ગુજરાતમાં આ વ્યક્તિએ પોતાની પત્નીનું મંદિર બનાવ્યું, રોજ કરે છે તેમની મુર્તિની પુજા, કારણ જાણીને આંખમાં આંસુ આવી જશે

0
789
views

દરેકની એવી ઇચ્છા હોય છે કે તેની પ્રેમ કહાની અમર થઈ જાય. પતિ અને પત્ની એકબીજા સાથે ગમે તેટલું ઝઘડો કરી લે પરંતુ તેમની વચ્ચે રહેલું પ્રેમનું સ્તર હંમેશા વધુ હોય છે. જ્યારે તે બન્ને એક બીજાને સાથે નથી હોતા ત્યારે બંનેને એકબીજાની કમી હંમેશા વર્તાતી હોય છે. એટલે કે તમારી પત્નીનું અવસાન થઈ જાય છે તો તમે સાવ એકલા પડી જાવ છો. પછી તમારી પાસે તેની યાદો સિવાય કંઈ જ નથી રહેતું.

પોતાની પત્નીની યાદોમાં લોકો મોટા મોટા કામ કરી નાખે છે. જેમકે મુમતાજની યાદમાં શાહજહા એ તાજમહેલ જેવી ખૂબ જ સુંદર કલાકૃતિ બનાવી હતી અને હવે આજના જમાનામાં અમુક લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા ની યાદમાં કંઈક ને કંઈક મોટું કામ કરી નાખે છે.

સ્વર્ગવાસી પત્નીની યાદમાં બનાવ્યું મંદિર

આવી જ એક વાત ગુજરાતમાં જોવા મળી છે, ત્યાં એક વ્યક્તિએ પોતાની સ્વર્ગવાસી પત્નીની યાદમાં મંદિર બનાવ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે તે જ મંદિરમાં એક વૃદ્ધાશ્રમ પણ બનાવવામાં આવ્યું છે. તે મંદિરમાં રોજ સવાર સાંજ પૂજા પણ થાય છે. જે વ્યક્તિએ આ કાર્ય કર્યું છે તેનું નામ લાલા રામભાઈ છે. ૬૫ વર્ષના લાલાભાઇ એ તેમની પત્નીની યાદમાં આ મંદિર ગુજરાતના બઢવાલના દુધરેજ નગરાગામ માં બનાવ્યું છે. તેમણે બે કરોડ રૂપિયા ખર્ચીને તે મંદિરમાં વૃદ્ધાશ્રમ પણ બનાવ્યું છે.

આ હતું કારણ

લાલા રામભાઈ જણાવ્યું કે તેની પત્ની લલીતાબેન એવું કહેતી હતી કે તમે લાઇફમાં કંઈક એવું કામ કરજો કે જેનાથી લોકો આપણા બંનેને હંમેશા યાદ રાખે. તેવામાં તેમનું ૫૧ વર્ષમાં નિધન થઇ ગયું તો મેં તેની યાદમાં એક મંદિર બનાવવાનો નિર્ણય લીધો અને ત્યાં સવાર સાંજ પૂજા પણ કરવામાં આવે છે. લાલારામ ભાઇએ સૌથી પહેલા બે કરોડ રૂપિયા ખર્ચીને ૪ એકર જમીનમાં એક વૃદ્ધાશ્રમ બનાવ્યું. ત્યારબાદ તેમણે તે જગ્યા પર એક મંદિર પણ બનાવ્યું. તે મંદિરમાં તેમની પત્નીની મૂર્તિ રાખી છે અને તેની પૂજા કરે છે.

લાલા રામભાઈ ૬૫ વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણાં સામાજિક કાર્યો કરતા રહે છે અને તેમની પાસે અત્યારે જે કોઈપણ સંપત્તિ છે તે તેમની મહેનતથી બનાવેલી છે. એક જમાનો હતો ત્યારે તે ગામે ગામે જઈને દાંતણ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ તેઓ એક દિવસ દિલ્હી ચાલ્યા ગયા અને ત્યાં તેમણે એન્ટીક ચીજવસ્તુઓનો બિઝનેસ ચાલુ કર્યો. તેમનો બિઝનેસ ખૂબ જ સારો ચાલ્યો અને પછી તે અમીર બની ગયા. લાલારામ અને લલીતાબેન ના ત્રણ સંતાન છે, પરંતુ તે પોતાનું કાર્ય જાતે જ કરવું પસંદ કરે છે.

તેમની પત્ની અત્યારે સ્વર્ગમાં બેસીને ખુશ થઈ રહી હશે. તેમના પતિએ તેમની વાતનો અમલ કર્યો અને કંઈક એવું કર્યું કે તેમને લોકો યાદ રાખશે. તમને લાલા રામભાઈ દ્વારા કરવામાં આવેલું કામ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here