એક નાની જાહેરાત કરવા માટે પણ કરોડો રૂપિયા લે છે બોલીવુડનાં આ કલાકારો, જાણો કોણ છે સૌથી મોંઘો

0
289
views

બોલિવૂડના સિતારાઓ જેટલા વધારે પોપ્યુલર હોય છે તેમની વેલ્યુ પણ તેટલી જ વધારે હોય છે. જેના હિસાબે તેમને ફિલ્મમાં આપવામાં આવતી રકમ નક્કી થાય છે. આ સિતારાઓ ફિલ્મોમાં કામ ના કરે તો પણ કરોડોની કમાણી કરી શકે છે. હકીકતમાં કોઈપણ બ્રાંડની જાહેરાત કરવા માટે આ કલાકારોને ભારે-ભરખમ રકમ મળે છે. તો આ આર્ટિકલમાં જાણીએ કે કયા કલાકારને એક નાની જાહેરાત માટે કેટલા પૈસા મળે છે.

આમિર ખાન

આમિર ખાન બોલીવુડમાં પોતાના બેહતરીન અભિનય અને લોજિકલ ફિલ્મો માટે પ્રખ્યાત છે. જાણવા જેવી બાબત એ છે કે તેઓ કોઈ પણ બ્રાન્ડ અથવા પ્રોડક્ટમાં વિજ્ઞાપન કરે છે તો પહેલા તેઓ તેનું રિસર્ચ કરે છે. તેઓ તે પ્રોડક્ટને જાતે પણ ઉપયોગ કરીને જુએ છે. જો તેઓ તે બ્રાન્ડ અથવા પ્રોડક્ટથી સંતુષ્ટ હોય તો જ તેનું પ્રમોશન કરવાની હા પાડે છે. અમીરખાન સામાન્ય રીતે વિજ્ઞાપન કરવા માટે ૩૦ થી ૩૫ કરોડ રૂપિયા લે છે.

અમિતાભ બચ્ચન

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન વિજ્ઞાપન કરવામાં સૌથી આગળ છે. તેઓ કોઈપણ પ્રકારના પ્રોડક્ટનું વિજ્ઞાપન કરે છે. પછી એ વસ્તુ નાની હોય કે મોટી હોય. પાર્કર પેન, ડાબર, ડેરી મિલ્ક, બોરો પ્લસ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કલ્યાણ જ્વેલર્સ, ગુજરાત ટુરીઝમ વગેરે જેવી વસ્તુઓનું પ્રમોશન બિગ બી કરી ચુક્યા છે. તેઓ એક વિજ્ઞાપન માટે ૧૦ કરોડ રૂપિયા લે છે.

શાહરુખ ખાન

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ બ્રાન્ડ્સની પહેલી પસંદગી છે. શાહરુખ બ્યુટી ક્વિનથી લઈને લક્ઝરી કારો સુધી દરેક વસ્તુઓનું પ્રમોશન કરી ચુક્યા છે. તેમની આવકમાં વિજ્ઞાપન મોટી ભૂમિકા ભજવે છે. તેઓ એક બ્રાન્ડ પ્રમોશન માટે ૧૫ થી ૨૦ કરોડ રૂપિયા પ્રતિ દિવસ ચાર્જ કરે છે.

સલમાન ખાન

બોલિવૂડના વર્તમાન સમયમાં સૌથી પોપ્યુલર સુપરસ્ટાર સલમાન ખાન પણ વિજ્ઞાપન કરીને કમાણી કરે છે. તેઓ એક વિજ્ઞાપનના ૧૦ થી ૨૦ કરોડ રૂપિયા સુધી વસૂલે છે.

એશ્વર્યા રાય

દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલા એશ્વર્યા રાય પણ ફિમેલ એક્ટ્રેસમાં બ્રાન્ડ પ્રમોશન કરવા માટે કંપનીઓની પહેલી પસંદગી છે. એશ્વર્યા રાય વિજ્ઞાપન માટે ૫ થી ૬ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

કરીના કપૂર

કરીના ફિલ્મો ભલે ઓછી કરતી હોય પરંતુ વિજ્ઞાપન વધારે કરી લે છે. તેવામાં આ બ્રાન્ડના પ્રમોશનથી તેમની કમાણી વધારે થઈ જાય છે. તેઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોવાથી તેમને બ્યુટી પ્રોડક્ટની એડ વધારે મળે છે. તેના માટે તેઓ ૫ થી ૧૦ કરોડ રૂપિયા સુધી ચાર્જ લે છે.

દીપિકા પદુકોણ

દીપીકા બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસમાં એક છે. તે કોફી, ગ્રીન ટી, જીયો થી લઈને એક્સિસ બેન્ક, તનિષ્ક, કોકાકોલા વગેરે જેવા ઘણા વિજ્ઞાપન કરી ચૂકી છે. તેમના માટે તેની ફી ૧૦ કરોડ રૂપિયાની આસપાસ રહે છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડથી હોલિવૂડ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપડા લક્સ, નોકિયા, બ્રુ કોફી, ગાર્નિયર જેવા અનેક બ્રાન્ડ્ઝનું પ્રમોશન કરી ચૂકી છે. આ કામ માટે તે ૧૦ થી ૧૫ કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ

બોલિવૂડની ક્યુટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ ખૂબ જ ઓછા સમયમાં મોંઘી અભિનેત્રી બની ગઇ છે. તેમની પાસે પણ ઘણી બ્રાન્ડના વિજ્ઞાપન આવતા રહે છે. આલિયા ભટ્ટ તેના માટે પ થી ૧૦ કરોડ રૂપિયા સુધી લે છે.

રણવીર સિંહ

બોલીવૂડના સૌથી બિન્દાસ અને રંગીલા અભિનેતા રણવીર સિંહની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ છે. તે એક વિજ્ઞાપન માટે ૧૫ કરોડ રૂપિયા સુધીનો ચાર્જ વસુલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here