ઘરમાં આ જગ્યા પર લગાવી દો પંચમુખી હનુમાનજીનો ફોટો, તમારી બધી જ પરેશાનીઓ થઈ જશે દુર

0
754
views

મહાબલી હનુમાનજીને ભગવાન રામના પરમ ભક્ત માનવામાં આવે છે. પવન પુત્ર હનુમાનજીનો મહિમા આખા વિશ્વમાં ગવાય છે. મહાબલી હનુમાનજીને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે કળિયુગમાં તેઓ એક માત્ર એવા દેવતા છે જે સાક્ષાત પૃથ્વી પર બિરાજમાન છે. જે ભક્તો સાચા મનથી તેમનું સ્મરણ કરે છે તેને હનુમાનજી ચોક્કસ સહાય કરે છે અને તેના ભક્તોની બધી મુશ્કેલીઓને દૂર કરે છે. પછી ભલેને એ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થઇ હોય.

હનુમાનજીની કૃપાથી એક ક્ષણમાં બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવા ઘણા લોકો છે જેઓ મહાબલી હનુમાનજીની પ્રતિમા અથવા ચિત્રને તેમના ઘરે રાખે છે અને તેમની પૂજા અર્ચના કરે છે. જેથી તેમની કૃપા હંમેશાં તેમના અને તેમના પરિવાર પર રહે અને તે પોતાનું જીવન તેના પરિવાર સાથે ખુશીથી વિતાવી શકે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે  તેમના પરિવારો માટે ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે જેનો ઉકેલ સરળતાથી મળતો નથી.

જો તમારા જીવનની સમસ્યાઓ તમારો પીછો છોડવાનું નામ નથી લેતી, તો તમારે મહાબલી હનુમાનજીની પંચમુખી અવતારની તસ્વીર તમારા ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. એવું માનવામાં આવે છે કે મહાબાલી હનુમાનજીની પંચમુખી તસ્વીર ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓનો એક જ ક્ષણમાં દૂર થઈ જાય છે અને પરિવાર પર કોઈની ખરાબ નજર પણ લાગતી નથી. મહાબલી હનુમાનજી તમારા ઘર પરિવારનું રક્ષણ કરે છે.

જો આપણે પૌરાણિક કથાઓ અનુસાર જોવા જોઈએ તો મહાબાલી હનુમાનજી દેવતાઓના દેવતા શિવજીનો અવતાર છે. આ આખા વિશ્વમાં હનુમાનજી જેટલુ શક્તિશાળી કોઈ નથી. હનુમાનજી કરી શકે એવું કાર્ય બીજું કોઈ કરી શકે નહીં. દુનિયામાં એવુ કોઈ કાર્ય નથી જે હનુમાનજી ન કરી શકે. એવું કહેવાય છે કે મહાબાલી હનુમાનજીએ પંચમુખી રૂપમાં અવતાર લઈને રાવણના ભાઈ આહિરવનનો વધ કર્યો હતો. પંચમુખી અવતારમાં પ્રથમ મુખ વાંદરાનું છે, બીજુ મુખ ગરુડનું છે, ત્રીજુ મુખ વરાહનું છે, ચોથું મુખ ઘોડાનું છે અને પાંચમુ મુખ નરસિંહનું છે. પંચમુખી અવતારમાં હનુમાનજી પોતાના ભક્તોના સંકટો દૂર કરે છે અને અહીં એમના પાંચ મુખના અલગ અલગ મહત્વ બતાવામાં આવ્યા છે.

જો આપણે મહાબાલી હનુમાનજીના પ્રથમ મુખ વાનર વિશે વાત કરીએ તો તે શત્રુઓ ઉપર વિજય મેળવે છે. બીજો ગરુડ મુખ વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓથી રાહત આપાવે છે. ત્રીજો વરાહ મુખ વ્યક્તિને ખ્યાતિ, શક્તિ અને દીર્ધાયુષ્ય આપાવે છે. ચોથું ઘોડોનું મુખ વ્યક્તિની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને પાંચમો નરસિંહ મુખ જીવનની મુશ્કેલીઓ, તાણ અને ભયથી મુક્તિ આપાવે છે.

મહાબાલી હનુમાનજીનું દરેક સ્વરૂપ વ્યક્તિના જીવનના દુખને દૂર કરી શકે છે અને જો તેની કૃપા વ્યક્તિ પર હોય તો તે વ્યક્તિને કોઈ પણ વસ્તુ નો ડર નથી રહેતો અને તે ખુશીથી જીવન વિતાવે છે પણ પંચમુખી હનુમાનજી ને સમસ્ત કષ્ટ દૂર કરનાર માનવામાં આવે છે. જો તમે તેમનો પંચમુખી તસ્વીરને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવો છો તો તમને તેનો લાભ ચોક્કસપણે મળશે અને તમારા જીવનની બધી સમસ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં દૂર થઈ જશે.