દરેક માણસ મોટો બનવા અને પૈસા કમાવવા માગતો હોય છે. અને તે એવું પણ વિચારતો હોય છે કે તેની પાસે એટલા પૈસા હોય કે જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે. પરંતુ તેના માટે મહેનત જરૂરી છે. અને એવા ઘણા ઓછા માણસો હોય છે કે જે મહેનત કર્યા વગર નામ કમાઈ લેતા હોય છે. આવા માણસો જોડે તેમનું કિસ્મત હોય છે પરંતુ તે દરેકની સાથે નથી થતું.
સમાજમાં અમીર અને સફળ માણસ બનવા માટે ફક્ત મહેનતની જરૂર હોય છે. જો તમે વગર મહેનતે કોઈને અમીર બનતા જોયો છે? નહીં મહેનત વગર આ શક્ય જ નથી. ઉંમરલાયક કહે છે કે મહેનત વગર ફળ નથી મળતું. જો વ્યક્તિનું કર્મ સારું હશે તો તેની સફળતા જરૂર મળશે. પરંતુ ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં સફળતા નથી મળતી અને તેમના હાથમાં ફક્ત નિરાશા જ આવે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી.
ફેંગશૂઈમાં કાચબાનું છે વિશેષ સ્થાન
ફેંગશુઈ નું ચલણ દિવસે દિવસે વધતું જાય છે. અને સાથે તેમાં વિશ્વાસ કરવાવાળાની સંખ્યા પણ છે. તેનું પ્રમુખ કારણ છે તેમાં જણાવેલી ટિપ્સ. ફેંગશુઈ અને વાસ્તુમાં કાચબા નું ઘણું મહત્વ છે. એટલે આજે તમને કાચબાનો એક એવા ઉપાય વિશે જણાવીશું કે તે આ ઉપાય કરવાથી તમને સફળતા મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે કાચબો
ફેંગશુઈ માં ક્રિસ્ટલ ના કાચબા નું એક અલગ સ્થાન છે. ક્રિસ્ટલ કાચબો ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં દેવી-દેવતાઓનો ઊર્જાનો સંચાલન થાય છે. અને તે વ્યક્તિના અશુભ ગ્રહો ને અનુકૂલિત બનાવીને જીવનમાં ચાલતા દરેક દુઃખનો અંત કરે છે. ક્રિસ્ટલ ના કાચબા ને ઘરમાં રાખવાથી જીવનમાં ચાલતી દરેક પરેશાની દૂર થઈ. કાચબાને સનાતન હિન્દુ ધર્મમાં અને તેના સિવાય ચાઇનાના ફેંગશુઈ વાસ્તુમાં શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે.
ઘરમાં જળવાઈ રહે છે પોઝિટિવિટી
કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં કાચબો કે કાચબાનું પ્રતીક રાખવું જોઈએ. તેને ઘરમાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે. અને ઘરમાં પોઝિટિવિટી બની રહે છે. તેને ઘરમાં રાખવાથી ઘરની દરેક નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે અને ઘરનું વાતાવરણ સારું રહે છે અને તેનાથી ઘરના દરેક સભ્યોને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં કાચબાને ખૂબ જ પ્રભાવશાળી યંત્ર કહેવામાં આવ્યું છે.
ધન સંબંધિત પરેશાનીઓ થી મળે છે મુક્તિ
કાચબાને ધનપ્રાપ્તિ નું સૂચક પણ કહેવામાં આવ્યું છે. ધન સંબંધિત સમસ્યા હોય તો ક્રિસ્ટલ કાચબાને ઘરમાં રાખવાથી તે દરેક સમસ્યા દૂર થાય છે. તેને ઘર કાર્યસ્થળ અને તિજોરીમાં રાખવો. તેને સ્થાપિત કરવા માટે ગુરૂવારના દિવસને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યો છે. એવું એટલા માટે કેમ કે કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર છે અને ભગવાન વિષ્ણુની ગુરુવારના દિવસે પૂજવામાં આવે છે.
તે માટે ગુરુવારના દિવસે તેની સ્થાપિત કરવાથી બે ઘણું ફળ પ્રાપ્ત થાય છે. તેની તમે ઘર કે ઓફિસની ઉત્તર દિશામાં રાખો અને તેને એવી રીતે સ્થાપિત કરવું કે તેનું મોઢું ઘરની અંદરની તરફ ની દિશામાં હોય અને તેને કાચના વાટકામાં થોડાક પાણીની અંદર રાખવો. થોડાક જ દિવસમાં તેની અસર તમને તમારા જીવન અને વ્યાપારમાં જોવા મળશે.