માણસના મનમાં ઘણી બધી ઇચ્છાઓ હોય છે જે તે પુરી કરવા મથતો હોઈ છે. જો કે, ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેના સપના પૂરા થવાનું નામ નથી લેતા. આ સ્થિતિમાં, માત્ર ને માત્ર ગણેશજી જ તમારી મદદ કરી શકે છે. ગણેશજી તેમના ભક્તોની ઇચ્છા પૂર્રી કરવા માટે ઓળખાય છે. આ સાથે તેઓ ભાગ્ય વિધાતા તરીકે પણ ઓળખાય છે. અર્થાત તેમની પાસે તમારું ભાગ્ય મજબૂત બનાવવાની શક્તિ રહેલી છે.
૧૦૦ માંથી ૮૦% કામ ફક્ત એટલા માટે બગડે છે કે તમારું નસીબ યોગ્ય સમયે તામારી સાથે નથી હોતું. આવી સ્થિતિમાં તમે તમારું સૌભાગ્ય ની વૃદ્ધિ માટે તમે ગણપતિ બાપ્પાની મદદ લઈ શકો છો. જો કે, આ કરવા માટે, તમારે એક વિશેષ ઉપાય કરવો પડશે. આ ઉપાયને અમલમાં મૂક્યા પછી, તમારી દરેક ઇચ્છા જોતજોતામા જ પૂર્ણ થઈ જશે. તો ચાલો આપણે કોઈ પણ વિલંબ કર્યા વિના વિગતવાર આ ઉપાય જાણીએ.
તમારે આ બે ભાગમાં કરવું પડશે. તમે સામાન્ય રીતે આ ઉપાય કોઈપણ દિવસે કરી શકો છો. પરંતુ જો તે બુધવારે કરવામાં આવે તો તમને સૌથી વધુ ફાયદો મળશે. આ કારણ છે કે હિન્દુ ધર્મમાં બુધવારને ગણેશજી નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે, તેઓ તેમના ભક્તોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે. આ ઉપાયના પ્રથમ તબક્કામાં, તમારે બુધવારે વહેલું સ્નાન કરીને તૈયાર થવું જોઈએ.
હવે એક નાળિયેર લો અને તેને એવી રીતે ફોડો કે તેના બે ટુકડા થઈ જાય. આ રીતે તે નાળિયેર બે વાટકા જેવું થઈ જશે. હવે તમે તેને તમારા ઘરની ગણેશની પ્રતિમાની સામે રાખો. આ પછી ગણેશજીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમની આરતી કરો. આરતી પૂરી થયા પછી આ વાટકા ના આકાર ના નારિયળ ની અંદર સિક્કો, સોપારી અને ઈલાયચી મૂકો. આ નાળિયેરને કપડા અથવા બેગમાં નાંખો અને ગણેશ મંદિર તરફ પ્રસ્થાન કરો.
આ ઉપાયનો બીજો તબક્કો ગણેશ મંદિરમાં જતાની સાથે જ શરૂ થાય છે. આ અંતર્ગત, તમારે ગણેશ મંદિરમાં મોદક અથવા કોઈ અન્ય વસ્તુ ચડાવવી પડશે. આ પ્રસાદનો થોડો ભાગ તે જ નાળિયેરમાં મૂકો જેમાં તમે બધી વસ્તુ મૂકી છે. હવે આ નાળિયેર ગણેશની સામે અર્પણ કરો. યાદ રાખો કે તમારી પાસે નાળિયેરનાં બે ટુકડાઓ હતા. આમાં વસ્તુઓ થી ભરેલો ટુકડો ગણેશ મંદિરમાં રહેવા દો. જ્યારે નારિયેળનો ખાલી ટુકડો તમારી સાથે પ્રસાદી રૂપે રાખો. અહીં તમારે તમારી ઇચ્છા ગણેશની સામે કહેવી પડશે.
આ પછી, નાળિયેરની પ્રસાદી જાતે જ ખાવાની છે. અથવા તમે તેને તે વ્યક્તિ સાથે પણ શેર કરી શકો છો. જેની ઇચ્છાનો તમારી ઈચ્છા સાથે કોઈ સંબંધ હોઈ. જો કે તમે જે મોદકને પ્રસાદમાં ધર્યા છે તે તમે બધા લોકોમાં વહેંચી શકો છો. જ્યારે તમારી ઇચ્છા પૂર્ણ થઈ જાય ત્યારે તમારે ફરી એકવાર તે જ ગણેશ મંદિરે દર્શન માટે જવું અને ગણપતિ બાપ્પાનો આભાર માનવો. મિત્રો, જો તમને આ નિરાકારણ ગમ્યું હોય તો પછી તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.