ગણેશજીની સૂંઢનું મહત્વ જાણો, કઈ તરફ હોવી જોઈએ તેમની સૂંઢ?

0
1495
views

હંમેશા ગણપતિની પ્રતિમા લાવતાં સમયે અને ઘરની સ્થાપના પહેલા પ્રશ્ન સામે આવે છે કે ગણપતિ સૂંઢ કઈ તરફ હોવી જોઈએ? શું તમે કોઈ વખત એવું ધ્યાન આપ્યું છે કે ભગવાન ગણેશજી ના ફોટામાં અને મૂર્તિમાં તેમની સૂંઢ જમણી અને અમુક ફોટામાં ડાબી બાજુ હોય છે. સીધી સૂંઢવાળા ગણેશજી દુર્લભ છે તેમની એક તરફ વડેલી સૂંઢના કારણથી જ ગણેશજીની વક્રતુંડ કહેવામાં આવે છે.

ભગવાન ગણેશના વક્રતુંડ સ્વરૂપના પણ ઘણા ભેદ છે. ઘણી મૂર્તિઓમાં ગણેશજીની સૂંઢને ડાબી બાજુ દર્શાવવામાં આવે છે તો ઘણાં જમણી બાજુ હોય છે. ગણેશજીની મોટા ભાગની મૂર્તિ સીધી કે ઉત્તરની બાજુ વાળી હોય છે. તો અમુક એવી માન્યતા હોય છે કે ગણેશજીની મૂર્તિ દક્ષિણ બાજુ વળેલી હોય તો તે તૂટી જાય છે. કહેવાય છે કે જો સંયોગથી દક્ષિણાવર્તી મૂર્તિ મળી જાય તો તેની વિધિવત ઉપાસના કરવામાં આવે તો અભીષ્ટ ફળ મળે છે. ગણપતિજીની ડાબી સૂંઢમાં ચંદ્રમાં અને જમણી સૂંઢમાં સૂર્યનો પ્રભાવ માનવામાં આવે છે.

તેનો પ્રભાવ

ગણેશજીની સીધી સૂંઢ ત્રણે દિશાઓ દેખાય છે. જ્યારે સૂંઢ જમણી બાજુ હોય છે ત્યારે તેની પિંગલા સ્વર અને સૂર્યથી પ્રભાવિત માનવામાં આવે છે. આવી પ્રતિમાનું પૂજન વિઘ્ન વિનાશની પરાજય, વિજય પ્રાપ્તિ, ઉગ્ર તથા શક્તિ પ્રદર્શન જેવા કાર્યોમાં ફળદાયી માનવામાં આવે છે. તેવી જ રીતે ડાબી બાજુ વળેલી સૂંઢ વાળી મૂર્તિ ને ચંદ્ર પ્રભાવિત માનવામાં આવે છે.

આવી મૂર્તિની પૂજા આવા કાર્યોમાં કરવામાં આવે છે જેમ કે શિક્ષા, ધનપ્રાપ્તિ, વ્યવસાય, ઉન્નતિ, સંતાનસુખ, સર્જન કાર્ય અને પારિવારિક ખુશહાલી. સીધી સૂંઠવાળી મૂર્તિ ને સુષુમા સ્વર માનવામાં આવે છે. અને તેની આરાધના રિદ્ધિ સિદ્ધિ, કુંડલિની જાગરણ, મોક્ષ, સમાધિ વગેરે ના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. સંત સમાજ આવી જ મૂર્તિની આરાધના કરે છે સિદ્ધિવિનાયક મંદિરમાં જમણી બાજુ સૂંઢવાળી મૂર્તિ છે અને તેથી મંદિરની આસ્થા આજે શિખર પર છે.

શું છે વિદ્વાનોનો મત

અમુક વિદ્વાનોનું માનવું છે કે જમણી બાજુ નમેલી સૂંઢ વાળા ગણપતિને શુભ માનવામાં આવે છે. તો ઘણા માનતા હોય છે કે ડાબી બાજુ નમેલી ગણપતિ ની સૂંઢ ને શુભ ફળ આપતા માનવામાં આવે છે. અને અમુક વિધાનો બંને પ્રકારની સૂંઢવાળા ગણપતિ જી ને અલગ-અલગ મહત્વ જણાવે છે. જો ગણપતિજીની સ્થાપના ઘરમાં કરવી હોય તો જમણી બાજુ વળેલી સૂંઢવાળા ગણપતિ શુભ હોય છે.

જમણી બાજુ સૂંઢ વાળા ગણપતિ ને સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે તેવી માન્યતા છે અને તેમના દર્શનથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. કોઈ પણ વિશેષ કાર્ય માટે કે કોઈ જગ્યાએ જતા સમયે તેમનાં દર્શન કરવાથી દરેક કાર્ય સફળ થાય છે. અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે અને વાસ્તુદોષ નો નાશ થાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે ફોટાને રાખવો શુભ માનવામાં આવે છે ત્યાં ડાબી બાજુ નમેલી સૂંઢવાળા ગણપતિજીની સ્થાપના કરવી જોઈએ. ડાબી બાજુ નમેલી સૂંઢવાળા ગણપતિજીને વિઘ્નવિનાશક કહેવામાં આવે છે. તેમની અહીં ઘરના મુખ્ય દ્વાર પર  લગાવવા પાછળ અનેક તર્ક છે. જ્યારે પણ આપણે ક્યાંય બહાર જઈએ છીએ ત્યારે અનેક પ્રકારની બલા, આપતિ અને નેગેટિવિટી એનર્જી આપણી સાથે આવી જાય છે ઘરમાં પ્રવેશ કરતા પહેલા જ્યારે આપણે વિઘ્નવિનાશક ગણેશજીના દર્શન કરીએ છીએ તો તેના પ્રભાવથી દરેક નેગેટિવિટી એનર્જી ત્યાં જ રોકાઈ જાય છે અને આપણી સાથે ઘરમાં પ્રવેશ નથી કરી શકતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here