ગૃહમંત્રી અમિત શાહને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, ડોક્ટરોની ટીમ દ્વારા સર્જરી કરવામાં આવી

0
539
views

ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા દેશના ગૃહ મંત્રી અમિત શાહને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલના સમયમાં ભાજપમાં નેતાઓની તબિયત થોડા અંશે સારી નથી ચાલી રહી. અમિત શાહની પણ તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેઓની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમનું એક ઓપરેશન થવાનું હતું જે ડોક્ટરો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું.

અમદાવાદમાં ડોક્ટરોએ એક નાનુ ઓપરેશન કર્યા બાદ તેઓને ડિસ્ચાર્જ કર્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહના ઇલાજ બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. રિપોર્ટ અનુસાર બુધવારના 9:00 કલાકે ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદના કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પહેલેથી જ તૈયાર પહેલી ડોક્ટરોની ટીમ દ્વારા અમિત શાહને એક નાની સર્જરી કરવામાં આવી હતી. જો કે આ સર્જરી શેની હતી તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળેલ નથી. અંદાજે ૧૨:૩૦ કલાકે તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમિત શાહ ઘર તરફ જવા માટે રવાના થઈ ગયા હતા.

તમને જણાવી દઇએ કે પાછલા થોડા દિવસોથી ભાજપના કદાવર નેતાઓ સતત હોસ્પિટલના ચક્કર લગાવી રહ્યા છે. હાલમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓના નિધનને કારણે પાર્ટીને મોટું નુકસાન પહોંચ્યું છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટ એટેકને લીધે નિધન થયું હતું, વળી પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલી નું પણ લાંબી બીમારી બાદ એમ્સમાં ઈલાજ દરમિયાન નિધન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here