વેલેન્ટાઈન ડે : ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતાં પહેલા આ ૧૦ વાતોનુ ખાસ ધ્યાન રાખવું

0
97
views

વેલેન્ટાઈન ડે ૧૪ ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરી રહ્યા છો અને તેને આ વાત જણાવવા માંગો છો, તો જરા પણ મોડું કર્યા વગર આ દિવસે તમારે તેને પ્રપોઝ કરી દેવું જોઈએ. અમુક લોકો તેની તૈયારી પહેલાથી જ કરી લેતા હોય છે. તેવામાં જો તમે પણ અમુક તૈયારી કરી રહ્યા છો તો ઉતાવળ ન કરવી. તે પહેલા થોડી ખાસ તૈયારી કરી લો. આજે અમે તમને અમુક એવી વાતો જણાવીશું જેને ધ્યાનમાં રાખીને જ તમારે પ્રપોઝ કરવું જોઈએ.

 • કોઈ પણ યુવતીને પ્રપોઝ કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તમે એક ભારતીય યુવતીને પ્રપોઝ કરી રહ્યા છો. તેવામાં તે ગમે તેટલી મોર્ડન કેમ ન હોય પરંતુ તેનું દિલ તો ભારતીય જ છે. એટલા માટે પ્રપોઝલ દરમિયાન ઉતાવળ ન કરતા ધૈર્યથી કામ લેવું.
 • પ્રપોઝલ પહેલા પોતાની ડ્રીમ ગર્લ ની પસંદ અને નાપસંદ વિશે જાણકારી મેળવી લેવી.

 • કોઈ પણ યુવતીને પ્રપોઝ કરતા પહેલાં જાણકારી મેળવી લેવી કે તે કોઈ સાથે રિલેશનશિપમાં તો નથી ને અથવા તો તે કોઇ અન્ય વ્યક્તિને પસંદ તો નથી કરતી ને.
 • કોઈ પણ સંબંધ સમયની સાથોસાથ વધતો જાય છે. એવામાં તમારે તેને કહેવા ની જરૂરિયાત નથી કે તમે તેને ખૂબ જ પ્રેમ કરો છો. તમે તમારા વ્યવહાર અને વાતોથી જ તેને સમજવાનો અવસર આપો કે તમે તેને ખૂબ જ પ્રેમ કરો છો. તમે પ્રપોઝ કર્યા વગર પણ રિલેશનશિપને આગળ વધારી શકો છો.
 • તમે પોતાની પાર્ટનરને મહેસૂસ કરાવો કે તમે તેના અને તેના ફેમિલી વિશે જાણવા માટે એક છો અને સાથોસાથ તમે પોતાના પરિવાર વિશે પણ તમારા પાર્ટનરને જણાવો.
 • તમે પોતાના પાર્ટનરને મહેસૂસ કરાવો કે તે અન્યથી અલગ છે અને ખૂબ જ સ્પેશ્યલ છે.
 • પાર્ટનરના મિત્રો સાથે પણ મિત્રતા વધારો અને પોતાના પાર્ટનરને વધુમાં વધુ જાણવાની કોશિશ કરો.

 • પાર્ટનરની ફીલિંગ્સ ને પણ જાણવાની કોશીશ કરો અને પાર્ટનરને પ્રપોઝ કરતા પહેલા પોતાની ફીલિંગને પબ્લિક ના કરો.
 • જ્યારે પણ તમે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરું તો તેમાં કોઈ ત્રીજા વ્યક્તિ ને સામેલ ન કરો. તેનાથી તમારી ઈમેજ પાર્ટનરની સામે ખરાબ થઈ શકે છે. આ દરમિયાન તમે કોન્ફિડન્ટ પણ રહો.
 • આ તમારા જીવનનો સૌથી મોટો દિવસ છે તો તમે પોતાનો ડ્રેસઅપ પણ યોગ્ય રીતે કરો.
 • થોડું ક્રિએટિવ અને અલગ કરવાની કોશિશ કરો. એવું લાગવું જોઈએ કે આવી રીતે આ પહેલા કોઈપણ વ્યક્તિએ કોઈને પણ પ્રપોઝ કર્યું નહીં હોય.
 • ધ્યાન રાખો કે તમારી ક્રિએટિવિટી અને વ્યવહાર તમારા પાર્ટનરને તમારી નજીક લાવવામાં ખૂબ મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here