ઘરમાં રાખેલી છે આ વસ્તુઓ તો દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખો બહાર, નહિતર લક્ષ્મીજી નહીં કરે ઘરમાં પ્રવેશ

0
619
views

દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. આ તહેવારને હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ખૂબ જ ધામધૂમથી દિવાળીનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવે છે. આ દિવસે વિશેષ રૂપથી ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબર 2019 ના રોજ આવી રહી છે. દિવાળી આવતા પહેલા મોટા ભાગના લોકો તેની તૈયારીઓમાં જોડાયેલા હોય છે. ઘર માટે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી અને ઘરની સાફ સફાઈ દિવાળી પહેલા લોકો કરે છે.

તમારા માંથી ઘણા લોકો એવા હશે જે દિવાળી પહેલા પોતાના ઘરની સાફ-સફાઈ માં જોડાઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સાફ-સફાઈ રહે છે તો દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે. જેના લીધે ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. માતા લક્ષ્મીજીને સાફ-સફાઈ અતિપ્રિય છે, એટલા માટે લક્ષ્મી પૂજામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. તે સિવાય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અનુસાર ઘરમાં રહેલી અમુક ચીજ વસ્તુઓ એવી હોય છે જેને ઘરમાં રાખવામાં આવે તો તેના લીધે માતા લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરતા નથી. આખરે એ કઈ વસ્તુઓ છે? આજે અમે તમને તેના વિશે જાણકારી આપવાના છીએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય તો તેને તુરંત હટાવી દો.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ઘરમાં તૂટેલ ફૂટેલ ફર્નિચર ના રાખો કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આ પ્રકારનો કોઈ સામાન છે તો તુરંત તેને હટાવી દો અને ઘરમાં રહેલ ફર્નિચરને હંમેશા ચોખ્ખું રાખો.
  • જો તમે દિવાળી પહેલા પોતાના ઘરની સાફ-સફાઈ કરો છો તો એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે પોતાના ઘરમાં તૂટેલો કાજ ન રાખવો કારણ કે તેના લીધે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે.
  • જો તમારા ઘરમાં કોઈ ખરાબ ઈલેક્ટ્રોનિક સામાન પડ્યો છે તો તેને તુરંત જ ઘરની બહાર ફેંકી દો કારણકે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ તમારા ઘરમાં રહે છે તો તેનાથી સ્વાસ્થ્ય અને ભાગ્ય બંને પ્રભાવિત થાય છે.

  • તમે પોતાના ઘરમાં દેવી-દેવતાઓની તૂટેલી-ફૂટેલી અથવા ખંડિત મૂર્તિ ના રાખો કારણ કે તેને અશુભ માનવામાં આવે છે.
  • તમે પોતાના ઘરની છત ઉપર ગંદકી એકઠી ના થવા દો. જો ઘરની છત ઉપર કચરો છે તો તેને એકઠો કરીને સાફ કરી લો.
  • તમે પોતાના ઘરમાં બંધ પડેલી ઘડીયાલ ન રાખો કારણ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેનાથી તમારી પ્રગતિના માર્ગમાં અવરોધ ઉત્પન્ન થાય છે.
  • જો તમારા ઘરમાં એવા બુટ ચંપલ પડેલા છે જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યા તો તેને તમે દિવાળીના તહેવાર પહેલા ઘરની સાફ-સફાઈ કરવા દરમ્યાન ઘરની બહાર ફેંકી દો. કારણકે જો તે ઘરમાં પડેલા રહેશે તો તેના લીધે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ તેનાથી દુર્ભાગ્યનો પણ સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here