Exclusive : જમ્મુ-કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે કહ્યું કે – “પાકિસ્તાને ગરબડ કરી તો બોર્ડર…”

0
493
views

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારના પાકિસ્તાનને મોટી ચેતવણી આપી દીધી હતી. ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા સત્યપાલ મલિક એ કહ્યું હતું કે “જો પાકિસ્તાન કોઈ ગરબડ કરે છે તો આ વખતે આપણે બહુ અંદર મળીશું, બોર્ડર પર નહીં મળીએ.” તેઓએ કહ્યું હતું કે અમારી કેટલી તૈયારી છે કે અમે પાકિસ્તાનને સીમા પર કોઈ ગરબડી કરવા નહીં દઈએ. જો પાકિસ્તાન કોશિશ કરશે તો આ વખતે આપણે અંદર હોઈશું. તેઓએ કહ્યું હતું કે સંબંધો અને વેપાર ખતમ કરવાથી આપણું કંઈ બગડવાનું નથી, તે પાકિસ્તાન માટે જ નુકશાની બની રહેશે.

જમ્મુ કાશ્મીરના બે રાજકીય પરિવારો પર સત્યપાલ મલિક એ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને ચિઠ્ઠી લખીને તેમની બેનામી સંપત્તિઓ વિશે તપાસ કરવાની માંગ કરીશ. કેન્દ્રીય એજન્સીઓ જો તપાસ કરશે તો તેઓ જેલ જશે. વળી મહેબુબા મુક્તિ પર રાજ્યપાલ મલિકે કહ્યું હતું કે ધારા 370 હટાવવા વિરુદ્ધ રાજ્યમાં મહેબુબા મુક્તિ એ પ્રચાર કરેલ હતો. લોકો ધીરે ધીરે આ નિર્ણયનો મતલબ સમજી રહ્યા છે.

આર્ટીકલ 370 આ હટાવવું જમ્મુ કાશ્મીર અને લદાખ માટે વિકાસ નો રસ્તો છે. તેઓએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં કોઈ જગ્યાએ પ્રદર્શન થયેલ નથી, કોઈ ગોળી પણ ચલાવવામાં આવેલ નથી અને અશ્રુ ગેસના ગોળા પણ છોડવામાં આવેલ નથી. તેઓએ રાજ્યના યુવાનોને અપીલ કરતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર ના યુવાનો રાજકારણમાં આગળ આવે અને પોતાના રાજ્યને આગળ વધારે.

સત્યપાલ મલીક એ કહ્યું હતું કે હોસ્પિટલોમાં દવાઓ મફત છે. ઈદની તૈયારીઓ પણ થઈ ગયેલ છે અને શાંતિથી ઈદ મનાવવામાં આવશે. એરપોર્ટ પર બે બસ 24 કલાક સેવામાં છે. બે મહિનાનું અનાજ પણ અમારી પાસે સ્ટોક કરેલું છે, મોબાઈલ પણ અનાજ માટે મોકલવામાં આવશે. 25 દિવસનું પેટ્રોલ-ડીઝલનો પણ સ્ટોક કરવામાં આવેલ છે. કેરોસીનનો સ્ટોક ૬૦ દિવસનો છે.

૧૨૦૦ કર્મચારીઓ સફાઈમાં લાગેલા છે તથા સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં દસ હજાર કર્મચારીઓ લોકોની મદદ માટે ફરજ બજાવે છે. બધા જ બેંકો ખુલ્લા છે. કાશ્મીરના ૨૨ હજાર બાળકો બહાર અભ્યાસ કરે છે, અમારા અધિકારીઓ તે રાજ્યોમાં ફરજ બજાવે છે. ડેપ્યુટી કમિશનરના ઓફિસમાં ટેલિફોનની લાઇન ફ્રીમાં લગાવવામાં આવેલ છે, જેમાં અંદાજે 500 લોકો દરરોજ ફોનનો ઉપયોગ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here