ઘરમાં ઉંદરથી પરેશાન છો? તો કરો આ નાનું કામ, થોડા સમયમાં જ મળશે છુટકારો

0
992
views

બાળપણથી લઈને આજ સુધી આપણે “ટોમ એન્ડ જેરી” કાર્ટૂન જરૂર જોયેલું હશે. જેમાં એક બિલાડી છે અને જેરી એક ઉંદર છે. કાર્ટૂનમાં ઉંદર જેટલા સારા લાગે છે, હકીકતમાં તે એકલા જ શેતાન હોય છે. જે ઘરમાં ઉંદરો રહેતા હોય છે તે ઘરમાં કીટાણુ અને ગંદકી હંમેશા રહે છે. તે આપણા રસોઈઘર ને પોતાનો અડ્ડો બનાવી લે છે અને આખો દિવસ તોડફોડ કરતા રહે છે. આ સિવાય તેના બેક્ટેરિયાથી ઘણી બીમારીઓ થવાનો ખતરો રહે છે. દેખાવમાં તે જેટલા નાના હોય છે એટલા જ તેઓ વધારે સમજદાર હોય છે. એવામાં જ્યારે કોઈપણ વ્યક્તિની ગંધ અથવા આહટ તેઓને મહેસુસ થાય છે ત્યારે તેઓ ઝડપથી પોતાના ઘરમાં ઘૂસી જાય છે. ઉંદરોના નાના ઘરમાંથી તેમને પકડવા ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલા માટે જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો આ લેખ ખાસ તમારા માટે જ છે.

તમને જણાવી દઈએ કે અંદર એક એવું પ્રાણી છે જે લગભગ દરેક જગ્યાએ મળી આવે છે.તે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારવામાં મદદ કરે છે અને સાથોસાથ સામાનની પણ તોડફોડ કરે છે અને તેને નષ્ટ કરી દે છે. એટલા માટે ભાગ્યે જ એવું કોઈ વ્યક્તિ હશે જે ઉંદરોથી કંટાળેલો ના હોય. જો તમે પણ અનેક વખત ઉંદરને પકડવા અથવા ભગાડવાના પ્રયાસમાં નિષ્ફળ ગયેલા છો તો આજે અમે તમને થોડા સરળ ઉપાયો બતાવીશું. આ ઉપાયોને કરીને તમે પોતાના ઘરમાંથી હંમેશા માટે ઉંદરોને ભગાડીને નિરાંતે ઊંઘ લઈ શકશો.

આપણામાંથી મોટા ભાગના લોકો એવા હશે જે ઉંદરોને માર્યા વગર ઘરમાંથી ભગાડવા ઈચ્છતા હોય છે. તેવામાં જો તમે ઉંદરને ભગાડવાનો ઉપાય શોધી રહ્યા છો તો આ લેખ ફક્ત તમારા માટે જ છે. નીચે દર્શાવવામાં આવેલા ઉપાય કરીને તમે ઉંદરોથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો.

ઘરમાંથી ઉંદરોને ભગાડવા માટેનો સૌથી સરળ ઉપાય પીપરમેન્ટ છે. પીપરમિન્ટની ગંધ જેટલી માણસોને આકર્ષિત કરે છે એટલી જ નફરત ઉંદર એ ગંધને કરે છે. એટલા માટે તમે ઘરના બધા જ ખૂણામાં અને ખાસ કરીને રસોડામાં પીપરમિન્ટ રાખી દો છો તો તેની ગંધથી તુરંત જ ઉંદર ઘરની બહાર ભાગવા લાગશે.

લાલ મરચું ભારતીય મસાલાઓની શાન કહેવામાં આવે છે. તે ભોજનને જેટલું સ્વાદિષ્ટ બનાવે છે એટલો જ તેનો સ્વાદ પણ વધારે છે. પરંતુ ઉંદરને લાલ મરચું બિલકુલ પસંદ નથી આવતું. તેવામાં તમારા ઘરના જે ખૂણામાં તમને ઉંદર સૌથી વધારે દેખાતા હોય ત્યાં લાલ મરચાનો પાઉડર નાખી દો. આ પાવડરને જોઈને ઉંદર તમારા ઘરના આંગણમાં પ્રવેશ કરતા પહેલા ૧૦ વાર જરૂર વિચારશે.

ફૂદીનાને પાચન માટે ઓળખવામાં આવે છે. ભારત દેશમાં ફુદીનાની ચટણી અને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઉંદરોને ફુદીનાથી સખત નફરત હોય છે. ફુદીનો તેમના માટે ઘરમાં ફેલાયેલા આતંક બરાબર હોય છે. એટલા માટે તમે ઉંદરને ઘરથી દૂર રાખવા માંગો છો તો ઘરના ખૂણામાં તથા રસોડામાં ફુદીનાના પાનને રાખી દો. તેનાથી તે ક્યારેય તે જગ્યાની આસપાસ પણ નહીં જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here