ફિલ્મોમાં એક્ટર જે કપડાં પહેરે છે તેનું ફિલ્મ પુરી થયા બાદ શું કરવામાં આવે છે? કારણ જાણીને દંગ રહી જશો

0
1775
views

બોલિવૂડની ફિલ્મો જોવાનો શોખ લગભગ દરેક વ્યક્તિને હોય છે. વળી આજના જમાનામાં તો આપણી હિન્દી ફિલ્મો ખુબ જ મોટા લેવલ પર બનવાની શરૂ થઈ ગઈ છે. ફિલ્મ શૂટિંગ કરવાની ટેકનોલોજી, કોમ્પ્યુટર ગ્રાફીક્સ થી લઈને ફિલ્મના સુંદર સેટ અને ભારે ભરખમ ડ્રેસ સુધી બધી જ વસ્તુઓમાં ઘણો સુધારો આવી ગયો છે. કોઈ પણ ફિલ્મને રીયલ દર્શાવવામાં તેનો સેટ અને કેરેક્ટરનો ડ્રેસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પછી એ ફિલ્મ કોઈ રાજા મહારાજાના સમય પર આધારિત હોય કે પછી કોઈ ગામડાની હોય.

દરેક કેરેક્ટરના હિસાબે તેનો ડ્રેસ બનાવવામાં આવે છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફિલ્મમાં ઉપયોગ થનારા આ સુંદર અને મોંઘા કોસ્ચ્યુમ ફિલ્મ સમાપ્ત થયા બાદ તેનું શું કરવામાં આવે છે? તે ક્યાં જાય છે અને તેને કોણ રાખે છે? આજે અમે તમને આ વિષય પર વિગતથી જણાવીશું.

હરરાજી

મોટા ભાગની પ્રખ્યાત ફિલ્મોમાં જે કપડાં ઉપયોગમાં લેવામાં આવે છે તેને ચેરિટી માટે હરરાજી કરી દેવામાં આવે છે. હકીકતમાં જ્યારે આ કલાકારો આ કપડાં પહેરીને ફિલ્મનું શૂટિંગ અથવા પ્રમોશન કરે છે તો તેમની સાથે આ ડ્રેસ પણ ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે. પછી તેને ખરીદવા માટે ઘણા અમીર લોકો તૈયાર રહેતા હોય છે. તેવામાં આ ડ્રેસની હરરાજી કરીને તેમાંથી કમાયેલા પૈસા ચેરિટીમાં આપી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે રજનીકાંતની રોબોટ ફિલ્મ આવી હતી તો તેમનું આઉટફીટ હરરાજી કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે સલમાન ખાનનું “જીને કે હૈ ચાર દિન” ગીત વાળું આઇકોનિક સ્ટેપમાં ઉપયોગમાં લેવામાં આવેલ ટુવાલ પણ ભારે કિંમતમાં હરરાજી થયો હતો.

યાદગીરી રૂપે સિતારાઓનો સંગ્રહ

અમુક કલાકારો જ્યારે ખૂબ જ સારી ફિલ્મ અથવા ભૂમિકા નિભાવે છે તો તેઓ તે કેરેક્ટર ના ડ્રેસ સાથે પણ ઈમોશનલ એટેચમેન્ટ થઈ જાય છે. તેવામાં તે ફિલ્મ સમાપ્ત થયા બાદ એડ્રેસને પોતાની પાસે યાદગીરીરૂપે સંગ્રહ કરીને રાખે છે. ઉદાહરણ માટે શાહરૂખ ખાને “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” ફિલ્મમાં જે જેકેટ પહેર્યું હતું તે આજે પણ તેમની પાસે કલેક્શનના રૂપમાં સંભાળીને રાખવામાં આવ્યું છે. તે એમની ખૂબ જ સુંદર યાદોમાં એક છે.

બીજીવાર ઉપયોગ અને સંગ્રહ

મોટાભાગના ફિલ્મ પ્રોડક્શન વાળા અથવા ફેશન ડિઝાઈનર ફિલ્મ સમાપ્ત થયા બાદ તેમાં ઉપયોગમાં લેવામાં આવેલ ડ્રેસ એક ડબ્બામાં બંધ કરીને તેની ઉપર યોગ્ય જાણકારી ની ચીઠ્ઠી લગાવી દે છે. ત્યારબાદ તે પ્રોડક્શન હાઉસ એડ્રેસને પોતાની આગળની કોઈ ફિલ્મમાં ઉપયોગ કરવા માટે લે છે. ઘણી વખત આ ડ્રેસને રેફરન્સ માટે પણ રાખવામાં આવે છે. તેને જોઈને જ બીજી ડ્રેસ બનાવવામાં આવે છે. તેના આધાર પર ફિલ્મની ડિમાન્ડ અનુસાર બેગ્રાઉન્ડ ડાન્સરના કપડાં પણ તૈયાર થાય છે.

કોસ્ચ્યુમ ડિઝાઈનરનું કલેક્શન

અમુક મામલામાં જે કોસ્ચ્યુમ ડિઝાઈનરે આઉટફીટ ડિઝાઇન કરેલા હોય, તેને ફિલ્મના શૂટિંગ સમાપ્ત થયા બાદ તે પરત લઈ જાય છે. તે લોકો તેને પોતાના કલેક્શનમાં રાખવાનું પસંદ કરે છે. તેનાથી તેમનો પોર્ટફોલિયો પણ મજબુત બને છે અને ભવિષ્યમાં ડ્રેસ બનાવવા માટે પણ તેમને રેફરન્સ મળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here