હનુમાનજીનો આ ઉપાય તમારા બધા જ કષ્ટો દુર કરશે, જીવનમાં દરિદ્રતા અને પૈસાની તંગીમાંથી મળશે છુટકારો

0
1996
views

કળિયુગમાં હનુમાનજી એવા દેવતા છે જે તેમના દરેક ભક્તોના કષ્ટ દૂર કરે છે જે ભક્ત તેમની પૂજા-અર્ચના કરે છે તે તેમના દરેક દુઃખ દૂર કરે છે. વર્તમાન સમયમાં ઘણા માણસો હનુમાનજીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે જેનાથી હનુમાનજી તેમનાથી પ્રસન્ન થાય અને દરેક સમસ્યામાંથી છુટકારો મળે. પૂજા જો મંગળવાર અને શનિવારના દિવસે કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને ઘણા લાભ મળે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ઘણાં લાભ થશે.

શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાય બતાવ્યા છે જે કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના જીવનમાં ચાલતાં તંગી અને આર્થિક પરિસ્થિતિમાંથી પણ મુક્તિ મળે છે. આજે તમને એવા ઉપાય જણાવીશું કે તે કરવાથી જીવનમાં અદભુત બદલાવ જોવા મળશે અને દરેક પ્રકારના કષ્ટ દૂર થશે.

હનુમાનજીનો આ ઉપાય દરેક પ્રકારના દુઃખો કરશે દૂર

આજકાલ પૈસાનો ખૂબ જ મહત્વ છે જો વ્યક્તિ પાસે ઘણા પૈસા હોય તો તેના જીવનમાંથી દરેક પરેશાની દૂર થઈ જાય છે. કેમ કે આજના જમાનામાં પૈસા વગર કોઇ કામ સંભવ નથી. જો તમારા જીવનમાં દરિદ્રતા હોય અને પૈસાની કમી હોય તો હનુમાનજીનો આ ઉપાય જરૂરથી કરો. ૪૦ દિવસ સુધી હનુમાનજીનો આ ઉપાય કરવાથી તમારા જીવનની દરેક સમસ્યા દૂર થશે.

આ ઉપાય સવાર-સાંજ મંદિરમાં જઈને હનુમાનજીની ને સરસવ ના તેલનો દીપક કરવો. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે તમે જે દિવો કરો તે માટી નો હોય. હનુમાનજી નો દીવો કર્યા પછી મંદિરમાં થોડીકવાર બેસવું અને હનુમાન ચાલીસા કરવા. મંગળવાર અને શનિવારના દિવસે દીવો કરી અને તેમને સિંદૂરનું તિલક કરો આ ઉપાય 40 દિવસ સુધી કરવો આ ઉપાયની શરૂઆત કોઇપણ મંગળવારે શનિવારના દિવસે કરવી આનાથી તમારી દરેક સમસ્યા દૂર થશે. એક વાતનું ધ્યાન રાખવું કે કોઈપણ દિવસ ખંડિત થવો ના જોઈએ નહીં તો ફરીથી કરવો પડશે.

જો તમે ઇચ્છતા હોવ કે તમને ધનમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય અને તમે સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય તે માટે તમારે રોજ સુતા પહેલા મહાબલી હનુમાનજી સમક્ષ સરસવ ના તેલ નો દીપક કરવો અને તે દીપકમાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરવી. આ ઉપાય કરવાથી તમારા જીવનના દરેક સંકટ દૂર થશે અને તમને ધન લાભ થશે. જો તમે રામાયણમાં શ્રીરામચરિતમાનસ નો પાઠ કરો છો તો તેનાથી ધન કમાવવા સંબંધિત આવતી દરેક સમસ્યા દૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here