ફિલ્મોમાં હંમેશા હૅન્ડસમ દેખાતા આ ફિલ્મી હીરો રીઅલ લાઇફમાં દેખાય છે વૃધ્ધ, જુઓ તસ્વીરો

0
1841
views

અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન વગેરે કલાકારો એવા છે જેમના ફેન ઘણા છે. આ બધા જ કલાકારો ને ઉંમર ૫૦ વર્ષથી વધારે થઈ ગઈ છે પરંતુ આજે પણ તેઓ કરોડો લોકોના ફેવરિટ છે. આજે પણ તેમની ફિલ્મો કરોડોની કમાણી કરે છે અને તેમના ફેન તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ હિરો ફિલ્મોમાં હેન્ડસમ દેખાય છે પરંતુ રિયલ લાઇફમાં ઘણા ઉંમરલાયક થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં તેમને મેકઅપ અને શાનદાર લાઇટીંગના કારણે હેન્ડસમ બતાવવામાં આવે છે. જો તમે આ લોકોને કોઈ જગ્યાએ હરતાં ફરતાં જોઈ લો તો કદાચ તમને તમારી આંખો પર ભરોસો નહીં બેસે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના અમુક એવા કલાકારો વિશે જણાવીશું જે ફિલ્મમાં કંઈક અલગ અને રિયલ લાઇફમાં કંઈ અલગ દેખાય છે.

અક્ષય કુમાર

હિન્દી સિનેમાના સૌથી બહેતરીન અભિનેતાઓમાં એક ખિલાડી અક્ષય કુમાર, હંમેશા પોતાના શાનદાર અભિનય માટે ઓળખવામાં આવે છે. અભિનય સિવાય અક્ષય પોતાની ફિટનેસ માટે પણ મશહૂર છે. ૫૨ વર્ષની ઉંમરમાં પણ અક્ષય પોતાને ખૂબ જ ફીટ રાખેલ છે. તે આજે પણ ફિલ્મોમાં લીડ રોલ નિભાવે છે પરંતુ રિયલ લાઇફમાં ખૂબ જ ઉંમરલાયક દેખાવા લાગ્યા છે.

અનિલ કપૂર

તમે જાણતા જ હશો કે અનિલ કપૂર પોતાને અદભૂત એક્ટિંગ સિવાય પોતાની ફિટનેસ માટે પણ જાણીતા છે. તે આજે પણ પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે. ૬૨ વર્ષની ઉંમર હોવા છતાં પણ જોશ અને ઉત્સાહ થી ભરેલા રહે છે. તેઓને જોઈને તેમની સાચી ઉંમર નો અંદાજો લગાવવો મુશ્કેલ છે. જો કે પડદા ઉપર ભલે તેઓ હેન્ડસમ દેખાતા હોય પરંતુ રિયલ લાઇફમાં તેમના ચહેરા પર તેમની ઉંમરની અસર દેખાઈ આવે છે.

આમિર ખાન

આમિર ખાન બોલિવૂડના એકમાત્ર એવા કલાકાર છે જે મિસ્ટર પરફેક્ટનિસ્ટ ના નામથી જાણીતા છે. આમિર ખાને પોતાના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. આમિર ખાનની ફિલ્મો સુપરહિટ ની ગેરંટી હોય છે. તેઓ વર્ષમાં એક જ ફિલ્મ કરે છે પરંતુ તે ફિલ્મ સુપરહિટ થઈ અને કરોડો રૂપિયા કમાઈ લે છે. આમિર ખાન ની ઉમર હાલમાં ૫૪ વર્ષ છે પરંતુ આ ઉંમરમાં પણ તેઓ વૃદ્ધ થી લઈને યુવાન સુધીના રોલ ખૂબ જ સારી રીતે નિભાવે છે.

શાહરુખ ખાન

શાહરૂખ ખાનને બોલિવૂડના કિંગખાન કહેવામાં આવે છે. તેઓને કિંગખાન કહેવાની પાછળ ઘણા બધા કારણો છે. શાહરુખ ખાન પોતાના હાર્ડવર્ક અને ડેડીકેશન માટે જાણીતા છે. આટલી ઉંમરમાં પણ તેઓ દર્શકોનું મનોરંજન કરવાનું ભૂલતા નથી. તમને જણાવી દઈએ કે ૫૪ વર્ષના થયેલ શાહરુખ ખાન ના ચહેરા પર હવે કરચલીઓ સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ ફિલ્મોમાં તેઓ આજે પણ હેન્ડસમ દેખાઈ આવે છે.

સલમાન ખાન

સલમાન ખાન બોલિવૂડના સુપરસ્ટાર છે. સલમાનખાન ભારતના એકમાત્ર એવા સ્ટાર છે જેમની ફેન ફોલોઈંગ સૌથી વધારે છે. ૫૩ વર્ષના થયેલ સલમાન ખાન ફિલ્મોમાં આજે પણ ખૂબ જ હેન્ડસમ દેખાય છે. પરંતુ રિયલ લાઇફમાં તેઓની ઉંમર તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી આવે છે. તેમ છતાં પણ ફિલ્મોમાં તેઓ આજે પણ ૩૦ થી ૩૨ વર્ષના હીરોનો રોલ આસાનીથી નિભાવી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here