એક રોટલીમાં છુપાયેલ છે તમારી બધી પરેશાનીઓનું સમાધાન, કરો આવી રીતે ઉપાય

0
327
views

આપણા જીવનમાં રોટલીનું ખૂબ જ મહત્વ છે. બધા આ દુનિયામાં રોટી કમાવવા માટે જ કામ કરે છે. આનાથી તમારું પેટ તો ભરાઈ જ છે પરંતુ આ તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે. હિન્દુ ધર્મમાં ઘણાં ઉપાય છે જેના કારણે કોઈની પણ કિસ્મત ચમકી શકે છે. એવામાં રોટી માટે પણ ઘણા ઉપાય છે જેના કારણે તમે તમારી કિસ્મત બદલી શકો છો.

સૌથી પહેલા એ વાત જાણી લો કે ભોજનનો ક્યારેય બગાડ ક્યારેય ના કરો. જે રોટલીને તમે આરામથી ફેંકી દો છો એ કોઇ ગરીબનું પેટ ભરી શકે છે. પહેલી શરૂઆત તો અહીંથી જ કરો કે રોટલી કચરાના ડબ્બામાં ન જાય. જેટલી ખાઈ શકો એટલી જ બનાવો. હવે તમને જણાવીએ કે રોટી તમારી કિસ્મત કેવી રીતે ચમકાવી શકે.

ઘરની સુખ-શાંતિ

રોટી ઘરમાં સુખ અને શાંતિ બનાવી રાખવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. જો તમારા ઘરમાં કલેશ ચાલતો હોય અને ઘરનું વાતાવરણ બગડતું હોય તો એનો એક  સીધો અને સરળ ઉપાય છે. સવારે જે રોટી બને તેમાંથી પહેલી રોટી ગાયને માટે નિકાળી દો અને રાત્રે છેલ્લી રોટી કુતરા માટે નિકાળી દો. રોજ ગાય અને કૂતરાને સ્વચ્છ રોટી ખવડાવોશો તો પરિવારના કલેશ ખતમ થઇ જશે.

રાહુ કેતુની શાંતિ

જો તમારી કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ તમને હેરાન કરી રહી છે કે પછી તેની સ્થિતિને તમે મજબૂત બનાવવા માગતા હોય તો પણ રોટલીનો ઉપાય કરી શકાય છે. આ માટે રોજ રાત્રે છેલ્લી રોટલી પર સરસવનું તેલ લગાવી કાળા કૂતરાને ખવડાવી દો. એવું માનવામાં આવે છે કે પંદર દિવસ સુધી આમ કરવાથી લાભ મળે છે.

પિતૃદોષથી બચો

પિતૃદોષ થી બચવા માટે પણ રોટી નો ઉપાય કારગર છે. આને અમાસની રાત્રે કરવો જોઈએ. સૌથી પહેલી રોટલી સાથે ખીર બનાવી લો એ પછી ખીરમાં રોટલી મૂકીને કાગડાને ખવડાવી દો. આમાં પણ બહુ જલ્દી લાભ મળે છે.

અસફળતાથી બચો

જો વારંવાર તમારું કામ બગડી જતું હોય અને તમે વારંવાર અસફળતાનો અનુભવ  કરતા હોવ તો રોટલીમાં ખાંડ નાખીને કીડીને ખવડાવી દો. આમ કરવાથી જીવનમાં અસફળતા હટી જશે અને તમારા પ્રયત્નો સફળ થવા લાગશે.

સાસુ-વહુના સબંધ માટે

કેટલીક વાર ખાલી ઘર ન કલેશ દૂર કરવા માટે જ નહીં પણ પરસ્પર સંબંધને મજબૂત બનાવવા માટે પણ રોટલીનો ઉપાય સારો સાબિત થાય છે. સૌથી પહેલાં શનિવારના દિવસે આ વસ્તુનું ધ્યાન રાખો. આ દિવસે જે રોટલી પહેલી બને એના ઉપર સાસુનું નામ કાળી સાહીથી લખી દો આ પછી એને કૂતરાને ખવડાવી દો આનાથી સાસુ અને વહુના સબંધ સારા થશે.

છોકરાઓ માટે

ઘણી વખત છોકરાઓને નજર લાગે છે અને તેઓ જમવાનું ઓછું કરી દે છે. જો તમારા ઘરમાં એવું બાળક હોય જે ઓછું ખાતું હોય તો એવું બની શકે એની ઉપર કોઈની નજર હોય. આવામાં એક રોટલી લો અને ઉપર ગોળ રાખી બાળક પરથી અગિયાર કે એકવીસ વખત ઉતારી લો આ પછી રાત્રે  કોઈ કૂતરાને ખવડાવી દો આમ કરવાથી અસર ખતમ થઇ જશે અને બાળક સારી રીતે જમતો થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here