હનુમાનજીની પૂજા કરવાથી દરેક વસ્તુ મેળવી શકાય છે. સાથોસાથ હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા પણ કરે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. નીચે દર્શાવેલા ઉપાયોની મદદથી કોઈપણ હનુમાન ભક્ત તેમની કૃપા મેળવી શકે છે. એટલા માટે નીચે બતાવેલ ઉપાયો જરૂર કરવા જોઈએ.
ખૂબ જ સરળ છે હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય
- હનુમાનજીને રામજી ના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. એટલા માટે તમે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને પૂજા કર્યા બાદ રામજી ને યાદ જરૂર કરવા. હનુમાનજીની સાથે-સાથે રામજી ની પૂજા કરવાથી હનુમાનજી ખુશ થાય છે અને તમારા બધાં સંકટોમાંથી તમને બહાર કાઢી આપે છે.
- શનિવારના દિવસે તમે કોઈ રામ મંદિરમાં જઈને ત્યાં હનુમાનજીના નામનો એક દીવો પ્રગટાવો અને પોતાના મનમાં પોતાની મનોકામના બોલી દો. આવું કરવાથી તમારા ઉપર હનુમાનજીની સાથે-સાથે રામજીની પણ કૃપા વરસવા લાગશે.
- તમારી કોઈ પણ ઇચ્છા પૂરી કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો. હનુમાનજીને સિંદૂર ચઢાવતા સમયે તમે રામજી અને સીતામાતાનું નામનો જાપ કરો. આવું કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે.
- શનિવારના દિવસે તમે સાંજના સમયે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની સામે એક તેલનો દીવો કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસા વાંચવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે.
- જો તમે આર્થિક સંકટમાં હોય અને આર્થિક લાભ ઇચ્છતા હોય તો તમે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કર્યા બાદ સાંજના સમયે લોકોને બુંદીનો પ્રસાદ વહેંચો અને હનુમાનજીના ચરણોમાં આ પ્રસાદ જરૂર ચડાવવો. આ ઉપાય સિવાય તમે ઈચ્છો તો શનિવારના દિવસે પીપળાના ૧૧ પાન લઈને તેમના પર સિંદૂર ની મદદથી હનુમાનજી લખી દો અને પછી આ પાનને જળમાં પ્રવાહિત કરી દો.
- મંગળવારના દિવસે તમે સાંજના સમયે હનુમાનજીની મૂર્તિને કેસરી રંગનો ચોલા ચઢાવો અને ચોલા ચડાવ્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ કરવા.
- હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે શનિવારના દિવસે તેમના પગમાં ફટકડી ચઢાવો અને ૧૦૧ વખત તેમના નામનો જાપ કરો. આવું કરવાથી તમને ખરાબ સપના આવતા બંધ થઇ જશે અને તમારું મન શાંત રહેશે.
- હનુમાનજી સાથે જોડાયેલા સુંદરકાંડના પાઠ વાંચવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને વાંચવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સુંદરકાંડને સાંજના સમયે જ વાંચવામાં આવે છે. એટલા માટે તમે તેને સાંજના ૭ વાગ્યા બાદ જ વાંચો. વળી જ્યારે તમે તેને વાંચો ત્યારે પોતાની પાસે એક ઘીનો દીવો પણ કરવો અને પાઠ વાંચતા પહેલા હનુમાનજીનું નામ જરૂર લેવું. હકીકતમાં સુંદરકાંડ રામાયણ નો એક ભાગ છે અને સુંદરકાંડ હનુમાનજી પર આધારિત છે.
- હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે બુંદીના લાડુ ચડાવ્યા કરો. દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને લાડુ ચઢાવવાથી તમારી દરેક તકલીફો દૂર થાય છે.