એક રોટલીની કિંમત શું હોય છે તે આ વિડિયો જોઈને ખબર પડી જશે, અન્નનો બગાડ કરતાં પહેલા ૧૦ વખત વિચારશો

0
276
views

ભૂખ એક એવી વસ્તુ છે જે તમને કંઈ પણ કામ કરવા માટે મજબૂર કરી શકે છે. જ્યાં એક તરફ અમુક લોકો પાસે એટલા પૈસા હોય છે કે તેઓ ખોરાક બચવા પર તેને ફેંકી દેતા હોય છે તો વળી બીજી તરફ અન્ય લોકો એવા પણ હોય છે જે ફેંકેલો ખોરાક ઉઠાવીને ખાવા માટે મજબૂર હોય છે. હકીકતમાં હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર ખૂબ જ ભાવુક કરી દેતો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ રેલ્વે પ્લેટફોર્મ પર રોટલીને પાણીથી ધોઈને ખાઈ રહ્યો છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે આ ફેંકેલી રોટલી કોઈ જગ્યાએથી ઉઠાવી હશે અને પછી તેને ધોઈને ખાઈ રહ્યો છે. આંખોમાં પાણી લાવી દે તો આ વિડીયો ક્યાંનો છે અને ક્યાં વ્યક્તિનો છે તેના વિશે તો હાલ કોઇ જાણકારી મળી નથી.

 

View this post on Instagram

 

ખુબ જ હૃદયદ્રાવક વિડિયો છે. ખોરાકનો બગાડ કરવો નહિ. દોસ્તો ઘણા લોકો એવા છે જેમને એક ટાઈમ જમવાનું પણ નસીબ માં નથી મળતું. શેયર જરૂર કરજો જેથી અન્ય લોકોને ખોરાકનું મહત્વ સમજાવી શકાય. #nishabdprem #lagninosambandh #premnopassword #gujju #junagadh #jamnagar #amreli #porbandar #mahesana #bhavnagar #bhuj #kutch #vadodara #rajkot #surat #ahmedabad #gandhinagar #global_gujju #gujarati #gujarat #gujjuquote #gujjulove #gujjuquotes #gujjuchhu #gujjurocks #gujaratishayari

A post shared by નિ:શબ્દ પ્રેમ (@nishabdprem) on

પરંતુ સોશિયલ મીડિયામાં શેયર કરીને જણાવવામાં આવી રહ્યું છે કે ખોરાકની કિંમત સમજો, ભોજનનો બગાડ કરવો નહીં. જો ભોજન વધે છે તો ફેંકવાને બદલે કોઇ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવું. આવી રીતે ખોરાક પણ બરબાદ નહીં થાય અને તે ગરીબ વ્યક્તિનું પેટ પણ ભરાઈ જશે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહેલ છે. એક વ્યક્તિએ આ વિડીયો શેર કરીને કેપ્શન માં લખ્યું હતું કે, “આ ભૂખ જ તો છે, જે કોઇ વ્યક્તિને પેટ ભરાઈ ગયા બાદ રોટી ફેંકાવી દે છે અને બીજા વ્યક્તિને એ રોટલીને ઉઠાવીને ધોવડાવી દે છે.” આ વિડીયો ખૂબ જ હૃદય દ્રાવક છે અને લોકો તેના પર પોતાના મંતવ્યો આપી રહ્યા છે. તમે પણ વિડીયો જોઇને પોતાનું મંતવ્ય જરૂરથી જણાવશો.

આ વીડિયોને જોયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરેક વ્યક્તિ આ વીડિયોને જોઈને ભાવુક બની રહ્યો છે. લોકો વિનંતી કરી રહ્યા છે કે પોતાના ઘર અથવા કોઈ પાર્ટી ફંકશન ખોરાક વધે છે તો તેને ફેંકવાને બદલે કોઇ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવો.

અમુક લોકોએ તો આ વિડીયોમાંથી પ્રેરણા પણ મેળવી છે અને આ વીડિયોને અન્ય લોકો સાથે શેયર કરીને જાગૃતતા પણ ફેલાવી રહ્યા છે. હકીકતમાં આ વિડીયો માટે અમારી પાસે શબ્દો ઓછા પડી રહ્યા છે. તમે પણ આ આર્ટીકલને શેર કરજો જેથી અન્ય લોકો સુધી ખોરાકનું મહત્વ શું છે તેનો મેસેજ પહોંચાડી શકાય.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here