ગુજરાતમાં એક ગજબની “Fart Competition” (પાદવાની પ્રતિયોગીતા) નું આયોજન થવા જઇ રહેલ છે. દેશમાં આ પ્રકારની આ પહેલી પ્રતિયોગિતા હશે. રિપોર્ટ અનુસાર આ “પાદ પ્રતિયોગીતા” ને સુરતના યતીન સાંગોઈ અને મુલ સંઘવી દ્વારા આયોજિત કરવામાં આવી રહેલ છે, જે ૨૨ સપ્ટેમ્બર ના રોજ સુરતમાં થનાર છે. વિજેતા થનાર ને પુરસ્કાર ત્રણ કેટેગરી (પહેલી – લાંબી પાદ, બીજી – અવાજ વાળી પાદ, ત્રીજી – મધુર પાદ) આપવામાં આવશે. ઇન્ટરનેટ પર અમુક લોકો આ પ્રતિયોગિતાની મજાક ઉડાવી રહ્યા છે તો અમુક લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે.
પ્રતિયોગિતાના નિયમો
આ “પાદ પ્રતિયોગિતા” મા દરેક ભાગ લેનાર વ્યક્તિ પાસે ૬૦ સેકન્ડનો સમય રહેશે. આ સમય દરમિયાન તેઓ જજ પાસે જશે અને પાદશે. જજ માં એક સ્થાનીય ડોક્ટર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન દેવાંગ રાવળ હશે. યતીન સંગાઈએ જણાવ્યું હતું કે અમે દેશના સૌથી સારા Fartist ની શોધ કરી રહ્યા છીએ. પ્રતિયોગીતામાં થી 3 વિજેતા પસંદ કરવામાં આવશે.
ઘણા રાજ્યોમાંથી આવેદન આવી રહ્યા છે
સાંગોઇ એ જણાવ્યું હતું કે વિજેતાઓને ટ્રોફી આપવામાં આવશે. જો તેઓને આ પ્રતિયોગિતા માટે પ્રાયોજક મળી જાય છે, તો તેમને ઇનામમાં ૫૦૦૦ થી ૧૫૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તેઓ વધુમાં આગળ જણાવે છે કે, અન્ય દેશોમાં આવીશ પ્રતિયોગીતા થતી રહેતી હોય છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે દેશમાં આવી પ્રતિયોગિતા થવા જઈ રહી છે. કોલકત્તા, દિલ્હી અને જયપુર જેવી જગ્યાઓ થી પણ આવેદન આવેલ છે.
આ કારણથી કરાવી રહ્યા છે પ્રતિયોગીતા
સંગોઈ એ જણાવ્યું હતું કે, આ પ્રતિયોગિતા પાછળ તેમનો કોઇ ખાસ ઉદેશ્ય નથી. હું ફક્ત એ લોકોને મંચ પ્રદાન કરવા માંગુ છું, જેઓ નિસંકોચ ગેસ છોડવા માગે છે. આજથી ત્રીસ વર્ષ પહેલા લોકો આવું કરતાં પણ હતા, પરંતુ હવે આપણો સમાજ બદલી ચુકેલ છે.
૧૦૦ રૂપિયા છે રજિસ્ટ્રેશન ફી
હાલમાં “પાદ પ્રતિયોગિતા” માં ભાગ લેવા માટે ૫૦ થી વધારે લોકો રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે, જેમાં મહિલાઓ અને પુરુષોની સંખ્યા લગભગ એકસરખી છે. પ્રતિયોગીતા માં ભાગ લેવા માટે ૧૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ છે. જોકે હજુ આ પ્રતિયોગીતા શરૂ થવામાં થોડો સમય છે, તો જોવાનું રહેશે કે અજબ પ્રકારની આ પ્રતિયોગિતામાં કેટલા લોકો ભાગ લે છે.