ઘોડાની નાળ અને ઘરના દરવાજાની બહાર લગાવવાથી શુભ માનવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરની બહાર ઘોડાની નાળ લગાવેલી હોય છે તે ઘર ની અંદર ખરાબ શક્તિ પ્રવેશ નથી કરતી. વાસ્તુશાસ્ત્રમાં ઘોડાની નાળને શુભ માનવામાં આવ્યું છે અને તેનાથી થતા ફાયદા ઓ નું વર્ણન પણ કર્યું છે.
કઈ જગ્યા ઉપર લગાવી જોઈએ ઘોડાની નાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાની નાળને ઘરના મુખ્ય દ્વાર કે ઘરની અંદરના લિવિંગ રૂમની બહાર લગાવવી ઉત્તમ હોય છે. જે લોકોના ઘર નો દરવાજો ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમની દિશામાં હોય છે તે લોકોને દરવાજાની ઉપરના ભાગમાં લગાવવી જોઈએ. ઘોડાની નાળ ને શનિવારના દિવસે લગાવવી શુભ નથી તેથી તેને આ દિવસે ના લગાવી.
નથી લાગતી કોઈની નજર
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અનુસાર જે લોકોના ઘરના દરવાજામાં ઘોડાની નાળ લગાવેલી હોય છે તે લોકોના ઘર ને કોઈ દિવસ કોઈની ખરાબ નજર નથી લાગતી અને ઘરમાં હંમેશા બરકત બની રહે છે.
શનિ પ્રકોપથી બચાવે છે
ઘરમાં ઘોડાની નાળ લગાવવાથી શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. ઘરમાં ઘોડાની નાળ લગાવવાથી શનિદેવની કૃપા પણ બની રહે છે. લોખંડ ધાતુ અને કાળો રંગ શનિદેવને વધુ પ્રિય હોય છે. અને તેથી ઘોડાની નાળ લગાવવાથી શનિદેવ ખરાબ દ્રષ્ટિ થી ઘરના સદસ્યોની રક્ષા થાય છે.
અનાજમાં થાય બરકત
ઘોડાની નાળને અનાજના ડબ્બામાં રાખવી શુભ માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘોડાની નાળને લાલ કલરના કપડામાં વીંટાળીને અનાજના ડબ્બામાં રાખવાથી અનાજ માં ક્યારેય કમી નથી થતી અને રસોઈઘર હંમેશા ખાવાની ચીજ વસ્તુઓ થી ભરાયેલું રહે છે.
પૈસા માં થાય છે વૃદ્ધિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘોડાની નાળની તિજોરીમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી પૈસામાં વૃદ્ધિ થાય છે. શુક્રવારના દિવસે ઘોડાની નાળ એને લાલ કલરના કપડામાં વીંટાળીને તિજોરીમાં રાખી દેવી આવું કરવાથી ઘરમાં પૈસાની હંમેશા બરકત રહેશે.
નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે
ઘરમાં ઘોડાની નાળ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી અને ઘરમાં હંમેશાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને તે સિવાય ઘરમાં દુર્ભાગ્ય પણ દૂર રહે છે.
વ્યાપારમાં વૃદ્ધિ
ઘોડાની નાળ અને ઘરની સિવાય દુકાનમાં પણ બહાર લગાવી શકાય છે. દુકાનની બહાર લગાવવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે તેથી ઘોડાની નાળની દુકાનની બહાર પણ લગાવી શકાય છે.