ગણેશજીને આ કારણથી પ્રિય છે મોદક, ગણેશજીને મોદક અર્પણ કરવામાં આવે તો થાય છે પ્રસન્ન

0
118
views

વર્ષ ૨૦૧૯ માં ગણેશ ચતુર્થીનો મહાપર્વ ૨ સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવશે અને તેની સાથે ગણેશ ભક્ત દેશ-દુનિયાના ખૂણેખૂણા થી ૧૦ દિવસ સુધી આ ગણેશ ઉત્સવ ઉજવશે. આ ઉત્સવમાં વિધિ-વિધાન સાથે શ્રી ગણેશની પૂજા-અર્ચના પણ કરશે અને તેમની અલગ અલગ પ્રકારના ભોગ ચઢાવશે. પરંતુ મોદક ગણેશજીનો સૌથી પ્રિય ભોગ છે. ભક્તો મોદકનો ભોગ ચઢાવે છે. પણ શું તમે જાણો છો કે મોદક ગણેશજીને કેમ વધુ પસંદ છે? જાણો મોદકનો અદભુત રહસ્ય.

મોદકની કથા

એક પ્રાચીન કથા અનુસાર, એક સમયે બધા દેવી-દેવતાઓએ ભેગા મળીને જગત માતા પાર્વતીને અમૃત થી તૈયાર કરેલ એક દિવ્ય મોદક આપ્યો. મોદકને જોઈને તેમના બંને પુત્ર કાર્તિકેય અને વિઘ્નહર્તા ગણેશ માતા પાર્વતી પાસે મોદક માગવા લાગ્યા. ત્યારે માતા પાર્વતીએ બંને પુત્રોને કહ્યું કે આ મોદક અમૃત થી બનેલો છે માટે તમને બંનેને સરળતાથી પ્રાપ્ત નહીં થાય.

આધ્યશક્તિ માતા પાર્વતીએ તેમને કહ્યું કે જો તમે તેને પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે એક પરીક્ષા આપવી પડશે અને તેમાં જે પાસ થશે તેને આ મોદક મળશે. તમારા બંનેમાંથી જે પણ ધર્માચરણ દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને સૌથી પહેલા બ્રહ્માંડના બધા તીર્થોના દર્શન કરીને આવશે તે જ મોદકનો સાચો અધિકારી હશે.

માતા પાર્વતી ની વાત સાંભળીને કાર્તિકે પોતાનું વાહન મોર ને લઈને તીર્થ દર્શન પર નીકળી ગયા. પરંતુ શ્રી ગણેશનું વાહન મૂષક ખુબ જ નાનો અને ઉડવા માટે અસમર્થ હતું. તેથી તેમણે તેમના માતા-પિતા શિવપાર્વતીની પરિક્રમા અને પૂજા કરીને તેમની સામે સૌથી પહેલા ઊભા રહી ગયા.

શ્રી ગણેશ દ્વારા આવું કરેલું જોઇ માતા પાર્વતીજીએ કહ્યું સમસ્ત તીર્થોમાં કરેલું સ્નાન, સંપૂર્ણ બધા દેવતાઓને કરેલા નમસ્કાર, બધા યજ્ઞના અનુષ્ઠાન તથા દરેક પ્રકારના વ્રત, મંત્ર, યોગ અને સંયમનું પાલન – આ બધુ પણ માતા-પિતાના પૂજનનાં સોળમાં અંશના બરાબર પણ નથી હોતું. તેથી આ ગણેશ હજારો પુત્રો અને હજારો ગુણો થી પણ વધુ છે. અંતમાં તે મોદક ભગવાન શ્રી ગણેશજીની આપી દીધો અને તેની સાથે પ્રથમ પૂજ્ય થવાનું પણ આશીર્વાદ આપી દીધો. ત્યારથી ભગવાન શ્રી ગણેશજીને મોદકનો ભોગ લગાવવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here