Google Map માં હવે તમારી ગાડીની સ્પીડ થી લઈને રસ્તામાં થયેલા અકસ્માત વિશે પણ જાણકારી મળશે

0
242
views

ગુગલ મેપ દરરોજ પોતાના ફિચર્સમાં કઈ ને કંઈ બદલાવ કરતું રહે છે. હાલમાં જ તેણે તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ, ટ્રેન અને રીક્ષા જેવા ત્રણ ફિચર્સ જોડેલા છે અને હવે તે એપ્લિકેશન માં ઓન-સ્ક્રીન સ્પીડોમીટર નો ઓપ્શન પણ લઈને આવ્યું છે. આ ફિચરને મેન્યુઅલી ચાલુ કરવાનું રહેશે. આ પહેલા ગૂગલે બધા યુઝર્સ માટે સ્પીડ લિમિટ ફીચર પણ રોલ આઉટ કરેલ હતું. સ્પીડ લિમિટ અને સ્પીડ કેમેરા રીપોર્ટીંગ ફીચરને થોડા દેશોમાં બે વર્ષ સુધી ટેસ્ટ કર્યા બાદ ગુગલે ભારત સહિત ૪૦ દેશોમાં આ ફીચર યુઝર્સને આપ્યું છે.

ફક્ત એટલું જ નહિ પરંતુ ભારતના ઘણા શહેરોમાં સ્પીડ કેમેરા પણ લગાવ્યાં છે જે તમને પોલીસના દંડથી પણ બચાવે છે. સ્પીડ લિમિટ નક્કી થયા બાદ સ્પીડોમીટર ઝડપ વધવા પર ડ્રાઈવરને એલર્ટ કરી દે છે. પિચર ચાલુ કર્યા બાદ ગુગલ મેપ સ્ક્રીન પર ડાબી બાજુ નીચેની સાઈડમાં ડ્રાઇવિંગ સ્પીડને બતાવે છે. આ રીતે વાહન ની ઝડપ વધવા પર તમને એલર્ટ કરી દે છે.

ઝડપ વધવા પર મળશે જાણકારી

જો ડ્રાઇવિંગ કરતાં સમયે તમારી ગાડીની સ્પીડ વધારે ઝડપી હશે તો ઇન્ડિકેટર લાલ રંગનું થઈ જશે. જો ઇન્ટરનેટની સ્પીડ સારી નહીં હોય તો તમને આ જાણકારી થોડા સમય બાદ મળશે. આ ફિચરને ચાલુ કરવા માટે સૌથી પહેલા તમારે ગુગલ મેપ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે અને ત્યારબાદ સેટિંગમાં જઇને ડ્રાઇવિંગ ઓપ્શન મળશે. ત્યાંથી સ્પીડોમીટર ને ચાલુ અથવા બંધ કરી શકો છો. આ રીતે નેવિગેશન પેજ ની જમણી બાજુ બનેલ પ્લસ “+” આઈફોન પર ક્લિક કરીને તમે સ્પીડ કેમેરા પર રિપોર્ટ કરી શકો છો, જેના લીધે બાકી યૂઝર્સને જાણકારી મળી શકે છે. આ સિવાય આ આઈકોન પર ટેપ કરીને કોઈ એક્સિડન્ટ અથવા દુર્ઘટનાનો પણ રિપોર્ટ કરી શકો છો. ભારતમાં આ ફીચર બધા યુઝર્સને લેટેસ્ટ એપ્લિકેશન અપડેટ માં મળી રહ્યું છે.

પ્રાકૃતિક આપત્તિ વિશે મળશે જાણકારી

આ સિવાય ગુગલ નવું નેવિગેશન ફીચર પણ લઈને આવ્યું છે જે યુઝર્સને રસ્તામાં જો કોઈ પ્રાકૃતિક આપતી આવવાની હોય તો તેના વિશે પણ પૂરી જાણકારી આપશે. એક બ્લોગમાં ગૂગલે કહ્યું હતું કે આ નવું ફીચર અત્યારના SOS ફીચરનું જ એક્સપ્રેશન છે જે પ્રાકૃતિક આપત્તિ, ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર વિશે જાણકારી આપે છે. આ ફીચરની મદદથી યુઝર્સ અને તોફાન, ભૂકંપ અને પુર જેવી પ્રાકૃતિક આપત્તિ વિશે જાણકારી મળી શકશે. જાણકારી મળ્યા બાદ ગુગલ યુઝર્સ પોતાની જાણકારી પોતાના મિત્રો અથવા પરિવારના લોકોને આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here