક મુખ્ય મુદ્રાઓનો અહીંયા વર્ણન કરવામાં આવેલ છે જેમ કે,

જ્ઞાન મુદ્રા

  • વિધિ : અંગૂઠાને તર્જની આંગળીના માથા પર રાખી દો. બાકીની આંગળીઓ ચિત્ર અનુસાર સીધી રહેશે.
  • લાભ : સ્મરણ શક્તિનો વિકાસ થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અભ્યાસમાં રુચિ વધે છે અને અનિંદ્રાનો નાશ થાય છે. સ્વભાવમાં પરિવર્તન, આધ્યાત્મિક શક્તિનો વિકાસ અને ક્રોધનો નાશ થાય છે.
  • સાવધાની : ખાનપાન રાખવા જોઈએ, પાન મસાલા, સોપારી, ગુટકા વગેરેનું સેવન ન કરવું. ખૂબ જ ગરમ અને ખૂબ જ ઠંડા પદાર્થોનું સેવન ન કરવું.

વાયુ મુદ્રા

  • વિધિ : તર્જની આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવીને હળવેથી દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખવી.
  • લાભ : વાયુ શાંત થાય છે. લકવો, સાઈટીકા, સંધિવા તથા ઘુટણનો દુખાવો દૂર થાય છે. ડોકનો દુખાવો તથા પીઠનો દુખાવો વગેરે વિભિન્ન રોગોમાં ફાયદો મળે છે.
  • સાવધાની : લાભ થવા સુધી જ આ મુદ્રા ને કરવી.

આકાશ મુદ્રા

  • વિધિ : મધ્ય આંગળીને અંગૂઠાના આગળના ભાગ સાથે મેળવો. બાકીની ત્રણેય આંગળીઓ સીધી રાખો.
  • લાભ : કાનના દરેક પ્રકારના રોગો જેવા કે બહેરાશ, હાડકા ની કમજોરી તથા હૃદય રોગમાં રાહત મળે છે.
  • સાવધાની : ભોજન કરતાં સમયે તથા ચાલતા સમયે આ મુદ્રા ન કરવી. હાથને સીધા રાખો. લાભ થવા સુધી જ કરવી.

શૂન્ય મુદ્રા

  • વિધિ : મધ્ય આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવો તથા અંગુઠાથી દબાવો.
  • લાભ : કાનના દરેક પ્રકારના રોગ દૂર થાય છે જેમકે બહેરાશ દૂર થઈને સ્પષ્ટ સંભળાય છે. પેઢાની પકડ મજબુત થાય છે તથા ગળાના રોગો અને થાઇરોડ રોગમાં ફાયદો મળે છે.

પૃથ્વી મુદ્રા

  • વિધિ : અનામિકા આંગળીને અંગુઠા સાથે લગાવીને રાખો.
  • લાભ : શરીરમાં સ્ફૂર્તિ તથા તેજસ્વિતા આવે છે. દુર્બળ વ્યક્તિના વજનમાં વધારો થાય છે. આ મુદ્રા પાચનક્રિયા યોગ્ય બનાવે છે, સાત્વિક ગુણોનો વિકાસ થાય છે. મગજમાં શાંતિ લાવે છે તથા વિટામિનની ઉણપને દુર કરે છે.

સૂર્ય મુદ્રા

  • વિધિ : અનામિકા આંગળીને અંગુઠાના મૂળ ઉપર લગાવીને અંગુઠાથી દબાવો.
  • લાભ : શરીર સંતુલિત થાય છે, વજન ઘટે છે તથા ચરબી ઓછી થાય છે. શરીરમાં ઉષ્ણતામા વધારો થાય છે, તણાવ ઓછો થાય છે, લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ મુદ્રા ડાયાબિટીસને દૂર કરે છે.
  • સાવધાની : દુર્બળ વ્યક્તિએ આ મુદ્રા ન કરવી જોઈએ. ગરમીમાં લાંબો સમય સુધી ન રહેવું.

વરૂણ મુદ્રા

  • વિધિ : કનિષ્કા આંગળીને અંગૂઠા સાથે મિલાવો.
  • લાભ : આ મુદ્રાથી શરીરમાં શુષ્કતા દૂર કરીને ચીકાશ વધારે છે. ચામડી ચમકદાર અને મુલાયમ બને છે. ચામડીના રોગો, રક્ત વિકાર વગેરેને દૂર કરે છે. ખીલને દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે.
  • સાવધાની : કફ પ્રકૃતિવાળા આ મુદ્રાનો વધારે પ્રયોગ ન કરે.

અપાન મુદ્રા

  • વિધિ : મધ્ય તથા અનામિકા આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે લગાવો.
  • લાભ : શરીર અને નાડીની શુદ્ધિ તથા કબજિયાત દૂર કરે છે. મળ દોષ નષ્ટ થાય છે. વાયુ વિકાર, ડાયાબિટીસ, મૂત્રાવરોધ, કિડનીના રોગ વગેરે દૂર થાય છે. પેટ માટે ખૂબ જ ઉપયોગી છે. હૃદયરોગમાં ફાયદો થાય છે તથા પરસેવો લાવે છે.
  • સાવધાન : આ મુદ્રા કરવાથી વધારે પ્રમાણમાં મૂત્ર આવે છે.

અપાન વાયુ અથવા હૃદય રોગ મુદ્રા

  • વિધિ : તર્જની આંગળીને અંગુઠાના મૂળ ઉપર લગાવવો તથા મધ્યમાં અને અનામિકા આંગળીઓને અંગુઠાના આગળના ભાગ સાથે લગાવો.
  • લાભ : જેમનું હૃદય નબળું હોય છે તેઓએ આ દરરોજ કરવી જોઈએ. હાર્ટ એટેક થવા પર આ મુદ્રા કરવાથી આરામ મળે છે. પેટમાં ગેસ થયો હોય તો તેને કાઢી નાખે છે. માથાનો દુખાવો તથા શ્વાસને તકલીફ હોવામાં લાભ મળે છે. સીડી ચડતા પહેલા પાંચ દસ મિનિટ પહેલા આ મુદ્રા કરીને ચડવી. તેનાથી ઉચ્ચ રક્તચાપમાં ફાયદો થાય છે.
  • સાવધાની : હાર્ટ એટેક આવે ત્યારે તુરંત આ મુદ્રાનો આકસ્મિક રૂપથી ઉપયોગ ન કરવો.

પ્રાણ મુદ્રા

  • વિધિ : કનિષ્કા તથા અનામિકા આંગળીઓના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગ સાથે મિલાવો.
  • લાભ : આ મુદ્રા શારીરિક દુર્બળતા દૂર કરે છે. મનને શાંત કરે છે. આંખોના રોગને દૂર કરીને જોવાની ક્ષમતામાં વધારો કરે છે. શરીરની રોગ પ્રતિકાત્મક શક્તિમાં વધારો થાય છે. વિટામિનની ઉણપને દુર કરે છે તથા થાક દૂર કરીને શરીરમાં નવી શક્તિનો સંચાર કરે છે. લાંબો સમયના ઉપવાસ દરમ્યાન ભૂખ અને તરસ નથી લાગતી તથા ચહેરા, આંખ અને શરીરને ચમકદાર બનાવે છે.

લિંગ મુદ્રા

  • વિધિ : ચિત્ર અનુસાર મુઠ્ઠી બાંધો તથા ડાબા હાથના અંગુઠાને સીધો રાખો, ધન્ય આંગળીઓને બાંધેલી રાખો.
  • લાભ : શરીરમાં ગરમી વધારે છે. શરદી, તાવ, દમ, ઉધરસ, સાઇનસ, લકવો તથા રક્તચાપ મા ફાયદો થાય છે.
  • સાવધાની : આ મુદ્રાનો પ્રયોગ કરવા પર જળ, ફળ, ફળોનો રસ, ઘી તથા દૂધનું સેવન વધારે માત્રામાં કરવું. આ મુદ્રાને લાંબા સમય સુધી ન કરવી.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here