એક પત્નીથી સારો મિત્ર તમને ક્યાય નહીં મળે

0
6458
views

પતિ પત્નીના સંબંધો વિશે ઘણું બધું લખવામાં આવેલું છે. છતાં પણ આ સંબંધ વિશેની સમજણ બહુ ઓછા લોકો પાસેથી મળી આવે છે. પુરુષોને મિત્રો નો રસ્તો ખૂબ જ લાંબો હોય છે, પરંતુ તેની લાગણીઓને સમજી શકે તેવા મિત્રો બહુ ઓછા મળતા હોય છે. મારું તો માનવું છે કે કોઈપણ પુરુષને પોતાની પત્નીથી સારુ મિત્ર બીજો કોઈ મળી જ ન શકે. તેનાથી પણ વિશેષ કહી શકાય કે પુરુષને તેના કરતાં પણ વધારે જો કોઇ ઓળખતું હોય તો એ તેની પત્ની જ છે. તો પછી શું આનાથી સારો મિત્ર બીજો કોઈ મળી શકે ખરો?

તમામ ઘરમાં ઘરની તમામ જવાબદારીઓ જેવી કે તમારું ઘર, માતા-પિતા, બાળકો, સામાજિક વ્યવહાર અને તમારા મિત્રોને સાચવવાની પણ જવાબદારી તેની જ હોય છે. તમારા સુખમાં એ ભગવાન પાસે આભાર માને છે અને જ્યારે તમને કોઈ દુઃખ પહોંચે છે ત્યારે તે ભગવાનને ફરિયાદ કરીને તેની સાથે લડી પણ લે છે. તમે કોઈ પણ પ્રકારની તકલીફની પરિસ્થિતિમાં હોવ ત્યારે તમારી સાથે તમારા સગા સંબંધી કે મિત્રો ના હોય પણ તમારી પત્ની તમારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં સાથે ઊભી જ હશે.

સ્ત્રીને આપવામાં આવતી દરેક ભૂમિકા માટે તે હંમેશા તૈયાર જ હોય છે, પછી ભૂમિકા શિક્ષકની હોય, પ્રેમિકાની હોય કે પછી નર્સની હોય. ઘરની અન્નપૂર્ણા પણ તેને કહેવામાં આવે છે, તેનાથી સારો કુક તમને શોધવા છતાં પણ નહીં મળે. તકલીફ ના સમયમાં એ એવા ઉપાયો શોધીને લાવશે કે કોઈ મોટી કંપનીના ચેરમેન પણ ના શોધી શકે અને છતાં પણ આપણે સૌથી વધુ મજાક તો તેની જ આવીએ છીએ. તમે જાણો છો તમારી બધી જ મજાક અને અપમાન શા માટે સહન કરી લે છે? કારણકે તેના માટે તો તમારા ચહેરા પરનું હાસ્ય જ એના માટે પોતાના મનનો સંતોષ છે.

સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે, ટીચર ડે અને ફ્રેન્ડશીપ ડે જેવા ઘણા દિવસો ઉજવવામાં આવે છે અને આપણે ઉજવીએ પણ છીએ, પરંતુ પત્ની નો આભાર વ્યક્ત કરી શકાય એવો કોઇ જ દિવસ આપણે ત્યાં ઉપલબ્ધ નથી. તેનો આભાર વ્યક્ત કરવાની વાત તો બહુ જ દૂર છે પરંતુ વર્ષમાં એક જ વખત આવતો તેનો જન્મદિવસ કે એનિવર્સરી પણ આપણને યાદ રહેતા નથી. તેને તમારા આભાર વ્યક્ત કરતા શબ્દો ની પણ કોઈ જરૂર નથી, છતાં પણ ક્યારેક કોઈ દિવસ તેનો આભાર જરૂર માનજો તો તેને તમારા તરફથી થોડી ખુશી મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here