Facebook નું આ ફીચર ગાયબ થવાનું છે, તમારા એકાઉન્ટ પર થશે આવી અસર

0
104
views

સોશીયલ નેટવર્ક ફેસબૂક ટુંક સમયમાં જ લાઈક કાઉન્ટ ને હાઇડ કરવાનું ફીચર લાવી શકે છે. ઈન્સ્ટાગ્રામ માટે પણ કંપની થોડા સમયથી આ ફીચર પર પણ કામ કરી રહી છે. જો તમે પ્રા ઇવેસી લઈને ચિંતા છે તો તમને આ ફીચર પસંદ આવી શકે છે. લાઈક કાઉન્ટર હાઈડ ફીચર ઓપ્શનલ હશે. મતલબ જો તમે ચાહો તો કોઈ પોસ્ટ માટે તમે તેને યુઝ કરી શકશો. તેને યુઝ કર્યા બાદ તમારા ફેસબુક ફ્રેન્ડ માંથી ફક્ત એ લોકોને જ લાઈક દેખાશે જે તમારા Mutual Friends છે.

આ ફીચર થી તે લોકોને પણ ફાયદો થશે જે લોકોને તેમની પોસ્ટ પર ઓછી લાઈક મળે છે. આ ફીચર આવ્યા બાદ આ પ્રકારની પરેશાની નો સામનો કરવો નહિ પડે. ફક્ત એટલું જ નહિ તેનાથી યુઝર થોડી લાઈક મળવાને લીધે તેમની પોસ્ટ લાંબા સમય સુધી રાખી શકશે.

લાઈક કાઉન્ટ હાઇડ કરવાનું ફીચર હાલમાં સામાન્ય યુઝર માટે આપવામાં આવ્યું નથી. કંપનીએ એ પણ જણાવ્યું નથી કે આ ફીચર ક્યાં સુધીમાં બધા લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એપ રિસર્ચર Jane Manchun Wong એ આ ફીચર ને ફેસબુક એપ માં જોવા મળી છે. હાલમાં તે એન્ડ્રોઇડ એપમાં જોવામાં આવ્યું છે. જો કે ટેક ક્રંચ એ ફેસબૂક ને આ વિશે પૂછ્યું છે અને કંપનીએ એમ પણ કહ્યું છે કે ફેસબૂક લાઈક કાઉન્ટ ને હટાવવા પર કામ કરી રહ્યું છે.

એપ રિસર્ચર Jane Manchun Wong એ જણાવ્યું છે કે, મને જોવા મળ્યું છે કે ફેસબૂક એ લાઈક હાઈ ડ અને રીએકશન પ્રોટોટાઇપ બનાવવાનું શરૂ કરી દીધું છે અને તે એન્ડ્રોઇડ માટે છે. હાલમાં તેને કોડિંગ માં જોવામાં આવ્યું છે. જો આ ફીચર આવે છે તો ફક્ત એ યુઝર જ લાઈક જોઈ શકશે જેમણે પોસ્ટ કરેલ છે. જો કે આ ફીચર વિશે હજુ એવા ઘણા સવાલ છે જેના જવાબ હજુ મળ્યા નથી.

ઈન્સ્ટાગ્રામ માં આ ફીચર હવે લોકોને મળી રહ્યું છે. હાલમાં તેને ૭ દેશોમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મતલબ કે કંપની એકસાથે આ ફીચર ને ફેસબૂક તેમજ ઈન્સ્ટાગ્રામ પર આવનારા સમયમાં વપરાશકર્તાઓ માટે લાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here