ફરી આવ્યું રાનું મંડલનું નવું સોંગ, ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ફરી ધમાલ

0
1208
views

ઈન્ટરનેટ સ્ટાર રાનુ મંડલ નો ક્રેઝ લોકોમાં દિવસે ને દિવસે ઝડપથી વધી રહ્યો છે. તે જોઈને મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ તેમની સાથે બીજુ એક ગીત રેકોર્ડ કર્યુ છે. “તેરી મેરી” ગીત ઈન્ટરનેટ પર સુપરહિટ બન્યા બાદ હિમેશે હવે રાનુ મંડલ સાથે બીજુ ગીત પણ રેકોર્ડ કર્યું છે. જો કે આ ગીત ૨૦૦૬ નું છે.

બોલીવુડ અભિનેતા અક્ષય ખન્નાની ફિલ્મ ચાઇના ટાઉન “આ…આ… આશિકી મે તેરી” નું આ ગીત છે. જેને હિમેશ રેશમિયાએ ગાયું હતું. તેને ફરીથી રિસ્ટ્રેસ કરવામાં આવ્યું છે. હવે આ ગીતનું નવું વર્ઝન હવે આપણને રાનુ મંડલ ના અવાજમાં સાંભળવા મળશે.

આ ગીતનું ટિઝર હિમેશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા ફરી એકવાર સોશીયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે. આ ટૂંકા વીડિયોમાં રાનુ નો અવાજ સાંભળીને લોકો ઉત્સાહિત થઈ ગયા છે. હવે આ વિડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયો ૧૬ કલાકની અંદર ૨ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે રેલવે સ્ટેશન પર લતા મંગેશકરના અવાજમાં ગાઈ ને જીવન ગુજારનાર રાનું મંડલ ને આજે કોઈ ઓળખાણ ની જરૂર નથી. તેની કહાની લોકો માટે પ્રેરણારૂપ સમાન કામ કરી રહી છે. આજે દરેક લોકો તેમના વિશે વાંચવા અને તેમના જીવન વિશે શીખવા માટે ઉત્સુક છે. તાજેતરમાં જ રાનુંએ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેના જીવન પર ફિલ્મ બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here