વજન વધારવું જેટલું સહેલું હોઈ છે, વજન ઘટાડવું એટલુંજ અઘરું પડી જાય છે. વજન ઘટાડવા માટે ઘણી કસરત કરવી પડે છે અને સરખું ડાયેટ પ્લાન બનાવવું પડે છે. જો તમે વજન ઉતરાવવા માટે પ્રયાસ કરો છો તો તમારા ડાયેટ પ્લાનમાં પપૈયું જરૂરથી ઉમેરો. પપૈયું ખાવાથી તમારા શરીરમાં જામેલું કોલેસ્ટ્રોલ અને ચરબી ઓછી થવા લાગે છે અને વજન એકજ મહિનામાં ઓછું થવા લાગે છે.
પપૈયું કાઈ રીતે વજન ઓછું કરે છે
પપૈયામાં ઘણાં એવા તત્વો જોવા મળે છે જે તમારા શરીરની અંદર જામેલી ચરબીને ઓછી કરે છે. તેના સિવાય પપૈયું ખાવાથી પાચન ક્રિયા પણ નિયંત્રિત રહે છે અને વધારે ભૂખ પણ નથી લાગતી. પપૈયાની જેમ જ પપૈયાના બીજ પણ વજન ઓછું કરવામાં મદદ કરે છે તથા તેને ખાવાથી શરીર માં રહેલ ઝેરી તત્વો પણ શરીરની બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝમ પણ કન્ટ્રોલમાં રહે છે. પપૈયા ઉપર કરેલા કેટલાક અધ્યયનમાં પણ જોવા મળ્યું છે કે પપૈયું ખાવાથી પેટમાં ફેટ ઓછું થાય છે અને પેટ સાથે લાગતી ઘણી બીમારીઓ પણ ઠીક થઈ શકે છે.
આ રીતે કરો પપૈયાનું સેવન
વજન ઘટાડવા માટે રોજ પપૈયું ખાવ. આ ખાવાથી તમને ભૂખ ઓછી લાગશે અને તમે ઓવરઇટિંગ થી પણ બચી શકશો. વળી પપૈયાંનું સેવન કેવી રીતે કરવું અને એનું ડાયેટ પ્લાન શું હોવું જોઈએ એની જાણકારી આ પ્રકાર છે.
પપૈયાનું ડાયેટ પ્લાન
સવારના નાસ્તામાં દૂધ સાથે એક વાટકો પપૈયું ખાઈ શકાય. આ ખાવાથી તમારા શરીર ને ઉર્જા મળશે અને પાચન તંત્ર પણ સરખું રહેશે. પહેલા તમે એક વાટકી પપૈયું ખાઈ શકો છો અને એના ૧૫ મિનિટ પછી મલાઈ વાળું દૂધ પી લો. તમને જોઈએ તો તમે દૂધ સાથે ઈંડુ પણ ખાઈ શકો છો. પણ જો તમે ઈંડા ને ઉકાળી ને ખાઓ તો એ વધારે સારું રહેશે.
તમે લંચમાં બે રોટલી અને એક વાટકી દાળ અથવા બાફેલુ શાક ખાઈ શકો છો. આ લેવા પછી કાં તો તમે અડધા કલાક પછી પપૈયાનું જ્યુસ પી લો કે પછી એની સ્મૂદી બનાવી ને ખાઈ લો. વળી તમને જોઈએ તો જ્યુસને બદલે પપૈયું કાપીને પણ ખાઈ શકો છો.
રાતના તમે એકદમ હળવું ભોજન લ્યો અને બને તો ખાલી સૂપ જ પીઓ. સૂપ પીવાના અડધા કલાક પછી તમે પપૈયું કાપીને ખાઈ લો.
પપૈયાનું ડાયેટ પ્લાન એક મહિના સુધી સરખી રીતે ફોલો કરવાથી તમારું વજન સહેલાઇથી ઓછું થઈ જાશે અને પેટ પણ અંદર થઈ જશે. આ ડાયેટ પ્લાનનું પાલન કરવા સાથે તમે નીચે દર્શાવેલ ચીજ વસ્તુઓનું સેવન ના કરો.
- ભાતનું સેવન બિલકુલ ના કરવું. કેમકે ભાત ખાવાથી ભૂખ વધારે લગે છે અને તેનાથી વજન વધે છે.
- બહારનું ખાવાનું ના ખાવો.
- વધારે ભૂખ લાગવા પર ફક્ત સુગર ફ્રી બિસ્કિટ નું જ સેવન કરવું.
- પીઝા, બર્ગર જેવી વસ્તુઓ નું સેવન ભૂલથી પણ ના કરવું. આને ખાવાથી તમારું વજન વધી શકે છે.
- મીઠી વસ્તુઓ જેમ કે મીઠાઈ, ચોકલેટ વગેરેનું સેવન ન કરવું.