ગણેશજીની આ સ્તુતિ છે અદભુત, ગજાનન ગણનાયક પ્રસન્ન થઈને સિધ્ધ કરે છે દરેક કાર્યો

0
239
views

ગણેશ ચતુર્થી ના દસ દિવસ સુધી ભગવાન વિનાયક શ્રી ગણેશજીનાં પાવરફુલ આ મંત્રોના અર્થ સહિત પાઠ કરવાથી ગણનાયક શ્રી ગજાનંદજી જીવનના દરેક કાર્યોમાં સહાયક બનશે. ગણેશજી પ્રસન્ન થઈને દરેક કાર્ય સફળ થશે. ૨૦૧૯ માં ગણેશ ચતુર્થી નો ઉત્સવ 2 સપ્ટેમ્બર ના દિવસે છે.

અષ્ટવિનાયક ના આઠ મંત્રોના જાપથી જીવનના દરેક કામ સફળ થઈ જશે

 • वक्र तुंड महाकाय, सूर्य कोटि समप्रभ:। निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा॥
 • અર્થ – હાથીના જેવા વિશાળ કાયા ધરાવતા જેનું તેજ સૂર્યની જેમ કિરણો સમાન છે. કોઈપણ સમસ્યા વગર મારું કાર્ય પૂર્ણ થાય. અને હંમેશા મારા માટે શુભ થાય એવી પ્રાર્થના કરીએ છીએ.

 • नमामि देवं सकलार्थदं तं सुवर्णवर्णं भुजगोपवीतम्ं। गजाननं भास्करमेकदन्तं लम्बोदरं वारिभावसनं च॥
 • અર્થ – હું એ ભગવાન ગજાનંદ ની વંદના કરું છું. જે દરેક કાર્યની પૂર્ણ કરવાવાળા છે. સુવર્ણ અને સૂર્યદેવની સમાન દેદીપ્યમાન થી ચમકી રહ્યા છે. તે યજ્ઞોપવીત ધારણ કરે છે, એકદંત છે, લંબોદર છે તથા કમળના આસન પર વિરાજમાન છે.
 • एकदन्तं महाकायं लम्बोदरगजाननम्ं। विध्ननाशकरं देवं हेरम्बं प्रणमाम्यहम्॥
 • અર્થ – જે એક દાંતથી સુશોભિત છે, વિશાળ શરીર વાળા છે, લંબોદર છે, ગજાનંદ છે અને વિઘ્નોના જે વીનાશ કરતા છે હું તે દિવ્ય ભગવાન ને પ્રણામ કરું છું.

 • एकदन्तं महाकायं लम्बोदरगजाननम्ं। विध्ननाशकरं देवं हेरम्बं प्रणमाम्यहम्॥
 • અર્થ – વિઘ્નેશ્વર, વર દેવાવાળા, દેવતાઓના પ્રિય, લંબોદર કડા થી પરિપૂર્ણ. જગતનો સારું કરવા વાળા, ગજની સમાન મુખવાળા, અને વેદ તથા યજ્ઞ થી વિભુષિત પાર્વતી પુત્ર ને નમસ્કાર છે. હે ગણનાથ તમને નમસ્કાર છે.
 • द्वविमौ ग्रसते भूमिः सर्पो बिलशयानिवं। राजानं चाविरोद्धारं ब्राह्मणं चाप्रवासिनम्॥
 • અર્થ – જે રીતે દર રહેતા દેડકા અને ઉંદર ને સાપ ખાઈ જાય છે. તેવી રીતે શત્રુનો વિરોધના કરવાવાળા રાજા અને પરદેશ ગમન થી ગભરાતા બ્રાહ્મણને આ સમય ખાઈ જાય છે.

 • गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं। उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्॥
 • અર્થ – જે હાથીની સમાન મુખવાળા છે. ભૂતઘણાદી થી હંમેશા સેવિત રહે છે. કૈથ અને જાંબુ તેમના પ્રિય ફળ છે, પાર્વતીના પુત્ર છે તે વિઘ્નેશ્વર ના ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું.
 • रक्ष रक्ष गणाध्यक्ष रक्ष त्रैलोक्यरक्षकं। भक्तानामभयं कर्ता त्राता भव भवार्णवात्॥
 • અર્થ – હે ગણ્યાધ્યક્ષ રક્ષા કરો, રક્ષા કરો, ત્રણે લોકના રક્ષક રક્ષા કરો. તમે ભક્તોની અભય પ્રદાન કરવાવાળા ભવસાગરથી મારી રક્ષા કરો.

 • केयूरिणं हारकिरीटजुष्टं चतुर्भुजं पाशवराभयानिं। सृणिं वहन्तं गणपं त्रिनेत्रं सचामरस्त्रीयुगलेन युक्तम्॥
 • અર્થ – હું એ ભગવાન ગણપતિની વંદના કરું છું જે કેયુર-હાર-કરીટ તથા બીજા આભૂષણોથી સુશોભિત છે, ચતુર્ભુજ છે અને પોતાના ચાર હાથોમાં પાષા અંકુશ વર અને અભય મુદ્રા ને ધારણ કરે છે. જે 3 નેત્રવાળા છે, જેમની બે સ્ત્રીઓ ફુલો બનાવતી હોય છે તેવા ગણપતિ ગજાનંદ ને પ્રણામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here